ETV Bharat / state

Navsari Farmer protest: આ ગામના ખેડૂતો કેમ કરી રહ્યાં છે પાવર ગ્રીડ કોર્પોરેશનની કામગીરીનો વિરોધ ? શું છે સમગ્ર મામલો જાણો અહીં...

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 1, 2023, 8:39 AM IST

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મીરઝાપુર ગામ ખાતે પાવર કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા પોલીસ પ્રોટેકશન સાથે પાવરની કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. જેના પગલે ખેડૂતો દ્વારા વિરોધ દર્શાવી કામ અટકાવવામાં આવ્યું છે. આ મામલે ખેડૂતોએ સાંસદ સી.આર પાટીલને સર્કિટ હાઉસ ખાતે રજૂઆત પણ કરી હતી આ ઉપરાંત પાવર ગ્રીડ મુદ્દે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે, પરંતુ એમાં વળતર અંગે કોઈપણ નિર્ણય કરવામાં આવ્યો નથી અને પાવર ગ્રીડનું કામ પણ યથાવત રહેતા હવે ખેડૂતોએ વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે.

પાવર ગ્રીડ કોર્પોરેશનની કામગીરીનો વિરોધ
પાવર ગ્રીડ કોર્પોરેશનની કામગીરીનો વિરોધ

ખેડૂતો અને ગામલોકો દ્વારા પાવર ગ્રીડ કોર્પોરેશનની કામગીરીનો વિરોધ

નવસારી: નવસારી જિલ્લામાં માંથી પાવર ગ્રીડ કોર્પોરેશન એ 750kv અને 400 kv માટે વીજ લાઈન નાખવાનો નિર્ણય કર્યો છે, આ વીજલાઈન જિલ્લાના 45 જેટલા ગામોમાંથી લઈ જવાનું નિર્ધારિત થયું છે. પરંતુ તે માટેની જગ્યાની પસંદગી ઉપરાંત વળતરને લઈને વાદવિવાદ શરૂ થયો છે. જલાલપોર અને ગણદેવી એમ 2 તાલુકાના 45 ગામોમાંથી લાઈન પસાર થનાર છે ત્યારે આ ગામોના ખેડૂતોએ અગાઉ પોતાનો વિરોધ પણ કર્યો હતો અને આ મામલે સાંસદ સી.આર પાટીલને સર્કિટ હાઉસ ખાતે રજૂઆત પણ કરી હતી. પાવર ગ્રીડ મુદ્દે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે, પરંતુ એમાં પણ વળતર અંગે કોઈપણ નિર્ણય કરવામાં આવ્યો નથી અને પાવર ગ્રીડનું કામ હાલ જોરમાં ચાલી રહ્યું છે. ત્યારે આજે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મીરઝાપુર ગામ ખાતે પાવર કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા પોલીસ પ્રોટેકશન સાથે પાવર ગ્રીડની કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી, અને ખેડૂતોએ વિરોધ દર્શાવી કામ અટકાવ્યું હતું.

ખેડૂતો અને ગામલોકો દ્વારા પાવર ગ્રીડ કોર્પોરેશનની કામગીરીનો વિરોધ
ખેડૂતો અને ગામલોકો દ્વારા પાવર ગ્રીડ કોર્પોરેશનની કામગીરીનો વિરોધ

