ETV Bharat / state

ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, જુઓ ડ્રોન વીડિયો

author img

By

Published : Jul 3, 2020, 5:03 PM IST

ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાની પ્રકૃતિ સોળે કળા એ ખીલીઉઠે છે અને ધરતી માટે જાણે લીલીછમ ચાદર ઓઢીદીધી હોય તેવું દ્રશ્ય તો સર્જાય જ છે. પરંતુ નદી અને નાળા છલકાવવાથી સૌંદર્યમાં ઓર વધારો થાય છે. વળી જિલ્લામાં આવેલા કુદરતી ધોધ નિનાઈ અને ઝરવાણી જિલ્લાની ઓળખ પણ બન્યા છે અને સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પણ એક સૌંદર્ય માં વધારો થયો છે. જોકે હાલ કોરોના મહામારીને કારણે પ્રવાસીઓ માટે બંધ પણ કુદરતના ખોલે નર્મદા લીલુછમ બન્યું છે.

ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, જૂઓ ડ્રોન વીડિયો
ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, જૂઓ ડ્રોન વીડિયો

નર્મદાઃ ગુજરાતનો નાનકડો વનવાસી જિલ્લો એટલે નર્મદા જિલ્લોએ જ્યાં સૌથી વધુ અને મોટો વન વિસ્તારો આવેલા છે. સાતપુડા અને વિધ્યાનચલની ગિરીમાળાઓ આ ચોમાસાની ઋતુ આ સોળે કળાએ ખીલી ઉઠે છે અને જેને કારણે જ ગુજરાત ના કાશ્મીરનું ઉપનામ નર્મદા જિલ્લાને મળ્યું છે નર્મદા જિલામાં આવેલા ઝરવાની અને નિનાઈ ધોધ તો ખુબજ પ્રખ્યાત છે. પરંતુ ખુબજ સૌંદર્ય ઠરાવતા અન્ય ધોધ પણ છે સાતપૂળાની ગીરીકંદરાઓ ખલખળ વહેતી નદી ઝરણા અને વન આચ્છદીત કુદરતી પ્રકુતિને કારણે નર્મદા જિલ્લાને મીની કાશ્મીર નું બિરૂદ મળ્યું છે.

ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, જૂઓ ડ્રોન વીડિયો

નર્મદા જિલ્લાનું પ્રાકૃતિક સૌન્દર્ય ખુબજ છે અને જ્યારે ચોમાસાની ઋુતુમાં નર્મદા જિલ્લાનું સૌન્દર્ય અનેક ગણું વધી જાય છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું છે, ત્યારે તેને જોવા 1 વર્ષમાં 38 લાખ પ્રવાસીઓ આવી ચુક્યા છે.

ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી
ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

ચોમાસાની મોસમમાં હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજૂબાજૂમાં નર્મદા ડેમમાં પાણીની આવકને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં પાણી ભરાતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. હાલ છેલ્લા 3 મહિનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. પણ ETV BHARATના માધ્યમથી અમારા દર્શકોને ખાસ સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યો બતાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.