ETV Bharat / state

Navsari News: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરી પ્રદર્શન અને પરીસંવાદ યોજવામાં આવ્યો

author img

By

Published : May 26, 2023, 9:23 AM IST

Updated : May 26, 2023, 10:25 AM IST

નવસારી કૃષિ યુનિવર્સિટી, નાયબ બાગાયત વિભાગ અને અસ્પી બાગાયત મહાવિધયાલય તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં સંયુકત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કેરી પાક પરિસંવાદ અને કેરી પ્રદર્શન યોજાયો હતો. આ પ્રદર્શન અને પરિસંવાદમાં દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરી પ્રદર્શન અને પરીસંવાદ યોજવામાં આવ્યો
Etનવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરી પ્રદર્શન અને પરીસંવાદ યોજવામાં આવ્યોv Bharat

નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરી પ્રદર્શન અને પરીસંવાદ યોજવામાં આવ્યો

નવસારી: કૃષિ યુનિવર્સિટી, નાયબ બાગાયત વિભાગ અને અસ્પી બાગાયત મહાવિધયાલય તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં સંયુકત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કેરી પાક પરિસંવાદ અને કેરી પ્રદર્શન યોજાયો હતો. જેમાં બદલાતા વાતાવરણની સામે લુપ્ત થતી કેરીની દુર્લભ જાતોને ફરી નવું જીવનદાન મળે અને ખેડૂતો પોતાના ખેતરોમાં ફરીએ કેરીનું ઉત્પાદન કરતા થાય તે હેતુસર નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની દુર્લભ જાતો માટે હરીફાઈ અને પ્રદર્શન યોજવામાં આવ્યું આ પ્રદર્શન અને પરિસંવાદમાં દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ચિંતાનો વિષય: બદલાતા વાતાવરણને કારણે ખેતી કરતા ખેડૂતો માટે ખેતી કરવી હવે દિવસે અને દિવસે ચિંતાનો વિષય બનતો જાય છે. કારણ કે વાતાવરણની સીધી અસર પોતાના પાકો પર પડતી હોય છે. જેથી ખેડૂતે પર સિઝનમાં પણ પોતાનો પાક ગુમાવવાનો વારો આવતો હોય છે. હાલ કેરીની સીઝન ચાલતી હોય કેરી પાક પણ વાતાવરણને કારણે નુકસાનીથી બાકાત રહી શક્યો નથી. ત્યારે બદલાતા વાતાવરણની સામે ઝીંક ઝીલી શકે અને વિષમ પરિસ્થિતિમાં પણ ગુણવત્તા યુક્ત ઉત્પાદન આપી શકે. તે પ્રકારની કેરીની જાતને ખેડૂત અપનાવે અને તેવી કેરીનું વાવેતર કરે તે માટે નવસારી કૃષિ યુનિવર્સીટી ખાતે આંબા પાક પરિસંવાદમાં કેરી પ્રદર્શન સાથે હરીફાઈ યોજવામાં આવી હતી.

"નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા આંબા પાક પરિ સંવાદ અને હરીફાઈ નું પ્રદર્શન યોજાયું હતું જેમાં માં ખેડૂતોને ખાસ પ્રકારની માહિતી પણ આપવામાં આવી હતી. જેમાં બદલાતા વાતાવરણને કારણે ખેડૂતોએ કઈ દિશા તરફ વળવું જોઈએ. બદલાતા વાતાવરણની સામે કઈ કેરીની જાત ટકી શકે અને ખેડૂતોએ કઈ જાત અપનાવી જોઈએ તથા વહેલો પાક કઈ રીતે લઈ શકાય તથા વાતાવરણમાં ઉતાર ચઢાવવા આવે ત્યારે પાકને બચાવવા માટે કેવી કાળજી લેવી જોઈએ. તે પ્રકારની વિશેષ માહિતીઓ કૃષિ યુનિવર્સિટી દ્વારા આ પ્રદર્શનમાં ખેડૂતોને આપવામાં આવી હતી જેનાથી અમને ઘણું માર્ગદર્શન મળ્યું છે"--ભરત પટેલ (ચીખલી તાલુકાના ખેડૂત)

146 જેટલી કેરીના ફળો: આ કેરી પ્રદર્શનમાં દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને સૂરત જિલ્લાના ખેડૂતોએ ભાગ લીધો હતો. આ કેરી પ્રદર્શનમાં 146 જેટલી કેરીના ફળો મુકવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત સહિત નવસારી કૃષિ યુનિવર્સિટીમાં પોતીકી 91 કેરી અને વિદેશી બ્રાન્ડની આઠ કેરીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં સોનપરી, નિલફાન્ઝો, નિલેશાન, નીલેશ્વરી, કેસર, માયા, દુધપેંડો, બાટલી, કાળો હાફૂલ, બદામડી, સીંઘડી, રાજાપુરી, લંગડો,રૂસ, જમ્બો કેસર, સુવર્ણરેખા, પીટર, વલસાડી હાફુસ, બદામી, દાડમીયો, દશેરી, મલગોબા, નિલમ, પાયરી, સરદાર, તોતાપુર, આમ્રપાલી, રત્નાગીરી હાફૂસ, વનરાજ, બારમાસી જેવી વિવિધ પ્રકારોની કેરીઓ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.

કેરીની જાતો લુપ્ત: કલાયમેટ ચેઈન્જ સામે ટકી શકે એવી કેરીના ફળો મુકવામાં આવ્યા છે. જેમાં સોનપરી કેરી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રદર્શન નિહાળી કેરીની વિવધ જાતો એર્થે માર્ગદર્શન મેળવ્યું હતું. જ્યારે વિકસતા પરિવર્તન ની સામે ઘણી કેરીની જાતો લુપ્ત થઇ ગઇ છે. જેથી આ લુપ્ત થતી કેરીની જાતોને ફરી નવજીવન મળે અને ખેડૂતો ફરી આ પાકને વાવતા થાય તથા વહેલો પાક કઈ રીતે લઈ શકાય અને જ્યારે વાતાવરણમાં ઉતાર ચઢાવ આવે ત્યારે પાકને બચાવવા માટે કઈ કાળજી લેવી તેને લઈને કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી ખેડૂતોને માહિતી પણ આપવા માટે એક સેમીનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

  1. નવસારી વિજલપોર નગરપાલિકામાં નગરસેવકો અને ચીફ ઓફિસર વચ્ચે વિવાદ
  2. Navsari crime news: ચોરી કરી નાસી જનાર ગેંગસ્ટર જેમ્સ અલ્મેડાંનો નવસારી ટાઉન પોલીસે કબજો મેળવ્યો
  3. નવસારી જિલ્લામાં smc અને cid ક્રાઇમ ની ટીમોની મોટી રેડ 4.35 લાખનો દારૂ ઝડપી પાડ્યો
Last Updated :May 26, 2023, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.