ETV Bharat / state

સરદાર સરોવર નર્મદા ડેમ 136.17 મીટરની ઐતિહાસિક સપાટી પર

author img

By

Published : Sep 8, 2019, 5:13 PM IST

narmada dam

નર્મદાઃ રાજ્યમાં ભારે વરસાદ થતાં 8 સપ્ટેમ્બરના રોજ સરદાર સરોવર નર્મદા ડેમની સૌ પ્રથમવાર 136.17 મીટરની ઐતિહાસિક જળ સપાટી નોંધાઈ હતી. જેથી નર્મદા ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે. સારા વરસાદના પગલે ઉપરવાસમાંથી પાણી આવતા નર્મદા ડેમમાં 4,40,289 ક્યુસેક પાણીના ઈનફ્લો સામે 3,20,819 ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો હતો.

9 ઓગષ્ટ 2019ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ વખત ખોલાયા હતાં, ત્યારથી નર્મદા ડેમ સાઈટના રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે આજ દિવસ સુધી સતત 6 યુનિટ વિજ ઉત્પાદન કરી રહ્યા છે, ત્યારે આજે 8 મી સપ્ટેમ્બર સુધી સવારે 8 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા 27,504 મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે.

સરદાર સરોવર નર્મદા ડેમ 136.17 મીટરની ઐતિહાસિક સપાટી પર

જ્યારે C.H.P.H કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ 50 મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં 24 કલાક દરમિયાન 4,580 મેગાવોટનું વિજ ઉત્પાદન નોંધાયુ છે, ત્યારે આજે ETV BHARAT સાથે નર્મદા નિગમના ચીફ ઈજેનર પી.સી.વ્યાસે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલ ડેમની સપાટી 136.17 મીટર છે. જે આટલા વર્ષોમાં ઐતિહાસિક સપાટી પર છે અને સરકાર દ્વારા પણ 138.68 મીટરની મહત્તમ સપાટી છે. જ્યાં સુધી જ ડેમ ભરવામાં આવશે, ત્યારે આગામી સમયમાં ગુજરાતને ચોક્કસ ફાયદો થશે.

Intro:aproal bay-day plan ma paas

કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ ચોમાસાની મોસમમાં 8 સપ્ટેમ્બર રોજ નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 136.17 મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હતી. નર્મદા ડેમના 12 દરવાજા ખોલાયા છે હાલ ડેમ એની ઐતિહાસિક સપાટી પર કરી ગયો છે આટલા વર્ષો માં પ્રથમ વાર નર્મદા ડેમેં 136.17 મીટર ની સપાટી પાર કરતા ગુજરાત માટે એક સારા સમાચાર કહેવાય ત્યારે ઉપરવાસ માંથી નર્મદા ડેમમાં 4,40,289 ક્યુસેક પાણીના ઇનફલો સામે 3,20,819 ક્યુસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો.

Body:તા. ૯ મી ઓગષ્ટ, ૨૦૧૯ ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે ૬ યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે અને આજે તા. 8 મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ સવારના ૮:00 વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૭,૫૦૪ મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે.Conclusion:જ્યારે C.H.P.H  કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ ૫૦ મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૪૫૮૦ મેગાવોટનું વિજ ઉત્પાદન નોંધાયેલ છે ત્યારે આજે  ઈટીવી ભારત  સાથે નર્મદા નિગમ ના ચીફ ઈજેનર પી સી વ્યાસ સાથે વાતમાં જેવોએ જણાવ્યું હતું કે હાલ ડેમ ની 136.17 મીટર સપાટી જે આટલા વર્ષો માં ઐતિહાસિક સપાટી છે અને સરકાર દ્વારા પણ જે 138.68 મીટર જે ડેમ ની મહત્તમ સંપત્તિ છે જ્યાં સુધી ડેમ ભરવામાં આવશે ત્યારે આવનારા સમય માં ગુજરાત ને ચોક્કસ ફાયદો થશે 
બાઈટ - 1 ટુ  1 છે (પી સી વ્યાસ। ... નર્મદા નિગમ ના ચીફ ઈજેનર) 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.