ETV Bharat / state

વાંકાનેરના ઢુવા નજીકથી ગુમ થયેલ યુવતી મળી આવી, બનેવી સામે પોલીસ કાર્યવાહી

author img

By

Published : Oct 8, 2020, 12:38 PM IST

વાંકાનેરમાં એક પ્રેમ પ્રક્રણનો ક્કિસો સામે આવ્યો છે. યુવતીને બનેવી સાથે પ્રેમ સંબધ હવાથી ગુમ થયાનું તરખાટ રચ્યું હતું. જેથી યુવતીના પરિવરજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે હકીકત બહાર લાવી બનેવી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરનો પ્રેમ પ્રક્રણનો ક્કિસોઃ એક શખ્સ વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી
વાંકાનેરનો પ્રેમ પ્રક્રણનો ક્કિસોઃ એક શખ્સ વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી

મોરબીઃ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જાહેર કરનાર નરશીભાઈ દેવજીભાઈ પઢારિયની દીકરી મોનિકા સ્કુટર લઈને પોતાના ઘરેથી મોરબીથી નીકળી વાંકાનેર મહાદેવનગર પંચાસર રોડ પર મોટી દીકરી દીપ્તિના ઘરે ગઇ હતી અને બાદમાં પરત ફરતા સમયે એકટીવા અને મોબાઈલ તથા વોલેટ મૂકી કોઈને કહ્યા વગર જતી હતી. જે મામલે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

જે મામલે મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા તથા રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ગુમ મોનિકાને શોધી કાઢવા PSI આર પી જાડેજા તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ કાર્યરત હતા. તે દરમિયાન ગુમ મોનિકા નરશીભાઈ પઢારિયાની તપાસમાં સાહેદો તથા ગુમ થએલી યુવતીના બનેવી સંદીપ કિશોરભાઈ ગોહેલના નિવેદનો લેતા ગુમ થએલ અંગે કોઈ હકીકત જાણતા નહિ હોવાનું જણાવ્યુ હતુ.

બનેવી સંદીપની ઊંડાણપૂર્વક પુછપરછ કરતા હકીકત સામે આવતા પોલીસ પણ ચોકી ગઈ હતી અને ગુમ થનારી મોનિકા સાથે પોતાને પ્રેમ સબંધ હતો. જેથી પોતે જ વાંકાનેર ખાતે મકાન ભાડે અપાવી સાથે રહેતા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે બનેવી સંદીપભાઈ કિશોરભાઈ ગોહેલ હકીકત જાણતો હોવા છતાં પોલિસને સાચી હકીકત પૂરી નહિ પાડી પોલીસને ગેરમાર્ગે દોડી સત્ય હકીકત છુપાવી હતી. જેથી સંદીપભાઈ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી તેમજ ગુમ થનારી મોનિકાને તેના વાલીને સોપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.