ETV Bharat / state

ચુંટણી પહેલા થયા ખેડૂતો સરકારથી નારાજ, પાક નુકસાનની જાહેરાતને લઇને રોષ

author img

By

Published : Nov 8, 2022, 1:37 PM IST

Updated : Nov 8, 2022, 6:26 PM IST

વિધાનસભાની ચુંટણીને હવે બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે પહેલા ખેડૂતો નારાજ થયા જોવા મળ્યા છે. સરકાર દ્રારા હાલમાં જ જાહેર કરેલા પેકેજમાં જિલ્લાના કેળ સિવાયના તમામ પાકોને બિનપિયતના ગણતા અને વળતર ઘટતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે. અતિવૃષ્ટિનીના (Heavy rain conditions) કારણે ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

ચુંટણી પહેલા થયા ખેડૂતો સરકારથી નારાજ, પાક નુકસાનની જાહેરાતને લઇને રોષ
ચુંટણી પહેલા થયા ખેડૂતો સરકારથી નારાજ, પાક નુકસાનની જાહેરાતને લઇને રોષ

નવસારી ચોમાસામાં પડેલા ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિની (Heavy rain conditions) સ્થિતિ બની હતી. વરસાદ અને તેની સાથે નદીઓમાં આવેલા પુરને કારણે જિલ્લામાં ખેતી પાકોમાં મોટી નુકશાની જોવા મળી હતી. જેમાં સરકારે હાલમાં જ જાહેર કરેલા પેકેજમાં જિલ્લાના કેળ સિવાયના તમામ પાકોને બિનપિયતના ગણતા અને વળતર ઘટતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

ચુંટણી પહેલા થયા ખેડૂતો સરકારથી નારાજ, પાક નુકસાનની જાહેરાતને લઇને રોષ

નુકશાન થયુ નવસારી જિલ્લામાં ગત ચોમાસુ સારૂ રહ્યુ અને જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ થવાથી ડાંગર, શેરડી, શાકભાજી, બાગાયતી પાકોમાં આંબા અને ચીકુના વૃક્ષોને પણ નુકશાન થયુ હતુ. સારા પાકની આશાએ વાવેલા પાકોમાં વરસાદ અને ત્યારબાદ નદીઓમાં આવેલા પુરને કારણે પણ ખેડૂતોએ આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી હતી. તંત્ર દ્વારા તત્કાલ સર્વે પણ કરવામાં આવ્યો હતો. જ્યારે નવસારીની પુરની સ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રની ટીમ પણ બે દિવસ નવસારી આવી હતી.

રાહત પેકેજ અંદાજે 100 દિવસો બાદ સરકારે ખેતીમાં થયેલા નુકશાન માટે રાહત પેકેજ જાહેર કર્યુ છે. પરંતુ નવસારી જિલ્લામાં કેળ સિવાયના શેરડી, શાકભાજી અને બાગાયતી પાકો જે કહેવાય જેને પણ બિનપિયત ગણી પ્રતિ હેકટર 6800 રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. જેથી ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે.

નુક્શાનીમાં સરકાર ગત વર્ષોમાં ખેતી નુક્શાનીમાં સરકાર દ્વારા ઉક્ત પાકોને પિયતના પાકો ગણીને પ્રતિ હેકટરમાં શેરડીમાં રુપિયા 13500 અને બાગાયતી પાકોમાં 18000 રૂપિયાની સહાય ચૂકવી હતી. ત્યારે આ વર્ષે અતિવૃષ્ટિ અને પુરને કારણે જિલ્લાની 4 હજાર હેકટરથી વધુ જમીનમાં નુકશાનીનો સર્વે થયો છે. જેથી ખેડૂતો સરકાર અગાઉની સહાય મુજબ અથવા એનાથી વધારે વળતર ચૂકવે એવી આશા સાથે માંગ કરી રહ્યા છે.

Last Updated : Nov 8, 2022, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.