ETV Bharat / state

Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાને લઈને નવસારીના 52 KMના દરિયાકિનારા પર એલર્ટ સાથે બંદોબસ્ત ગોઠવાયો

author img

By

Published : Jun 8, 2023, 5:03 PM IST

Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાને લઈને નવસારીના 52 KMના દરિયાકિનારા પર એલર્ટ સાથે બંદોબસ્ત
Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાને લઈને નવસારીના 52 KMના દરિયાકિનારા પર એલર્ટ સાથે બંદોબસ્ત

નવસારી જિલ્લા તંત્ર બિપરજોય વાવાઝોડાને પગલે એલર્ટ મોડ પર આવી ગયું છે. દરિયાઈ પટ્ટી પર આવેલા તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ નવસારીના 52 kmના દરિયાકિનારા પર એલર્ટ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

બિપરજોય વાવાઝોડાને પગલે નવસારી વહીવટી તંત્ર થયું એલર્ટ

નવસારી : ગુજરાતમાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને લઈને તમામ બંદરો પર એક નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે અને તંત્ર સજ્જ બન્યું છે, ત્યારે નવસારી જિલ્લા તંત્ર દ્વારા પણ સંભવિત વાવાઝોડાને લઈને કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તેને લઈને તકેદારી રાખવામાં આવી રહી છે. સાથે દરિયાઈ પટ્ટી પર આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

52 kmના દરિયાકિનારા પર એલર્ટ : હવામાન વિભાગની આગાહી ધ્યાને લઈ ગુજરાતના તમામ દરિયા કિનારાઓ પર લો પ્રેશરને કારણે ઉદભવેલા સંભવિત વાવાઝોડાની શક્યતા સાથે અતિભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે, ત્યારે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવસારીના 52 kmના દરિયાકિનારા પર એલર્ટ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

દરિયા કિનારે ન જવા અપીલ : ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં લોકોને દરિયા કિનારે ન જવા માટે અપીલ કરાય છે. નવસારી જિલ્લાના બીલીમોરાના માછીવાડ ધોલાઈ સહિતના વિસ્તારોમાં ખલાસીઓને દરિયામાં ખેડવા સૂચના અપાઈ છે. તમામ અધિકારીઓને પોતાનું હેડકવાટર ન છોડવા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ જે માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયા છે તેમને પણ પરત બોલાવવાની કામગીરી કરાઈ રહી છે.

ગામડાઓને એલર્ટ મોડ પર : નવસારીના ગણદેવી તાલુકાના દરિયાઈ પટ્ટા પર આવેલા ધોલાઈ, પૌસરી, બિગ્રી, માસા, મહેન્દ્ર ભાટ, મોવાસા, વાડી, માછીયા વાસણ, ભાગડ જેવા ગામોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે, જિલ્લા કલેકટર દ્વારા નવસારી જિલ્લા નાયબ કલેકટર અને તેમની ટીમ દ્વારા આ અંગે સતત મોનિટરિંગ કરીને સંભવિત વાવાઝોડાની પહેલા તમામ કામગીરીને આખરી ઓપ અપાયો છે.

  1. Monsoon Arrives in Kerala: કેરળમાં ચોમાસાની દસ્તક, 'બિપરજોય' વાવાઝોડાને કારણે ગુજરાતમાં 10-11 જૂને ભારે પવન સાથે વરસાદની શક્યતા
  2. Cyclone Biporjoy: સંભવિત બિપરજોય વાવાઝોડાને લઈ દ્વારકા વહીવટી તંત્ર એલર્ટ, તમામ કન્ટ્રોલ રૂમ 24 કલાક ચાલુ, શેલ્ટર હોમની વ્યવસ્થા કરાઈ
  3. Biporjoy Cyclone Update : દરિયાકાંઠે ફરતું બિપરજોય વાવાઝોડાને લઈને નવસારી તંત્ર એ લોકોને આપી સુચના
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.