ETV Bharat / state

મોરબીમાં હાર્દિક પટેલની મુલાકાતને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ

author img

By

Published : Jul 3, 2020, 3:55 PM IST

મોરબીના ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી રાજીનામું આપીને બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાયા બાદ આગામી ધારાસભ્યની પેટા ચૂંટણીમાં ભાજપને જોરદાર ટક્કર આપી શકાય તે માટેની રણનીતિ ઘડવા માટે આજે શુક્રવારે કોંગ્રેસ અગ્રણી હાર્દીક પટેલ મોરબીની મુલાકાતે પહોંચ્યાં હતા અને સર્કિટ હાઉસ ખાતે તેઓએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે સીરામીક નગરી તરીકે ભારત જ નહીં, વિશ્વ વિખ્યાત મોરબીમાં 30 વર્ષથી ભાજપના ધારાસભ્ય, પાલિકા, જિલ્લા પંચાયત પણ અગાઉ ભાજપ પાસે હોવા છતાં ભાજપ મોરબીનો વિકાસ કરવામાં ક્યાંકને ક્યાંક નિષ્ફળ ગયા હોવાનો આરોપ લગાવ્યો હતો.

હાર્દિક પટેલની મુલાકાતને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ
હાર્દિક પટેલની મુલાકાતને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ

મોરબી : ભારતનો સૌથી મોટો ઉધોગ સીરામીક ઉદ્યોગ મોરબીમાં હોવા છતાં ભાજપ ઉદ્યોગકારોના પ્રશ્નોની ઘોર અવગણના કરે છે. સીરામીક સહિતના અન્ય ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવાને બદલે વારંવાર ટેક્સ ચોરી, ગેસના ભાવ વધારા કરી અને ઉદ્યોગ ઝોનમાં માળખાકીય સુવિધા ન આપતા ઉદ્યોગોનું ભવિષ્ય અંધકારમય બની જાય તેવી સ્થિતિ છે. કોંગી નેતાએ મોરબીની હાલની દશા અંગે ભાજપને જવાબદાર ઠેરવ્યો હતો. મોરબીના રોડ રસ્તા સહિતની તમામ અસુવિધાઓ મામલે ભાજપ સરકારને દોષ આપ્યો હતો.

હાર્દિક પટેલની મુલાકાતને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ
  • મોરબીની મુલાકતે હાર્દિક પટેલ પહોંચતા રાજકીય ગતિવિધિઓ બની તેજ
  • વિકાસ અંગે કરી ચર્ચા
  • જિલ્લામાં તમામ પર પહેલા પણ ભાજપનું શાસન હોવા છતા સુવિધાનો અભાવ હોવાનો કોંગી નેતાના આક્ષેપ
  • ધારાસભ્યની ચૂંટણી મોરબીથી નહી લડી અને જણાવ્યું કે કોઇના હક્ક પર તરાપ મારવો તે સિદ્ધાંત નથી

હાર્દિક પેટલે ચૂંટણી લડવા અંગેના મીડિયાના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે તેઓ ધારાસભ્યની પેટા ચૂંટણી નહિ લડે અને કદાચ જો ચૂંટણી લડવાના હોત તો પણ મોરબીની સીટ પરથી ક્યારેય ચૂંટણી ન લડત. કારણ કે કોઈના હક્ક ઉપર તરાપ મારવો એ એમનો સિદ્ધાંત નથી. મોરબીના પ્રશ્નોને વાચા આપી શકે તો મજબૂત અને પ્રતિષ્ઠિત ઉમેદવાર જ ચૂંટણી લડશે અને મોરબી સીટ પર કોંગ્રેસ બહુમતીથી ચૂંટણી જીતશે તેવું તેમણે જણાવ્યું હતું. હળવદમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ઉમેદવાર ચૂંટણી જીતી ગયા એવું મોરબીમાં નહિ થાય. જોકે તેમણે મોરબી માળિયાના તમામ સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી અને આગામી ચૂંટણી અંગે તેમના અભિપ્રાયની ચર્ચા વિચારણા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.