ETV Bharat / state

ચોમાસામાં અંબિકામાં પુરની સ્થિતિ સર્જાતા બેટમાં ફેરવાતા ઘોલ ગામને મળ્યો પુલ

author img

By

Published : Jul 3, 2021, 9:29 PM IST

a
a

ચોમાસામાં અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા ગણદેવી તાલુકાનુ નાનુ એવુ ઘોલ ગામ બેટમાં ફેરવાઈને સંપર્ક વિહોણું થતુ હતુ. વર્ષોની માંગ બાદ ગામના પ્રવેશ નજીક અંબિકા નદી પર 4 કરોડના ખર્ચે તૈયાર થયેલા પુલનું શનિવારે નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરાયુ હતુ. ચોમાસાના પ્રારંભે પુલ કાર્યરત થતા ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી.

  • 4 કરોડના ખર્ચે અંબિકા નદી પર તૈયાર થયો પુલ
  • ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે થયુ લોકાર્પણ
  • પુલ બનતા ચોમાસામાં હેરાન થતા ગ્રામજનોમાં ખુશી

નવસારી: ચોમાસામાં ધોધમાર વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થાય છે, પરંતુ ઘણીવાર વરસાદ વધતા નદીઓ બંને કાંઠે થઈ પૂરની સ્થિતિ સર્જે છે. ગણદેવી તાલુકામાંથી પસાર થતી લોકમાતા અંબિકા નદીમાં પણ ચોમાસામાં પૂરની સ્થિતિ સર્જાતા, અંબિકા કિનારે વસેલુ ઘોલ ગામ બેટમાં ફેરવાઈને બીલીમોરા અને અમલસાડથી સંપર્ક વિહોણું થતુ હતુ. નદીમાં પૂરની સ્થિતિને કારણે ગ્રામજનોએ ગામથી બહાર આવન-જાવન કરવા માટે નાવડી અથવા હોડીનો ઉપયોગ કરવો પડતો હતો. ચોમાસાના 4 મહિના દરમિયાન વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને મોટી મુશ્કેલી વેઠવી પડતી હતી.

ઘોલ ગામમાં બન્યો પુલ

વર્ષોથી કરાઈ રહી છે અંબિકા નદી પર પુલની માગ

જ્યારે કોઈ બીમાર હોય અને ઈમરજન્સીમાં ગામ બહાર નીકળવું પડે ત્યારે પણ ગામલોકો તકલીફ વેઠતા હતા. ગામમાં જવાના મુખ્ય રસ્તા પાર અંબિકા નદી ઉપર પુલ બનાવવામાં આવે એવી માગ ગ્રામજનો વર્ષોથી કરી રહ્યા હતા. જે ગત વર્ષે સંતોષાતા ઘોલ ગામ જવાના મુખ્ય રસ્તા પર અંબિકા નદી ઉપર 4 કરોડ રૂપિયાના ખર્ચે 'મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના' હેઠળ પુલ બનાવવામાં આવ્યો છે. જેને નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે ગ્રામજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ઘોલ ગામને પુલ મળ્યો
ઘોલ ગામને પુલ મળ્યો

આ પણ વાંચો:વાટીના ગ્રામજનોની મજબૂરી : વર્ષો વિત્યા પણ અંબિકા નદી પર પુલ ન મળ્યો

ધારાસભ્ય કેસરીસિંહ સામે રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય - સી. આર. પાટીલ

પુલના નિર્માણથી ગ્રામજનોમાં પણ ખુશી જોવા મળી હતી. ચોમાસામાં પૂર આવે તો પણ વિદ્યાર્થીઓ, નોકરીયાતોને આવન-જાવનમાં મુશ્કેલી ન પડશે એનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો. ઘોલ ગામને અંબિકા નદી ઉપર પુલ મળતા વર્ષોની સમસ્યાનું નિરાકરણ આવ્યું હોવાનું સાંસદ સી. આર. પાટીલે જણાવ્યુ હતુ. જ્યારે જુગાર રમતા પકડાયેલા ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ મુદ્દે પૂછતા રિપોર્ટ મંગાવ્યો છે અને રીપોર્ટ આવ્યા બાદ પક્ષ નિર્ણય કરી કાર્યવાહી કરશેની વાત કરી હતી.

સી. આર.પાટીલે લીધી ગામની મૂલાકાત
સી. આર.પાટીલે લીધી ગામની મૂલાકાત

નવસારીના ગણદેવી અને ચીખલીમાં અંદાજે 25 કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા

ઘોલ ગામે નવનિર્મિત પુલના લોકાર્પણ સાથે સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલે પિંજરા ગ્રામ પંચાયતના નવા મકાનનું લોકાર્પણ કર્યુ હતુ. સાથે જ બીગરીથી ધોલાઈ બંદર સુધીના 6.50 કરોડના ખર્ચે તૈયાર થનારા માર્ગનું અને 5 કરોડના ખર્ચે તૈયાર થનારા 66 કે.વી. વીજ સ્ટેશન તથા 6.50 કરોડના ખર્ચે તૈયાર થનારા માછીયાવાસણથી કનેરાને જોડતા માર્ગનું પણ ખાતમુહૂર્ત કર્યુ હતુ.

સી. આર.પાટીલ
સી. આર.પાટીલે કર્યૂ લોકાર્પણ

આ પણ વાંચો:ખેડામાં મહી કેનાલનો પુલ ધરાશાયી

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ લોક સહયોગ સાથે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા

જ્યારે ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ સાથે જ સાંસદ પાટીલે કોરોનાની સંભવીત ત્રીજી લહેર સામે દક્ષિણ ગુજરાત લડવા માટે સક્ષમ હોવાનુ જણાવી, ગુજરાત અને ભારતભરમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ લોક સહયોગ સાથે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતુ. સાથે નવસારી સિવિલ હોસ્પિટલમાં ટૂંક સમયમાં PM કેર ફંડમાંથી પ્રતિ મિનિટ 1000 લીટર ઓક્સિજન જનરેટ કરી શકતા પ્લાન્ટને ક્રિયાન્વિત કરવાનું આશ્વાસન આપ્યુ હતુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.