ETV Bharat / state

Navsari News : પતિના મૃત્યુની જાણ થતાં પત્નીના પ્રાણ નીકળી ગયા, સેવાભાગી દંપતીએ પકડી અનંતની વાત

author img

By

Published : Feb 25, 2023, 4:12 PM IST

Navsari News : પતિના મૃત્યુની જાણ થતાં પત્નીના પ્રાણ નીકળી ગયા, સેવાભાગી દંપતીએ પકડી અનંતની વાત
Navsari News : પતિના મૃત્યુની જાણ થતાં પત્નીના પ્રાણ નીકળી ગયા, સેવાભાગી દંપતીએ પકડી અનંતની વાત

નવસારીના તોરણવેરા ગામે સેવાભાગી દંપતિનો અનંતની વાત સામે આવી છે. તોરણવેરા ગામે પતિનું અકસ્માતમાં અવસાન થયાની જાણ પત્નીને થતાં ગણતરીમાં જ પત્નીનું પણ મૃત્યુ નિપજી ગયું છે. હાલ આ સેવાભાગી દંપતિનું અવસાન થતાં સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

તોરણવેરા ગામે સેવાભાવી દંપતીનું મૃત્યુ થતાં ગામમાં શોકની લાગણી

નવસારી : નાની વાતોની તકરાર થતાં દંપતિઓ છૂટાછેડાએ પહોંચી જતા હોય છે તેના માટે અનોખા સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, લગ્નના સાત ફેરામાં દંપતીઓ જીવવા, મરવાના, ભવોભવ સુધી સાથ નિભાવવાના એકબીજાને વચન આપતા હોય છે, પરતુ કેટલીક જગ્યાએ દંપતિઓ નાની વાતોથી ઉશ્કેરાય જઈને છુટાછેડાના નિર્ણય પર આવી જતા હોય છે. હાલ આવા કિસ્સાઓમાં ઘણો વધારો થયો છે, ત્યારે કળયુગમાં નવસારીમાં આવા યુગલોની આંખ ઉધાડતો બનાવો સામે આવ્યો છે, જ્યાં પતિના અકસ્માતમાં મૃત્યુના સમાચાર સાંભળની પત્નીના પણ પ્રાણ નીકળી ગયા છે.

અનોખા યુગલોનો પરિચય : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે રહે હનુમાન ફળિયામાં રહેતા 38 વર્ષીય અરૂણભાઇ નટુભાઈ ગાવીતના લગ્ન ભાવનાબેન જોડે થયા હતા. તેઓના લગ્ન થકી એક પુત્ર અને એક પુત્રી પણ હતા. અરુણભાઈ અને તેમની પત્ની ભાવનાબેન એકબીજાને પ્રેમ માન સમાન આપી સમજણ શક્તિથી પોતાનો દાંપત્ય જીવનમાં ખુશ ખુશાલ હતા. આ વાત તેઓના ગામના દરેક વ્યક્તિના ધ્યાનમાં હતી. આખા ગામમાં તેઓના દાંપત્ય જીવનની મિસાલ આપવામાં આવતી હતી. કારણ કે, બંને દંપતી ખૂબ સેવાભાવી હતા. ભાવનાબેન ખેર ગામના પૂર્વ સરપંચ પણ હતા. તેથી તેઓને ગામમાં સેવા ભાવિ દંપતી તરીકે જાણીતા હતા.

સેવાભાવી દંપતિનું મૃત્યુ
સેવાભાવી દંપતિનું મૃત્યુ

શું છે સમગ્ર બનાવ : અરૂણભાઇ ગાવીત ગુરુવારે રાત્રિના સમય દરમિયાન પોતાના કામ માટે ગામમાં આવેલા ચાર રસ્તા પર ગયા હતા. પોતાનું કામ પતાવ્યા બાદ ત્યાંથી પરત રાત્રે 8:30 વાગ્યાના સમયે પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે ગામના નિશાળ ફળિયા પાસેથી તેઓ પોતાના વ્હીકલ પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ઘરનાળાના રોડ પરથી પસાર થતી વેળા તેમની બાઈક અચાનક સ્લીપ થઈ જતા તેઓ રોડ પર પટકાયા હતા. આ ઘટનાની જાણ ત્યાંથી પસાર થતા સ્થાનિકો થતા લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત અરૂણભાઇને 108 બોલાવી તેમને ખેરગામની સીએચસી રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલના તબીબે તેમને તપાસતા અરૂણભાઇને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો : 'ના ઉમ્ર કી સીમા હો.. ના જન્મો કા હો બંધન', અંકલેશ્વરના 68 વર્ષના વડીલે...

પતિના સમાચાર મળતા પત્ની પણ મૃત્યુ : તો બીજી તરફ અરૂણભાઇનું અકસ્માતમાં મૃત્યુ થયાની જાણ તેમની પત્ની ભાવનાબેન કરવામાં આવી હતી. જેવી જાણ ભાવનાબેનને થઈ તેવા જ તેઓ બેસુદ થઈ ગયા હતા. તેમની તબિયત પણ લથડી જતા અને ગભરામણ જેવું થતા તેમનું પણ મૃત્યુ નીપજ્યું હતું. તેથી આ ઘટનાની જાણ ખેરગામ પોલીસ મથકે આપતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : લગ્ન કરતી વખતે શા માટે સાત ફેરા લેવામાં આવે છે? જાણો તેનું મહત્વ

પોલીસે શું કહ્યું : બંને દંપતીના એક સાથે અનંતની વાટ પકડતા તેઓના પરિવારમાં શોખની લાગણી વ્યાપી ગઈ છે, જ્યારે તેઓના બે સંતાનોમાં એક 14 વર્ષની પુત્રી તેમજ દસ વર્ષનો પુત્ર માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. તો બીજી તરફ સમગ્ર ગામમાં પણ શોકની લાગણી પ્રસરી છે. સમગ્ર મામલે ખેરગામના ગામના PSI જે.વી. ચાવડા જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાને પગલે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.