ETV Bharat / state

મનસુખ વસાવાએ છોટુ વસાવાની રંગ બદલતા કાંચીડા સાથે સરખામણી કરી

author img

By

Published : Feb 25, 2021, 5:01 PM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નેતાઓ બેફામ બોલી રહ્યા છે. ડેડીયાપાડાના નવાગામે ભાજપે જાહેર સભા યોજી હતી. જેમાં ભરૂચ સાંસદે BTPના છોટું વસાવા અને મહેશ વસાવા પર પ્રહાર કર્યાં હતા. અગાઉ સાંસદ મનસુખ વસાવાએ છોટુ વસાવાને મચ્છર કહી સંબોધન કર્યું હતું. જેની સામે છોટુ વસાવાએ સાંસદને ભાજપનો પોપટ કહ્યું હતું.

આદિવાસી નેતાઓ વચ્ચે વાક્ યુદ્ધ યથાવત
આદિવાસી નેતાઓ વચ્ચે વાક્ યુદ્ધ યથાવત

  • બંને નેતાઓમાં વાક્ યુદ્ધ
  • પાર્ટીના નિશાન પર કર્યો કટાક્ષ
  • BTP પર થયા આકરા પ્રહારો

નર્મદા: મનસુખ વસાવાએ ફરીથી છોટુ વસાવાને રંગ બદલતા કાંચીડા સાથે સરખામણી કરતા કહ્યું કે, જેમ ચોમાસામાં જે કાચીડો રંગ બદલે તેમ આ લોકો પાર્ટીઓના રંગ બદલે છે. સાથે BTP પાર્ટીનું નિશાન ઘંટી છે. તે પર કટાક્ષ કરતા મનસુખ વસાવાએ કહ્યું કે, આજે આ ઘંટી કોઈ વાપરતું નથી. આજે ઇલેક્ટ્રોનિક ઘંટીનો જમાનો છે પણ આ લોકો આદિવાસીને આગળ લાવવા માગે કે આદિવાસીને પાછળ પથ્થર યુગમાં લઈ જવા માંગે છે.

આદિવાસી નેતાઓ વચ્ચે વાક્ યુદ્ધ યથાવત

આ લોકો ગામડાઓમાં કહે છે, વોટ આપવા જાવ તો રસી મુકવામાં આવશે-આ માત્ર અફવા છે. આગામી વિધાનસભામાં તેઓ ઘર ભેગા થશે. બે માંથી એક રહેશે છોટુભાઈની ઉંમર થઈ એટલે તેને ઘરે જવાનું છે તેમ સાંસદે કહી બીટીપી પર આકરા પ્રહારો કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.