ETV Bharat / state

વિજયના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ વિદાય

author img

By

Published : Apr 14, 2021, 10:12 PM IST

ભારતીય સેનામાં ફરજ બજાવતા ચીખલીના વાંઝણા ગામના જવાન વિજય પટેલનું બ્રેઇન કેન્સરને કારણે સારવાર દરમિયાન અવસાન થયુ હતુ. આજે બુધવારે આર્મીના પ્રોટોકોલ મુજબ તેમનો પાર્થિવ દેહ વાંઝણા લવાયો હતો. અહીં ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

વિજયના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ વિદાય
વિજયના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ વિદાય

  • ચીખલીના વાંઝણા ગામના આર્મી જવાનનું અવસાન
  • રાજસ્થાનમાં ફરજ નિભાવતા જવાન વિજયને થયું હતુ બ્રેઇન કેન્સર
  • બ્રેઇન કેન્સરની સારવાર દરમિયાન દિલ્હી એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ
  • મૃતદેહ આજે બુધવારે વાંઝણા આવ્યો

નવસારીઃ જિલ્લાના ચીખલી તાલુકાના વાંઝણા ગામે રહેતા 40 વર્ષિય વિજય ખાલપભાઈ પટેલ ભારતીય સેનામાં વર્ષ 2000માં જોડાયા હતા. જેમની પોસ્ટિંગ રાજસ્થાન સ્થિત 156 બટાલિયનમાં હતી. દેશ સેવામાં સમર્પિત વિજય પટેલને બ્રેઇન કેન્સર થતાં તેમને આર્મી દ્વારા દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.

જવાનના પાર્થિવ દેહને દિલ્હીથી સુરત સુધી પ્લેનમાં લાવવામાં આવ્યો
જવાનના પાર્થિવ દેહને દિલ્હીથી સુરત સુધી પ્લેનમાં લાવવામાં આવ્યો

આ પણ વાંચોઃ છત્તીસગઢમાં શહીદ થયેલા જવાનોના પરિવારને રૂપિયા 2,50,000ની શૌર્ય રાશી અર્પણ કરાશે

જવાનના પાર્થિવ દેહને દિલ્હીથી સુરત સુધી પ્લેનમાં લાવવામાં આવ્યો

જવાન વિજય પટેલના પાર્થિવ દેહને આર્મી દ્વારા પ્રોટોકોલ મુજબ દિલ્હીથી સુરત સુધી પ્લેનમાં લાવવામાં આવ્યો હતો. જ્યાંથી તિરંગામાં લપેટાયેલા પાર્થિવ દેહને આર્મી ટ્રકમાં તેમના ગામ વાંઝણા લવાયો હતો. અહીં પોલીસ દ્વારા જવાન વિજય પટેલને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી.

મૃતદેહ આજે બુધવારે વાંઝણા આવ્યો

આ પણ વાંચોઃ છત્તીસગઢ : પોલીસ અને નક્સલીઓ વચ્ચે ઘર્ષણમાં બે નક્સલ ઠાર, એક જવાન શહીદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.