ETV Bharat / state

સ્ટેચ્યું ઓફ યુનિટી જોવા આવતા મહારાષ્ટ્રના પરિવારનો કાર એક્સીડેન્ટમાં ચમત્કારીક બચાવ

author img

By

Published : Oct 16, 2019, 12:52 AM IST

નર્મદા: મહારાષ્ટ્રના પનવેઈલનો એક મરાઠી પરિવાર પોતાની કાર લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતો હતો. તેઓ સુરતથી સીધા કેવડિયા પહોંચવાના હતા તે દરમિયાન રાજપીપળા નજીક કુંવરપુરા ગામ નજીક આવેલ રુદ્રાક્ષ પેટ્રોલપંપ પાસે એક કાર ચાલકે પૂર ઝડપે આવી આ કારને ટક્કર મારી હતી. જેમાં મહારાષ્ટ્રના કાર ચાલકે કારને પેટ્રોલ પમ્પ તરફ વાળવા જતા કાર ડિવાઈડર પર ચઢી ગઈ અને ચારથી પાંચ પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં કારમાં બેઠેલા પાંચ પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો.

Road accident in Narmada

પનવેલમાં રહેતા અશોક કુમાર વાડીલાલ પોતાના પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે કેવડીયા આવી રહ્યા હતા. આ કારમાં બે પુરુષ, બે મહિલા અને 10 વર્ષની બાળકી મળી કુલ પાંચ શખ્સો હતાં. રાજપીપળા નજીક કુવારપરા પાસે આવેલ રુદ્રાક્ષ પેટ્રોલ પમ્પ હાઇવે પર એક ગાડી રોંગ સાઈડ પરથી અંદર આવતા ફૂલ ઝડપે આવતી આ રેનોલ્ટ ગાડીના ડ્રાઇવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હતો. પેટ્રોલ પમ્પના ડિવાઈડર પર ચડી જતા ગાડીએ હવામાં છલાંગ લગાવીને ચાર પાંચ પલટી મારી હતી.

સ્ટેચ્યું ઓફ યુનિટી જોવા આવતા મહારાષ્ટ્રના પરિવારનો કાર એક્સીડેન્ટમાં ચમત્કારીક બચાવ

ગાડીમાં બે પુરૂષ અને બે મહિલાઓ સહિત તેમની 10 વર્ષની એક દીકરી પણ હતી. જેમાં એક મહિલા અને એક પુરૂષને ગંભીર ઇજા થઇ બાકીને સાધારણ ઇજા થઇ પરંતુ, આ અકસ્માતમાં કોઈ પણ જાનહાની થઇ નથી. પેટ્રોલ પમ્પના મેનેજર અને તેમના સ્ટાફે 108 બોલાવી રાજપીપળા સિવિલમાં ઘાયલોને ખસેડ્યા હતાં.

Intro:APPROAL BAY-VIHAR SIR

મહારાષ્ટ્ર પનવેઈ લ નો એક મરાઠી પરિવાર પોતાની કાર લઈને સ્ટેચ્યુ જોવા આવતો હતો આજે સુરત થી સીધા કેવડિયા પહોંચવાના હતા. રાજપીપલા નજીક કુંવરપુરા ગામ પાસે આવેલ રુદ્રાક્ષ પેટ્રોલપમ્પ પાસે એક કાર ચાલકે પૂર ઝડપથી આવતી આ કાર ને જોયા વગર વળી દીધી જેથી સામે કાર જોઈને પોતાની કારને કાબુમાં લેવા જતા કાર કાબુમાં ના આવી અને જેથી મહારાષ્ટ્ર ની કાર ના ચાલકે પણ કાર ને પેટ્રોલ પમ્પ તરફ વાળવા જતા કાર ડિવાઈડર પર ચઢી ગઈ અને ચાર થી પાંચ પલ્ટી ખાઈ ગઈ. કારમાં બેઠેલા પાંચ પ્રવાસીઓ નો આબાદ બચાવ થયો હતો. રાત્ર
Body:સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરવા આવતા મહારાષ્ટ્ર ના પનવેલ માં રહેતા અશોકકુમાર વાડીલાલ પરિવાર સાથે આવતા હતા. કારમાં બે પુરુષ બે મહિલા અને 10 વર્ષ ની બાળકી મળી કુલ પાંચ શખ્સો હતા રાજપીપળા નજીક કુવારપરા પાસે આવેલ રુદ્રાક્ષ પેટ્રોલ પમ્પ હાઇવે પર એક ગાડી રોંગ સાઈડ પરથી અંદર આવતા ફૂલ ઝડપે આવતી આ રેનોલ્ટ ગાડીના ડ્રાઇવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હતો. પેટ્રોલ પમ્પના ડિવાઈડર પર ચડી જતા ગાડીએ હવામાં છલાંગ લગાવીને ચાર પાંચ પલટી મારી હતીConclusion:ગાડીમાં બે જેન્સ બે મહિલાઓ સહિત તેમની 10 વર્ષની એક દીકરી પણ હતી જેમાં એક મહિલા અને એક જેન્સ ને ગંભીર ઇજા થઇ બાકીના ને સાધારણ ઇજા થઇ પરંતુ આ અકસ્માત માં કોઈ પણ જાનહાની થઇ નહિ. પેટ્રોલ પમ્પના મેનેજર અને તેમના સ્ટાફે 108 બોલાવી રાજપીપળા સિવિલમાં તેઓને મોકલ્યા.રાજપીપલા પોલીસે તાપસ હાથ ધરી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.