ETV Bharat / state

Video Viral : નવસારીમાં રાત્રી દરમિયાન રસ્તા પર 12 ફુટનો મહાકાય અજગર રસ્તો ઓળંતો દેખાયો

author img

By

Published : Apr 21, 2023, 3:26 PM IST

Video Viral : ગાઢ જંગલમાં દેખાતો 12 ફુટનો મહાકાય અજગરે રસ્તો ઓળંગ્યો
Video Viral : ગાઢ જંગલમાં દેખાતો 12 ફુટનો મહાકાય અજગરે રસ્તો ઓળંગ્યો

નવસારીના કપડાઈ ખાડીના પુલ પાસે 12 ફુટનો મહાકાય અજગર જોવા મળ્યો હતો. આ મહાકાય અજગર રસ્તો ઓળંગતાનો વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ પ્રકારનો મહાકાય અજગર ગાઢ જંગલમાં જોવા મળતા હોય છે.

નવસારીમાં ગાઢ જંગલમાં દેખાતો 12 ફુટનો મહાકાય અજગરે રસ્તો ઓળંગ્યો

નવસારી : અવારનવાર હિંસક પશુઓ દેખાવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે બીલીમોરા ગણદેવી કપડાઈ ખાડીના પુલ નજીક 12 ફૂટ લાંબા મહાકાય અજગર રસ્તો ઓળગતા વિડિયો વાયરલ થયો છે. અજગરનો વિડિયો વાયરલ થતાં રાહદારીઓ તેમજ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. રહેણાંક વિસ્તારમાં અજગરની હાજરીને લઈને એનિમલ સેવિંગ ગ્રુપને સમગ્ર મામલે જાણ કરવામાં આવતા આ અજગર ઇન્ડિયન પાયથન પ્રજાતિ હોવાનું સામે આવ્યું હતું.

12 ફૂટ લાંબો મહાકાય અજગર : નવસારી વિસ્તાર હરિયાળીથી ભરપૂર હોવાથી અહીંના જંગલમાં અનેક પશુ પ્રાણીઓ પોતાનો વસવાટ કરતા હોય છે, પરંતુ જેમ જેમ જંગલોનું નિકંદન થતું જાય છે તેમ તેમ વન્ય જીવો હવે માનવ વસાહત તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે. તેવા અનેક બનાવો ભૂતકાળમાં જોવા મળ્યા છે. ત્યારે બીલીમોરાથી ગણદેવી જતા માર્ગ પર કપડાઈ ખાડીના ભરવાડીયા પુલ નજીક ભર અંધારામાં રાત્રિના સમયે અંદાજિત 12 ફૂટ લાંબો મહાકાય અજગર ફુલના એક છેડેથી બીજા છેડા તરફ રસ્તો ઓળંગતા નજરે ચડ્યો હતો.

આ પણ વાંચો : જ્યુબિલી પાર્કમાં આવ્યો અજગર, જુઓ બચાવનો લાઈવ વીડિયો

અજગરની પ્રજાતિ : મહાકાય અજગરને જોતા ત્યાંથી પસાર થતા વાહનો થોડા સમય માટે થોભી ગયા હતા. વાહનચાલકોના લાઈટના પ્રકાશના કારણે અજગર ફરી રસ્તો ઓળંગવાને બદલે ખેતર તરફ નીકળી ગયો હતો. તેથી આ સમગ્ર વિડિયો ત્યાંથી પસાર થતાં એક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અજગર દેખાવાની ઘટનાને એનિમલ સેવિંગ ગ્રુપને જાણ કરવામાં આવતા એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા વીડિયોમાં દેખાતો અજગર ઇન્ડિયન પાયથન પ્રજાતિનો હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો : કૂતરા કે બિલાડી પાળવુ થયુ જૂનું, કેરળનો આ વિદ્યાર્થી પાળે છે આફ્રિકન અજગર

ગાઢ જંગલમાં જોવા મળતો અજગર : સામાન્ય પ્રમાણે આવા મહાકાય અજગરો ખૂબ ગાઢ જંગલમાં જોવા મળતા હોય છે. સામાન્ય રહેણાંક વિસ્તારોમાં આવા 12 ફૂટ લાંબા મહાકાય અજગર જાહેર માર્ગો પર દેખાતા હાલ તો લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કપડાં ખાડી ભરવાડીયા પુલ નજીકથી પસાર થતાં રાહદારીઓ હવે ચોકી ગયા હોય તેમ પોતાના વાહનો ત્યાંથી પસાર કરવામાં ગભરાતા હોય તેવો માહોલ હાલ ઉભો થયો છે. આ સમગ્ર વિડિયો ક્યારનો છે તે જાણી શકાયું નથી, પરંતુ સોશિયલ મીડિયામાં હાલ આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.