શું છે સમગ્ર મામલો: પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા નવસારી જિલ્લામાં નાખવામાં આવનાર હાઈટેન્શન લાઈન સંદર્ભે રજૂ થયેલા વાંધાઓની નવસારીમાં સુનવણી શરૂ થઈ ત્યાં અસરગ્રસ્તોને રજૂઆત માટે મુદ્દત નહીં આપવામાં આવતા વિરોધ થયો હતો. જેની પણ જાણ સી.આર પાટીલને ખેડૂતોએ કરી હતી. ખેડૂતોની માંગ છે કે, કેરી, ચીકુ અને શાકભાજી સહિતના પાકો આ હેવી વીજ લાઇન્ને કારણે નષ્ટ પામશે તેના સ્થાને મેઇન પ્રોજેક્ટ થી થોડે દૂર ખારપાટની જમીનમાંથી જો આ લાઈન નાખવામાં આવે તો તે સરકાર અને ખેડૂતો બંને માટે ઉપયોગી થશે. ખેતીને થનાર પારાવાર નુકસાન ને જોતા ખેડૂતોએ સાંસદ સી આર પાટીલને ભલામણ કરી હતી કે, આ મામલે ફેરવિચારના થાય અને જો જગ્યા ને બદલવામાં આવે તો ખેડૂતોને નુકસાન થતાં બચાવી શકાશે. જલાલપોર તાલુકામાં મોટા પ્રમાણમાં ડાંગર,મરચાં અને અન્ય શાકભાજીનું ઉત્પાદન થાય છે અને આ વિસ્તાર એક ગ્રીન બેલ્ટ તરીકે ઓળખાય છે. ત્યારે મોટા પ્રમાણમાં જમીન સંપાદિત થતા ખેડૂતોમાં પોતાની મહામૂલ્ય જમીન બચાવવા માટે સંઘર્ષ કરવાનો વારો આવ્યો છે .

ખેડૂતો અને ગામલોકો દ્વારા પાવર ગ્રીડ કોર્પોરેશનની કામગીરીનો વિરોધ
ખેડૂતો અને ગામલોકો દ્વારા પાવર ગ્રીડ કોર્પોરેશનની કામગીરીનો વિરોધ

ખેડૂતોનો વિરોધ: પાવર કોર્પોરેશન દ્વારા ખેડૂતોને આપવામાં આવેલ વળતર અંગે કોઈપણ કામગીરી કરવામાં આવી નથી, એ પહેલા થાંભલા નાખવાની કામગીરી તથા આજે ખેડૂતોએ રામધૂન બોલાવી અને વિરોધ દર્શાવ્યો હતો. સમગ્ર વિરોધને લઈને પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો અને ખેડૂતોને સમજાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. હાલ એક દિવસ પૂરતો આ વિરોધ અટકાવ્યો છે, જો આગામી સમયમાં પાવર ગ્રીડ કોર્પોરેશન જો ફરી કામગીરી શરૂ કરશે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

  1. ખેડૂતોની શું છે માંગ: સમગ્ર મામલે ખેડૂત આગેવાન દિલીપ રાયકા જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલમાં જે હાઈ ટેન્શન લાઈન અમારા વિસ્તારમાંથી જઈ રહી છે, તે ખેડૂતોના ખેતીલાયક વિસ્તારમાંથી પસાર થવાના કારણે ખેતીને મોટું નુકસાન થવાની સંભાવના છે. તેમણે સરકાર સમક્ષ આશા વ્યક્ત કરી છે કે, સરકાર પડતર પડેલી ખારપટ વારી જમીનમાંથી આ હાઇટેન્શન લાઈન પસાર કરે, તો ગવર્મેન્ટની 95 ટકા જમીન જશે અને જો ખેતીલાયક વિસ્તારમાંથી આ લાઈન પસાર કરશે, તો ખેડૂતોની ૯૦ ટકા જમીન સંપાદનમાં જશે જેથી સરકારી ખારપટ વાળી વિસ્તારમાંથી આ હાઈટેન્શન લાઈન પસાર કરવામાં આવે તો ખેડૂતો મોટી નુકસાની માંથી બચી શકે તેમ છે, અને પર્યાવરણને પણ મોટું નુકસાન થતા અટકાવી શકાશે.
  2. Women Natural Agriculture Conference : નવસારીમાં મહિલા ખેડૂતો માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા "મહિલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ" કાર્યક્રમ યોજાયો
  3. Navsari Vijalpore Municipality : નવસારી વિજલપોર નગરપાલિકાની 17 સમિતિના નવનિયુક્ત ચેરમેન, જુઓ વિગતવાર માહિતી

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.