ETV Bharat / state

Navsari News: નહેર ખાતાની બેદરકારીના કારણે જમીનના ધોવાણ, ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા

author img

By

Published : Feb 4, 2023, 2:25 PM IST

નવસારીના વાંસદા તાલુકામાં જુજ ડેમ સંલગ્ન આવેલી માઇનોર નહેર કુરેલીયા ગામે 200 મીટર કાચી રહી હતી. જેમાં નહેરનું રોટેશન ચાલુ થતા સ્થાનિક ખેડૂતોને જમીન ધોવાણના કારણે ખેતીમાં નુકશાની વેઠવી પડી રહી છે. જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. (Vansda Juj Dam)

Navsari News : નહેર ખાતાની બેદરકારીના કારણે જમીનના ધોવાણ, ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા
Navsari News : નહેર ખાતાની બેદરકારીના કારણે જમીનના ધોવાણ, ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા

જુજ ડેમ સંલગ્ન આવેલી માઇનોર નહેર કુરેલીયા ગામે 200 મીટર કાચી

નવસારી : વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જૂજ અને કેલીયા ડેમ ખેડૂતોની જીવાદોરી સમાન છે. તાલુકામાં આવેલા જુજ ડેમ સંલગ્ન આવેલી માઇનોર નહેર કુરેલીયા ગામે 200 મીટર કાચી રહી હતી. જેમાં નહેરનું રોટેશન ચાલુ થતા સ્થાનિક ખેડૂતોને જમીન ધોવાણના કારણે ખેતીમાં નુકશાની વેઠવી પડી રહી છે. વારંવારની રજૂઆતો બાદ પણ નહેર પાકી ન બનતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

શું છે સમગ્ર મામલો : નવસારીના વાંસદા તાલુકામાં સામાન્ય રીતે વરસાદ આધારિત ખેતી રહે છે. પરંતુ વાંસદાના 27 ગામોના ખેડૂતોની સમસ્યાના નિવારણ માટે અંબિકા નદી પર બનેલા જૂજ ડેમમાંથી સિંચાઈ માટે નહેર બનાવવામાં આવી છે. લગભગ 125 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલી આ નહેરની માઇનોર શાખા ખેડૂતોના ખેતરોમાંથી પસાર થાય છે. વાંસદાના કુરેલીયા ગામમાંથી પણ માઇનોર નહેર પસાર થાય છે. જેનું પાણી કોતરમાં પડે છે અને કોતર વાટે આગળ ખેડૂતોના ખેતરો સુધી પહોંચે છે. ગત વર્ષે સમારકામ દરમિયાન કુરેલીયાની પાકી માયનોર નહેરનો 200 મીટરનો ભાગ કાચો રહી ગયો હતો.

રાત્રે પાણીનો ફ્લો વધી જાય : જેમાંથી રોટેશન દરમિયાન પાણીનું વહન ન થતાં નહેર ખાતા દ્વારા ગત મહિનાઓમાં JCBથી નહેરમાં થયેલા પુરાણને કાઢવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં આ 200 મીટરના વિસ્તારને પાકો ન કરાતા નહેરના રોટેશન દરમિયાન આવતું પાણી જમીનનું ધોવાણ કરી રહ્યું છે. દિવસ કરતા રાત્રી દરમિયાન પાણીનો ફ્લો વધી જાય છે, જેના કારણે ધોવાણ વધ્યું અને આસપાસના સ્થાનિક ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતા ખેતી પાકોને નુકશાન થઈ રહ્યું છે. સમગ્ર મુદ્દે પ્રભાવિત ખેડૂતોએ નહેર વિભાગમાં વારંવાર રજૂઆતો કરવા છતાં નહેર પાકી ન બનતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

નહેર વિભાગની કામગીરી સામે સવાલ : ખેડૂતોની સમસ્યા વાંસદાના ધારાસભ્ય સુધી પહોંચતા તેમણે નહેર વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. કારણ શિયાળા બાદ ઉનાળો આવશે, ત્યારે ખેડૂતોને પાણીની જરૂર પડશે અને જો કાચી નહેર રહે તો ખેડૂતોને પાણી પૂરતા પ્રમાણમાં ન મળતા ખેતીમાં નુકશાન વેઠવી પડશે. જેથી નહેર વિભાગ વહેલામાં વહેલી કામગીરી કરે એવી રજૂઆત કરવાની તૈયારી દર્શાવી હતી.

આ પણ વાંચો : ચ્છના ખેડૂતો માટે આનંદો...જિલ્લાને મળશે નર્મદાનું વધારાનું 1 મિલિયન એકર ફીટ પાણી

પાણી નહેરમાં ઘૂસી આવે : કુરેલીયા ગામના ખેડૂત સોનલબેને જણાવ્યું હતું કે, આ ગ્રામ્ય વિસ્તાર હોય અહીંના લોકો ખેતી પર નભતા હોય છે. પોતાના ખેતરમાં જે પાક થતો હોય છે તેનાથી તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે અને આ ખેતરોમાં તેઓ પોતાની રોજ મર્યાદિત વસ્તુઓ પણ શાકભાજી જેવી ઉગાડતા હોય છે. તેઓ ખાતરનો સંગ્રહ પણ પોતાના ખેતરમાં કરતા હોય છે, જ્યારે પાણી નહેરમાં ઘૂસી આવે છે, ત્યારે પોતાનો ઉભો પાક તો નષ્ટ થાય જ છે પણ આખા વર્ષ દરમિયાનનું ખાતર પણ ખરાબ થઈ જાય છે. જેથી ખેડૂતોને ભારે નુકશાની વેચવાનો વારો આવે છ. તંત્ર દ્વારા આ તૂટેલી નહેરનું જલદી સમારકામ થાય તેવી માંગ કરી છે.

આ પણ વાંચો : Navsari News : જીવ ના જોખમે કામ કરતા મજૂરો, દીપડાઓને ભગાડવા માટે અનોખો પ્રયાસ

ભાગ કાચો રહી ગયો હોવાનું કબૂલ્યું : તો બીજી તરફ જૂજ ડેમ આધારિત નહેર ખાતા દ્વારા ટેકનિકલ ખામીના કારણે 200 મીટરનો ભાગ કાચો રહી ગયો હોવાનું કબૂલ્યું હતું. સાથે જ આ વિસ્તારનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લગભગ એક મહિનામાં કાચી રહી ગયેલી નહેરને પાકી બનાવી ખેડૂતોની સમસ્યાનું નિવારણ લાવવાનું આશ્વાસન પણ આપ્યું હતુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.