ETV Bharat / state

નર્મદાના પોલીસે લોકડાઉનનો ભંગ કરનારાને ગુલાબનું ફૂલ આપી નિયમનું પાલન કરાવ્યું

author img

By

Published : May 17, 2020, 7:23 PM IST

નર્મદા જિલ્લાના પોલીસ અધિકારીએ સરકારના નિયમોની અવગણના કરનારા સામે કડકાઇથી વર્તવાની જગ્યાએ ગુલાબનું ફૂલ આપી સરકારના નિયમોનું પાલન કરવાની શીખ આપી હતી.

નર્મદાના પોલીસે લોકડાઉનના નિયમનો ભંગ કરનારાને ગુલાબનું ફૂલ આપી નિયમનું પાલન કરાવ્યું
નર્મદાના પોલીસે લોકડાઉનના નિયમનો ભંગ કરનારાને ગુલાબનું ફૂલ આપી નિયમનું પાલન કરાવ્યું

નર્મદાઃ હાલ કોરોનાનો કેહેર વધી રહ્યો છે. સાથે સાથે લોકડાઉન પણ અમલી બનાવ્યું છે. પણ આવનારા સમયમાં લોકડાઉન હળવું કરાશે. સંક્રમણથી બચવા માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને સેનેટાઈઝર સાથે રાખવા સહિતના નિયમોનું સખ્ત પણે પાલન કરવા પણ સરકારે જણાવ્યું છે.

હવે આ નિયમોનું જે પાલન નથી કરતા એની સામે પોલીસ સખ્તાઈ પણ વર્તે છે. એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.પણ જો લોકો સાથે સખ્તાઈ વર્તવામાં આવે તો એવા લોકોને એક સમયે પોલિસની અને કાયદાની બિલકુલ બીક રહેતી નથી.

નર્મદાના પોલીસે લોકડાઉનના નિયમનો ભંગ કરનારાને ગુલાબનું ફૂલ આપી નિયમનું પાલન કરાવ્યું
નર્મદાના પોલીસે લોકડાઉનના નિયમનો ભંગ કરનારાને ગુલાબનું ફૂલ આપી નિયમનું પાલન કરાવ્યું

નર્મદા જિલ્લાના પોલીસ અધિકારીએ સરકારના નિયમોની અવગણના કરનારા સામે કડકાઇથી વર્તવાની જગ્યાએ ગુલાબનું ફૂલ આપી સરકારના નિયમોનું પાલન કરવાની શીખ આપી હતી. નર્મદા જિલ્લા પોલીસના PSI કે.કે.પાઠકે નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. પોઇચા બ્રિજ ખાતે પોતાની ફરજ દરમિયાનએ તમામ વાહનોમાં ચેકીંગ કરતા હતા.

નર્મદાના પોલીસે લોકડાઉનના નિયમનો ભંગ કરનારાને ગુલાબનું ફૂલ આપી નિયમનું પાલન કરાવ્યું
નર્મદાના પોલીસે લોકડાઉનના નિયમનો ભંગ કરનારાને ગુલાબનું ફૂલ આપી નિયમનું પાલન કરાવ્યું

જેણે પણ માસ્ક ન પેહેર્યું હોય એને ગુલાબનું ફૂલ આપી માસ્ક પહેરવાની સલાહ આપતા હતા, સાથે સાથે ગરમીમાં ઠંડક મળેએ માટે લોકોને તડબૂચ પણ આપ્યા હતા. એમનું કહેવું છે કે હાલ લોકોના મનમાં પોલિસનો ડર રહેલો છે, આમ કરાવાથી લોકોના મનમાં પોલીસનો ડર નહિ રહે, પણ તેઓ પોલિસનો આદર પણ કરશે અને સરકારના નિયમોનું પાલન પણ કરતા થશે.

નર્મદા જિલ્લા પોલીસ અધિકારીનો આવો નવતર અભિગમ હાલ લોકોમાં અને ખાસ કરીને પોલિસ બેડામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.