ETV Bharat / state

નવસારી કોરોના અપડેટ: 216 કોરોના પોઝિટિવ નોંધાયા

author img

By

Published : May 6, 2021, 12:20 PM IST

નવસારી જિલ્લામાં સતત વધી રહેલા કોરોના સંક્રમણમાં આજે રેકોર્ડ બ્રેક કેસો નોંધાયા છે. જિલ્લામાં 216 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જેની સાથે જ એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 1,193 પર પહોંચી છે. જ્યારે આજે આરોગ્ય વિભાગના ચોપડે વધુ 3 લોકોના મૃત્યુ નોંધાયા છે.

જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 1,193 પર પહોંચી
જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 1,193 પર પહોંચી

  • જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 1,193 પર પહોંચી
  • 128 દર્દીઓએ કોરોનાને હરાવતા રજા અપાઈ
  • આરોગ્ય વિભાગના ચોપડે આજે વધુ 3 લોકોના મોત
  • જિલ્લામાં અત્યાર સુધીમાં 3,276 લોકોએ કોરોનાને હરાવ્યો

નવસારી: જિલ્લામાં દિવસે-દિવસે કોરોનાના નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યો છે. એક દિવસ અગાઉ દોઢસો ને પાર થયેલો કોરોના આજે 200ને પાર થયો છે. જિલ્લામાં 5 મે ના રોજ 216 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેની સાથે જિલ્લામાં કુલ 1,193 એક્ટિવ કોરોના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ જિલ્લામાં આજે 128 લોકોએ કોરોનાને હરાવતા તેમને રજા આપવામાં આવી હતી. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે આજે વધુ 3 લોકોના મોત નોંધાયા છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં 3,276 લોકોએ કોરોનાને હરાવ્યો
જિલ્લામાં અત્યાર સુધીમાં 3,276 લોકોએ કોરોનાને હરાવ્યો

આ પણ વાંચો: નવસારી સિવિલના દર્દીઓ માટે RSSના યુવાનો બન્યા દેવદૂત

નવસારીમાં કુલ 4,593 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા

એપ્રિલ 2020થી નવસારીમાં કોરોનાનો પગપેસારો થયો હતો. શરૂઆતમાં પાપા પગલીએ ચાલેલો કોરોના હવે તેજ ગતિએ દોડી રહ્યો છે અને રોજના નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યો છે. જેને કારણે અત્યાર સુધીમાં નવસારી જિલ્લામાં કુલ 4,593 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેની સામે જિલ્લામાં કુલ 3,276 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 124 દર્દીના મોત નોંધાયા છે.

આ પણ વાંચો: નવસારીની ઓક્સિજનની સમસ્યા થઈ હળવી, જિલ્લાને બે દિવસથી મળી રહ્યો છે પૂરતો ઓક્સિજન

આજે ફરી રાજ્ય અને જિલ્લાના કોરોના પોઝિટિવ આંકડાઓમાં મળ્યો તફાવત

નવસારી જિલ્લા તંત્ર દ્વારા કોરોનાની બીજી લહેર શરૂ થતાની સાથે જ કોરોના પોઝિટિવ દર્દીઓના આંકડા છુપાવવામાં આવી રહ્યા હોય એવી ચર્ચાઓ ઉઠી હતી. જોકે તંત્ર દ્વારા ટેસ્ટના આધારે આવનારા દર્દીઓની સંખ્યા આપવામાં આવતી હોવાનો તર્ક રજૂ કરાયો હતો પરંતુ છેલ્લા થોડા દિવસોમાં નવસારી જિલ્લા તંત્ર દ્વારા અપાતા કોરોના પોઝિટિવ આંકડાઓ, રાજ્ય સરકાર દ્વારા જાહેર થતાં કોરોના પોઝિટિવ દર્દીઓના આંકડાથી ઓછા બતાવવામાં આવી રહ્યા છે.

આરોગ્ય વિભાગે 216 કોરોના પોઝિટિવ દર્દીઓની યાદી જાહેર કરી

જેમાં આજે બુધવારે પણ નવસારી જિલ્લા તંત્ર દ્વારા 139 કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો જાહેર કરાયો હતો પરંતુ રાજ્ય સરકારે 216 કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો જાહેર કરતા મોડી રાત્રે આરોગ્ય વિભાગે 216 કોરોના પોઝિટિવ દર્દીઓની યાદી જાહેર કરી હતી. જે આરોગ્ય વિભાગની કામગીરી ઉપર સવાલો ઊભા કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.