ETV Bharat / state

દિવાળી વેકેશનનો રેકોર્ડ આ વર્ષે ટૂટી ગયો, નવા વર્ષની ઉજવણી માટે કેવડિયા એકતા નગરી હોટ ફેવરિટ

author img

By

Published : Dec 31, 2022, 9:36 PM IST

દિવાળી વેકેશનનો રેકોર્ડ આ વર્ષે ટૂટી ગયો, નવા વર્ષની ઉજવણી માટે કેવડિયા એકતા નગરી હોટ ફેવરિટ
દિવાળી વેકેશનનો રેકોર્ડ આ વર્ષે ટૂટી ગયો, નવા વર્ષની ઉજવણી માટે કેવડિયા એકતા નગરી હોટ ફેવરિટ

કેવડિયામાં નવા વર્ષની ઉજવણીને (New Year Celebration in Kevadia )લઇ લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. કેવડિયા એકતા નગરી હોટ ફેવરિટ (Ekta Nagri Hot Favorite Destination ) બની છે. નાતાલથી 31 ડિસેમ્બર સુધીમાં 5 લાખ લોકો નોંધાયા છે. પ્રવાસીઓનો આટલો વધુ ધસારો પ્રથમવાર (Welcome 2023 )જોવા મળી રહ્યો છે. દિવાળી વેકેશનનો પણ રેકોર્ડ આ વર્ષે ટૂટી ગયો છે.

રોજના 40 થી 50 હજાર પ્રવાસીઓ આવતા સ્થાનિકોને મોટી રોજગારી મળી રહી છે

કેવડિયા નવા વર્ષની ઉજવણીને (New Year Celebration in Kevadia )લઈને પ્રવાસીઓ માટે કેવડિયા એકતા નગરી હોટ ફેવરિટ બન્યું છે. નાતાલની રજાથી લઇને 31 ડિસેમ્બર સુધીમાં 5 લાખ (Ekta Nagri Hot Favorite Destination )લોકો નોંધાયા છે. ત્યારે દિવાળી વેકેશનનો પણ રેકોર્ડ આ વર્ષે તૂટ્યો છે. એમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ કેવડિયા એકતા નગરીમાં હાલ નોંધાયા છે. પ્રવાસીઓની આવકને લઈને આ નવા વર્ષમાં(Welcome 2023 ) સ્થાનિકો રોજગારી વધુ મળતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી.

આ પણ વાંચો PM મોદી કેવડિયા ખાતે મિશન લાઈફ કરશે લોન્ચ, UN મહાસચિવ ભાગ લે તેવી પહેલી ઘટના

સ્થાનિકોને રોજગારી પણ મળી 31 ઓક્ટોબર 2018 માં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું ત્યારથી આ ચાર વર્ષમાં 1કરોડથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે. દેશ અને દુનિયામાં વિશ્વ્ ફલક પર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ રોશન થયું છે. ત્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીંયા (Ekta Nagri Hot Favorite Destination )આવી રહ્યા છે. 31 ડિસેમ્બરની ઉજવણી કરવા પ્રવાસીઓએ તમામ હોટલો ટેન્ટ સીટી હોમ સ્ટે જેવા રહેવાના તમામ સ્થળો ફૂલ બુકીંગ થઇ ગયા છે. જોકે આ હોટલો ટેન્ટસિટી માં 31 ડિસેમ્બરની ઉજવણી માટે હોટલ મેનેજમેન્ટ દ્વારા સ્પેશિયલ ગાલા ડિનર , ડી જે પાર્ટી પણ ગોઠવવામાં આવ્યા છે. આ હોટલો ટેન્ટ સીટી આવવાને કારણે અહીંના સ્થાનિકોને રોજગારી પણ મળી છે.

આ પણ વાંચો Jungle safari Kevadia: કેવડિયા જંગલ સફારી પાર્કમાં અલ્પાકા લાંબા પ્રાણીઓએ બચ્ચાને જન્મ આપ્યો

આજે પુરી રાત ડાન્સ ડિનર પાર્ટીમાં મોજ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં નાતાલ અને 31 ડિસેમ્બરના રોજ રાત્રીના 2022ના વર્ષને ગુડબાય કહેવા અને નવા વર્ષને વેલકમ (Welcome 2023 ) કહેવા આ બે દિવસની રાત્રીના 50 હજારથી વધુ પ્રવાસીઓ રાત્રી રોકાણ નર્મદા (Ekta Nagri Hot Favorite Destination )જિલ્લામાં કર્યું છે. એટલે એકતા ક્રુઝ બોટ, ટેન્ટસિટીઓ અને હેટેલોમાં ડિનર પાર્ટીઓ, ગાલા ડિનર સંગીત, રમત ગિફ્ટ સહીત સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેને લઈને પ્રવાસીઓમાં આકર્ષણ વધ્યું છે. પ્રવાસીઓ આજે પુરી રાત ડાન્સ ડિનર પાર્ટીમાં મોજ કરશે. ત્યારે પ્રવાસીઓ માટે SOU હોટ ફેવરિટ બન્યું છે. આ પાંચ વર્ષ એક કરોડ પ્રવાસીઓ આવી ચુક્યા છે હાલ ડિસેમ્બર મહિનો પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બન્યો છે. જેને લઈ રોજના 40 થી 50 હજાર પ્રવાસીઓ આવતા સ્થાનિકોને મોટી રોજગારી મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.