ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજવીઓનું મ્યુઝિયમ બનાવવા બાબતે નર્મદા કલેક્ટરને આવેદનપત્ર

author img

By

Published : Mar 5, 2020, 11:01 PM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજવીઓનું મ્યુઝિયમ બનાવવા બાબતે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા નર્મદા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ. સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા કે, જેને ભારત દેશને અખંડ ભારત બનાવવા માટે 562 રજવાડાઓને એકત્ર કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું.

narmda
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજવીઓનું મ્યુઝિયમ બનાવવા બાબતે નર્મદા કલેક્ટરને આવેદનપત્ર

નર્મદાઃ શહેરમાં મહાપુરુષો તથા દાનવીરોનું સન્માન કરવાની આગવી પરંપરા અને આપણી સંસ્કૃતિની વિષેશતા છે. આઝાદી બાદ દેશની અખંડિતતા માટે દેશના 562 રજવાડાને એકત્ર કરવાનું કામ સરદાર પટેલને સોંપવામાં આવ્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજવીઓનું મ્યુઝિયમ બનાવવા બાબતે નર્મદા કલેક્ટરને આવેદનપત્ર

સરદાર પટેલના એક આહવાન પર રાજવીઓએ પોતાના રજવાડા સરદાર પટેલને એક ઝાટકે આપી દીધા હતા. ત્યારે ગત વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજવીઓને ત્યાગ અને બલિદાનને યાદ કરી બધા રાજવીઓની માહિતી તથા ઇતિહાસ સાથેનું એક મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરી હતી. ઘણો સમય વીતી ગયો પણ મ્યુઝિયમ બનાવવાનું કોઈ પણ કામ હજુ સુધી શરુ કરવામાં નથી આવ્યું.

જેને ધ્યાને રાખતા રાજપૂત સમાજના આગેવાનો દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીને આવેદન પત્ર આપ્યું અને જણાવ્યું કે, વહેલી તકે આ મ્યુઝિયમ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે.


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.