PM મોદીએ મૈસુર ખાતે યોગ દિવસની ઉજવણી કરી, કહ્યું - "યોગ સમાજમાં શાંતિ લાવે છે"

author img

By

Published : Jun 21, 2022, 7:59 AM IST

Updated : Jun 21, 2022, 10:05 AM IST

PM's Yoga Day event at Mysuru

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Pm Modi Yoga Day) મૌસુરુના પેલેસ મેદાનમાં 8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (international Yoga Day 2022) નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં લગભગ 15000 લોકોએ વડાપ્રધાન સાથે યોગાસન કર્યા હતા. યોગ શરૂ કરતા પહેલા કાર્યક્રમમાં હાજર લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર દેશ અને દુનિયાને શુભેચ્છા પાઠવી હતી.

મૈસુર, કર્ણાટક: વિશ્વમાં આજે 21 જૂને 8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (international Yoga Day 2022) ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Pm Modi Yoga Day) પણ કર્ણાટકના મૈસુર ખાતે યોગ દિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે દેશવાસીયોને શુભેચ્છાઓ આપતા કહ્યું કે, "યોગ સમાજમાં શાંતિ લાવે છે."

PM મોદીએ મૈસુર ખાતે યોગ દિવસની ઉજવણી કરી

PM એ શુભેચ્છા આપી : કર્ણાટકના હેરિટેજ સિટી મૈસૂરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના મુખ્ય કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "હું આ 8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર બધાને શુભેચ્છા પાઠવું છું. આજે વિશ્વના તમામ ભાગોમાં યોગનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. યોગ આપણા માટે શાંતિ લાવે છે. યોગથી મળેલી શાંતિ માત્ર વ્યક્તિઓને જ નહીં, પરંતુ તે આપણા રાષ્ટ્રો અને વિશ્વમાં શાંતિ લાવે છે."

આ પણ વાંચો : શું તમે જાણો છો શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ યોગ દિવસ ?

માનવતા માટે યોગ : વડાપ્રધાને મોદીએ (Modi Leads Celebration Yoga day) કહ્યું કે, "યોગ કોઈ એક વ્યક્તિ માટે જ નથી, પરંતુ સમગ્ર માનવતા માટે (Yoga for Humanity) છે. આ જ કારણ છે કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ 'માનવતા માટે યોગ' છે." આ ઉપરાંત, તેમણે વધુમાં કહ્યું કે, "આ આખું બ્રહ્માંડ આપણા પોતાના શરીર અને આત્માથી શરૂ થાય છે. બ્રહ્માંડ આપણાથી શરૂ થાય છે અને યોગ આપણને આપણી અંદરની દરેક વસ્તુ વિશે સભાન બનાવે છે અને જાગૃતિની ભાવના બનાવે છે."

આ પણ વાંચો : ITBP ના હિમવિરો દ્વારા 17,000 ફુટની ઉંચાઈએ યોગાસન, જૂઓ વીડિયો...

યોગ દ્વારા એકતાની ભાવનાને પ્રોત્સાહન : વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ વર્ષે ઉજવણીની થીમ "માનવતા માટે યોગ" છે. થીમ ખૂબ વિચાર-વિમર્શ/પરામર્શ પછી પસંદ કરવામાં આવી છે અને તે યોગ્ય રીતે દર્શાવે છે કે, કોવિડ-19 મહામારીની પીક દરમિયાન, યોગે માનવતાની વેદનાઓને દૂર કરવામાં અને કોવિડ પછીના ઉભરતા ભૌગોલિક-રાજકીય પરિદ્રશ્યમાં પણ કેવી રીતે સેવા કરી, તે લાવશે. લોકો કરુણા, દયા દ્વારા સાથે મળીને, એકતાની ભાવનાને પ્રોત્સાહન આપે છે અને વિશ્વભરના લોકોમાં સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરે છે.

Last Updated :Jun 21, 2022, 10:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.