ETV Bharat / state

નવસારીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત

author img

By

Published : Jul 6, 2020, 8:26 PM IST

હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેને લઇ નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત પવનની તેજગતિ સાથે તોતિંગ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા તેમજ શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.

navsari news
નવસારીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

નવસારી : હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સોમવારે મેઘરાજાએ બેટિંગ ચાલુ રાખી છે. જેમાં પણ પવનની તેજગતિ સાથે ગતરાતથી વહેલી સવાર દરમિયાન જિલ્લામાં ભારે વરસાદ પડતા તોતિંગ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. જ્યારે નવસારી અને વિજલપોર શહેરના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. સાથે જ વિજલપોરના નીંચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી હતી. હવામાન ખાતાની આગાહીને આધારે નવસારી જિલ્લામાં બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.

navsari news
ભારે વરસાદનેે કારણે જનજીવન પ્રભાવિત

ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. નવસારી શહેરના અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, જ્યારે વિજલપોરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા લોકોએ હેરાનગતિ વેઠવી પડી હતી. જો કે, બપોર બાદ મેઘો થોડો શાંત થતા લોકોએ રાહત અનુભવી હતી. રવિવારની રાત્રીથી ભારે પવન સાથે વરસતા વરસાદમાં નવસારી સહિત જિલ્લાના ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે.

navsari news
ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી

નવસારી-જલાલપોર માર્ગ પર વહેલી સવારે પડેલા વૃક્ષોને NDRFની ટીમે એક કલાકની જાહેમત બાદ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. જ્યારે કબીલપોર વિસ્તારની ઈશ્વર પાર્ક સોસાયટી નજીક પડેલા વૃક્ષને નવસારી ફાયરની ટીમે કાપીને ખસેડ્યું હતું. જ્યાં વીજ લાઈનને અસર થતા વીજ પુરવઠો સવારથી બપોર સુધી બંધ રહ્યો હતો. જલાલપોરના મરોલી પંથકમાં પણ રસ્તાની બાજુમાં આવેલું તોતિંગ વૃક્ષ પડી ગયું હતું. જો કે, તોતિંગ વૃક્ષો ધરાશાયી થવાના કારણે કોઈ જાનહાની થઇ નથી.

navsari news
વરસાદના કારણે વીજ પ્રવાહ ખોરવાયો

નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદમાં જલાલપોરમાં સવા ત્રણ ઇંચ, નવસારીમાં ત્રણ ઇંચ અને ચીખલીમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ખેરગામમાં બે ઇંચ, ગણદેવીમાં સવા ઇંચ અને વાંસદામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

નવસારીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

જિલ્લામાં ક્યા કેટલો વરસાદ

  • નવસારી - 72 MM
  • જલાલપોર - 80 MM
  • ગણદેવી - 34 MM
  • ચીખલી - 61 MM
  • વાંસદા - 14 MM
  • ખેરગામ - 46 MM
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.