75 જેટલા યુનિક આઇકોન સ્થળોમાંથી સૌથી આકર્ષણનું સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું

author img

By

Published : Jun 21, 2022, 3:06 PM IST

75 જેટલા યુનિક આઇકોન સ્થળોમાંથી સૌથી આકર્ષણનું સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું

આઝાદીના 75 માં અમૃત મહોત્સવ નિમિતે 21 જુન ના રોજ ‘વિશ્વ યોગ દિવસ’ ને (International Yoga Day 2022) વિરાટ અને વિસ્તૃત રીતે દરેક ગામમાં અને શહેરોમા યોગને લગતા વિવિધ કાર્યક્રમોનું વિશાળ આયોજન તમામ જિલ્લા કક્ષાએથી કરવામાં આવ્યું છે. જેમાં 75 જેટલા યુનિક આઇકોન સ્થળો પર યોગ કરવામાં આવ્યું જેમાંથી સૌથી આકર્ષણ નું સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું હતું.

નર્મદા: ‘વિશ્વ યોગ દિવસ’ ને (International Yoga Day 2022) વિરાટ અને વિસ્તૃત રીતે દરેક ગામમાં અને શહેરોમા યોગને લગતા વિવિધ કાર્યક્રમોનું વિશાળ આયોજન તમામ જિલ્લા કક્ષાએથી કરવામાં આવ્યું છે. 75 જેટલા યુનિક આઇકોન સ્થળો પર યોગ કરવામાં આવ્યું જેમાંથી સૌથી આકર્ષણનું સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું હતું.

75 જેટલા યુનિક આઇકોન સ્થળોમાંથી સૌથી આકર્ષણનું સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું

આ પણ વાંચો: PM મોદીએ મૈસુર ખાતે યોગ દિવસની ઉજવણી કરી, કહ્યું - "યોગ સમાજમાં શાંતિ લાવે છે"

યોગસાધના કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા : રાજ્ય સરકાર અને SOU સત્તા મંડળ દ્વારા ગુજરાતી ફિલ્મના કલાકારો, ગાયક કલાકારો ને એક સેલિબ્રિટી તરીકે બોલાવવામાં આવ્યા હતા. જેમાં ઇડરના ધારાસભ્ય અને પ્રખ્યાત ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયા, ગુજરાતી ફિલ્મ અભિનેત્રી યુક્તિ રાંદેરીયા,લોક ગાયિકા કિંજલ દવે, ગાયક આદિત્ય ગઢવી પણ યોગસાધના કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

યોગ કરીને ધન્યતા અનુભવી : સાથે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા અને માર્ગમકાન પ્રધાન પુરણેશ મોદી સહિત સ્થાનિક નેતાઓ, સાંસદો વિવિધ સંસ્થાઓ, યુવાઓ, યુવતીઓ, અધિકારીઓ અને કર્મચારીઓએ પણ હાજર રહી યોગ કર્યા હતા. અંદાજીત 3800 થી વધુ લોકોએ sou વિસ્તારમાં યોગ કર્યા હતા. ફિલ્મ કલાકારો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવીને યોગ કરી ધન્યતા અનુભવીની વાત કરી હતી. જ્યારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ કહ્યું કે, યોગથી કોરોનામાં ખૂબ રાહતમળી છે. એટલા માટે યોગ કરવો જરૂરી છે.

આ પણ વાંચો: ITBP ના હિમવિરો દ્વારા 17,000 ફુટની ઉંચાઈએ યોગાસન, જૂઓ વીડિયો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.