ETV Bharat / state

નર્મદા: રૂપિયા 370 કરોડના ખર્ચે કરજણ ડેમની પાઈપલાઈનના પ્રોજેકટ પર કામ શરુ

author img

By

Published : Dec 9, 2020, 3:45 PM IST

નર્મદા જિલ્લામાં બે મોટા ડેમ આવેલા છે. છતાં જિલ્લાના સાગબારા ડેડીયાપાડા તાલુકાના વિસ્તારોને પીવા કે સિંચાઈ માટે પાણી મળતું નથી. હાલમાં રૂપિયા 370 કરોડના ખર્ચે કરજણ ડેમ પાઈપલાઇન પ્રોજેકટની યોજનાથી કરજણ ડેમનું પાણી સિંધુ, નેત્રંગ અને વલસાડ જિલ્લાના માંગરોલ સુધી પહોંચાડવા માટે કામ શરૂ કરવામાં આવ્યું છે. જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

કરજણ ડેમ
કરજણ ડેમ

  • કરજણ ડેમની પાઈપલાઈનના પ્રોજેકટ પર કામ શરુ
  • રૂપિયા 370 કરોડના ખર્ચે ચાલી રહ્યું છે પાઈરલાઈનનું કામ
  • સિંધુ, નેત્રંગ અને વલસાડના માંગરોલ સુધી પાણી પહોંચાડવા માટે કામ શરૂ

નર્મદા: સાગબારા, ડેડીયાપાડા વિસ્તારોના લોકોની વર્ષોથી માગ છે કે, સિંચાઈ અને પીવાનું પાણી તેમને પૂરું પાડવામાં આવે. નર્મદા જિલ્લાના કરજણ ડેમનું પાણી જો બે જિલ્લાના 170 ગામો સુધી લઈ જવાતું હોઈ તો નર્મદાના સાગબારા અને ડેડીયાપાડાને પણ મળવું જોઈએ. જે માટે હાલ ભરૂચના સાંસદ દ્વારા સીએમ રૂપાણીને પણ પત્ર લખી ભરૂચના કેટલા વિસ્તારોને આજે પણ નર્મદાનું પાણી નથી મળતું જે મળવું જોઈએ તે અંગેનો પત્ર લખવામાં આવ્યો છે. સાગબારા, ડેડીયાપાડા વિસ્તારોના લોકોની પણ વર્ષોથી માગ છે કે, સિંચાઈ અને પીવાનું પાણી પૂરું તેમને પુરૂં પાડવામાં આવે. જે માટે BTPના જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષે પણ કરજણનું પહેલું પાણી ડેડીયાપાડા વિસ્તારને મળે તેવી ની માગ કરી છે. જો આમ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા પણની ચીમકી પણ ઉચ્ચારી છે.

રૂપિયા 370 કરોડના ખર્ચે કરજણ ડેમની પાઈપલાઈનના પ્રોજેકટ પર કામ શરુ


સાંસદ મનસુખ વસાવાએ કરી રજૂઆત

નર્મદા જિલ્લામાંથી લઈ જવાતું પાણી જે નર્મદાના માત્ર 4 ગામને મળશે. આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ પણ અનેક વાર સરકારને રજૂઆત કરી છે. આજે સાંસદે સાગબારા અને ડેડીયાપાડાના અંતરિયાળ ગામોમાં સિંચાઈ માટે પાણી માટે જે વિસ્તાર જંગલના સેન્ચુરી વિસ્તારમાં આવે છે. જ્યાં સરકારને રજૂઆત કરી થ્રી ફેઝ વીજલાઇન અથવા ડીઝલ પમ્પ દ્વારા ખેડૂતોને સિંચાઈની સુવિધા મળી રહે એ માટે રજૂઆત કરવાની વાત પણ કરી છે. જોકે હાલ તો કરજણ વાળી પાઇપલાઇન પ્રોજેકટના કામનો વિરોધ ઉઠ્યો છે. જો આ પ્રોજેક્ટનું પાણી નર્મદાના ગામોને નહીં મળે તો BTP અને ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.