ETV Bharat / state

વિદેશમાં ફસાયેલા 137 વિદ્યાર્થીઓની ઘર વાપસી, નવસારીમાં માસ કોરેન્ટાઇન કરાયા

author img

By

Published : May 31, 2020, 6:53 PM IST

વિદેશમાં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ લોકડાઉનને કારણે બંધ થયેલી ફલાઇટ્સને કારણે ફસાયા હતા. જેમને ભારત સરકાર વંદે ભારત મિશન હેઠળ ભારત લાવી છે. જેમાંથી ફિલિપીન્સ, ફ્રાન્સ. અને યુરોપના બેલરૂસથી આવેલા કુલ 137 વિદ્યાર્થીઓને નવસારીની હોસ્ટેલોમાં માસ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમની રવિવારે નવસારીના સાંસદ સહિત સ્થાનિક આગેવાનોએ મુલાકાત લઈ હાલચાલ પૂછયા હતા.

home of 137 students stranded abroad
વિદેશમાં ફસાયેલા 137 વિદ્યાર્થીઓની ઘર વાપસી

નવસારીઃ વિશ્વમાં ફેલાયેલી કોરોનાની મહામારીને કારણે ભારતથી વિદેશમાં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ લોકડાઉનને કારણે ફસાઈ ગયા હતા. ખાસ કરીને યુરોપ અને ફ્રાન્સમાં કોરોનાની સ્થિતિ વિકટ બનતા વિદ્યાર્થીઓના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. જેથી તેમના પરિવારજનોએ તેમને ભારત સરકારમાં રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઇ ભારત સરકાર દ્વારા ફિલિપીન્સ, ફ્રાન્સ અને યુરોપના બેલરૂસમાં ફસાયેલા 137 વિદ્યાર્થીઓને વંદે ભારત મિશન હેઠળ ભારત લવાયા છે.

mp c.r. patil
સાંસદ સી. આર. પાટીલે વિદ્યાર્થિનીની લીધી મુલાકાત

બેલારૂસમાં અંદાજે 40 હજાર લોકો કોરોના સંક્રમિત થયા છે અને ત્યાં લોકડાઉન પણ ન હોવાથી વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમિત થવાનો ડર હતો. પણ ભારતમાં લોકડાઉનને કારણે વિદ્યાર્થીઓ વતન આવી શક્યા ન હતા. પરંતુ ભારત સરકારે વંદે ભારત મિશન શરૂ કરતા વિદ્યાર્થીઓ વતન આવી શક્યા છે અને ઘરે આવવાની ખુશી પણ વ્યક્ત કરી રહ્યા છે.

mp c.r. patil
સાંસદ સી. આર. પાટીલે વિદ્યાર્થીઓની લીધી મુલાકાત
અલગ-અલગ ત્રણ દેશમાંથી ગત 26 મેના રોજ વિદ્યાર્થીઓ અમદાવાદ આવ્યા હતા અને તેમનું મેડિકલ પરિક્ષણ કરાયું હતું. જેમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ સુરતના છે, જેથી તમામ વિદ્યાર્થીઓને નવસારીના ઇટાળવા ગામ સ્થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં માસ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમની આજે રવિવારે નવસારીના સાંસદ સી. આર. પાટીલ સહિત જલાલપોર, ગણદેવી અને નવસારીના ધારાસભ્યો તેમજ અન્ય મહાનુભાવોએ મુલાકાત લીધી હતી અને તેમના હાલચાલ પૂછયા હતા.
વિદેશમાં ફસાયેલા 137 વિદ્યાર્થીઓની ઘર વાપસી, નવસારીમાં માસ કોરોન્ટાઇન કરાયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.