ETV Bharat / state

CM launches Narmada Website: CM ભૂપેન્દ્ર પટેલે નર્મદા આરતી વેબસાઈટનું ઈ-લોકાર્પણ કર્યું

author img

By

Published : Feb 25, 2022, 2:55 PM IST

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ નર્મદા મહાઆરતીમાં વર્ચ્યૂઅલી ઉપસ્થિત (CM Bhupendra Patel attends Narmada Aarti) રહ્યાં હતાં. સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતાનગર ખાતે નર્મદા નદીની મહાઆરતી યોજાઈ (Narmada river at Statue of Unity Ektanagar) હતી. આ સાથે જ મુખ્યપ્રધાને નર્મદા આરતીની વેબસાઈટનું (CM launches Narmada Website) ઈ-લોકાર્પણ કર્યું હતું.

CM launches Narmada Website: CM ભૂપેન્દ્ર પટેલે નર્મદા આરતી વેબસાઈટનું ઈ-લોકાર્પણ કર્યું
CM launches Narmada Website: CM ભૂપેન્દ્ર પટેલે નર્મદા આરતી વેબસાઈટનું ઈ-લોકાર્પણ કર્યું

નર્મદાઃ સ્ટેચ્યૂ ઑફ યુનિટી એકતાનગર ખાતે નર્મદા નદીની મહાઆરતી (Narmada river at Statue of Unity Ektanagar) યોજાઈ હતી, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યૂઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન મુખ્યપ્રધાને નર્મદા નદીની વેબસાઈટનું ઈ-લોકાર્પણ (CM launches Narmada Website) કર્યું હતું. આ વેબસાઈટ પરથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએથી આરતીના યજમાન બની શકશે. આ સાથે જ આદિવાસી ખેડૂતની જમીનના અનાજથી આદિવાસી મહિલાઓના સ્વસહાય જૂથ દ્વારા નિર્મિત પ્રસાદી પણ ઘેરબેઠા મેળવી શકાશે.

નર્મદા નદીમાં મ્યૂઝિકલ ફૂવારા સાથે મહાઆરતીનો પ્રાયોગિક ધોરણે પ્રારંભ

નર્મદા નદીમાં મ્યૂઝિકલ ફૂવારા સાથે મહાઆરતીનો પ્રાયોગિક ધોરણે પ્રારંભ

નર્મદા મહાઆરતીના વેબસાઈટ લોન્ચિંગ પ્રંસગે (CM launches Narmada Website) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મા નર્મદા નદી નહીં પણ નદીની સાધના નર્મદા સલીલાના દર્શન માત્રથી ધન્ય થઈ જવાય છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યૂઅલ માધ્યમથી એકતાનગર ખાતે આવેલા ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે વડાપ્રધાનની પરિકલ્પના પ્રમાણે ઘાટનું નિર્માણ કરી શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આકર્ષક લાઈટિંગ, નદીમાં મ્યુઝિકલ ફૂવારા સાથે નર્મદા મહાઆરતીનો પ્રાયોગિક ધોરણે આરંભ કરાવ્યો છે.

આ પણ વાંચો- Statue of Equality Inauguration : વડાપ્રધાન મોદીએ 'સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી'નું કર્યુ અનાવરણ

શૂલપાણેશ્વર મહાદેવ ટ્ર્સ્ટે બનાવી વેબસાઈટ

શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા માટે www.narmadamahaaarti.in વેબસાઈટ વિકસાવવામાં આવી છે, જેનું પણ નર્મદા મહાઆરતી બાદ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. વેબસાઈટ મારફતે શ્રદ્ધાળુઓ આરતીના યજમાનનો લાભ લઈ શકશે અને શ્રદ્ધાળુ કદાચ રૂબરૂ ન આવી શકે તો વર્ચ્યૂઅલ યજમાન તરીકેનો લાભ લઈ શકશે. આ ઉપરાંત આદિવાસી ખેડૂતની જમીનના અનાજથી આદિવાસી મહિલાઓના સ્વસહાય જૂથ દ્વારા નિર્મિત પ્રસાદ નજીવા દરે ઘેરબેઠા મેળવી શકાશે.

આ પણ વાંચો-CM Bhupendra Patel visit Radhanpur : રાધનપુર ખાતે નિર્માણાધિન ફિલ્ટરેશન પ્લાન્ટનું મુખ્યપ્રધાને કર્યું નિરીક્ષણ

મહાઆરતીમાં 6,000 વધુ લોકો ભાગ લઈ શકે છે

આ મહાઆરતીમા 6,000થી પણ વધુ લોકો ભાગ લઈ શકે છે. તેમ જ શૂલપાણેશ્વર મંદિરથી નર્મદા ઘાટ સુધી જઈ શકાય તે માટે રોશનીથી ઝળહળ થતા સુંદર પ્રકારના કોરીડોરની વ્યવસ્થા કરવામાં આવી છે. તે માટે શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળના અધિકારીઓ તથા કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.