ETV Bharat / state

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખનો ખોટો વીડિયો વાઇરલ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

author img

By

Published : Dec 13, 2020, 5:15 PM IST

નર્મદા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, મહામંત્રી નીલરાવ, ગુજકોમાસોલ ચેરમેન સુનિલ પટેલને બદનામ કરતો એક જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વાઇરલ વીડિયો મામલે એક યુ ટ્યુબ વેબ ચેનલે ગંભીર ખોટા આક્ષેપો સાથેના તથ્યહીન સમાચાર પ્રસિદ્ધ કરતા નર્મદા જિલ્લા ભાજપ સંગઠને તે ચેનલ વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી છે.

narmada
નર્મદા

  • નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખનો ખોટો વીડિયો વાઇરલ
  • ભાજપ પ્રશિક્ષણ વર્ગનો ભજન કરતા હોવાનો છે આ વીડિયો
  • રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

નર્મદા : જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, મહામંત્રી નીલ રાવ, ગુજકોમાસોલ ચેરમેન સુનિલ પટેલને બદનામ કરતો એક જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વાઇરલ વીડિયો મામલે એક યુ ટ્યુબ વેબ ચેનલે ગંભીર ખોટા આક્ષેપો સાથેના તથ્યહીન સમાચાર પ્રસિદ્ધ કરતા નર્મદા જિલ્લા ભાજપ સંગઠને તે ચેનલ વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી છે.

વાઇરલ વીડિયો

છેલ્લાં 5-7 દિવસથી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા અગલ અલગ લખાણ કરી વીડિયો વાઇરલ

નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નીલરાવે પોતાની લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, વર્ષ 2016 માં ભાજપ પ્રશિક્ષણ વર્ગનો ભજન કરતા વીડિયોને અલગ રીતે પ્રસ્તૃત કરી છેલ્લાં 5-7 દિવસથી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા એકતા ગ્રૃપ, આદિવાસી યુથ પાવર, પ્રોગ્રેસીવ ફાર્મર સોમનાથ, ખેડૂત પ્રગતિ પેનલ, ગ્રામ સમાજ, નર્મદા, જય શ્રી રામ, માય જાન તથા આમલેથા જેવા અલગ અલગ વોટ્સ એપ ગૃપોમાં તથ્ય વિહીન લખાણ લખી વાઇરલ કર્યો છે.

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખનો ખોટો વીડિયો વાઇરલ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હારી જવાની બીકને કારણે આવા વીડિયો વાઇરલ કરવાનું કૃત્ય કર્યું : ભાજપ પ્રમુખ

આ સાથે યુ ટ્યુબ વેબ ચેનલ દ્વારા એ વીડિયોને અલગ રીતે દર્શાવી ગંભીર આક્ષેપો સાથે સમાચાર પ્રસિદ્ધ કરી અમારી પાર્ટી, પાર્ટીના નેતાઓ તથા અમને બદનામ કરવાનું કૃત્ય કર્યું છે. જે બાબતે આજે ભાજપના જિલ્લા પ્રમુખ દ્વારા એક પ્રેસ કોન્ફ્રરન્સ યોજવામાં આવી હતી. જેમાં એમને જણાવ્યું હતું કે, જિલ્લામાં પ્રમુખની વરણી કરતા હવે તમામ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હારી જવાની બીકને કારણે આવા વીડિયો વાઇરલ કરવાનું કૃત્ય કર્યું છે. જે બાબતે અમે રાજપીપળા પોલીસ સ્ટેશને ફરિયાદ પણ નોંધાવી છે. જે લોકોએ આ કૃત્ય કર્યું છે, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.