ETV Bharat / state

વાંકાનેરમાં દારૂનું કટિંગ થાય તે પહેલા જ પોલીસના દરોડા

author img

By

Published : Jan 9, 2021, 3:46 PM IST

વાંકાનેર સિટી પોલીસની ટીમે દારૂનું કટિંગ થાય તે પૂર્વે જ દરોડો પાડીને દારૂ ભરેલી આખી ટ્રક ઝડપી લીધી હતી. જેમાં ગણતરી કરતા ઈંગ્લીશ દારૂની ૫૬૦૦થી વધુ બોટલ મળી આવતા પોલીસે લાખોનો દારૂ, ટ્રક ઉપરાંત કાર અને બાઈક સહીત ૪૧.૯૧થી વધુની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો છે.

દારૂનું કટિંગ થાય તે પહેલા જ પોલીસનો દરોડો
દારૂનું કટિંગ થાય તે પહેલા જ પોલીસનો દરોડો

  • વાંકાનેરમાં દારૂનું કટિંગ થાય તે પહેલા જ પોલીસનો દરોડો
  • દારૂ, ટ્રક,કાર અને બાઈક સહિત ૪૧.૯૧ લાખનો મુદામાલ જપ્ત
  • એક આરોપી ઝડપાયો, અન્યની શોધખોળ શરૂ

વાંકાનેર: સિટી પોલીસ ટીમે બાતમીને આધારે અમરસર ગામ સીમમાં દારૂનું કટિંગ થાય તે પૂર્વે જ દરોડો પાડીને રૂા.૧૩,૨૭,૫૦૦ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની 5600 બોટલો કબજે કરી છે. આ સાથે ટ્રક, કાર, બાઈક અને મોબાઈલ ફોન મળીને કુલ 41.91 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

રૂા. ૨૨.૬૬ લાખથી વધુની કિમતની 5600 જેટલી દારૂની બોટલો પકડાઈ

વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે અમરસર ગામ સીમ વિસ્તારમાં દારૂનું કટિંગ થાય તે પૂર્વે જ દરોડો પાડીને ઈંગ્લીશ દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધી હતી અને ટ્રકમાં રાખેલ દારૂનો જથ્થો ખાલી કરી ગણતરી કરવામાં આવી હતી. જેમાં ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની ૨૨.૬૬ લાખથી વધુની કિમતની 5600 જેટલી દારૂની બોટલો ઝડપી પાડી હતી.

ટ્રક,કાર અને બાઈક સહિત ૪૧.૯૧ લાખનો મુદામાલ જપ્ત

સ્થળ પરથી પોલીસને રૂા. ૭ લાખનો ટ્રક, રૂા.૧૨ લાખની સ્કોર્પીયો કાર, રૂા.૨૦,૦૦૦ની કિંમતનું બાઈક અને રૂા.૫૦૦૦ની કિમતનો મોબાઈલ મળીને કુલ ૪૧,૯૧,૫૨૦નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી મહંમદ વહીદ આબુલ્હશન ખાન(ઉ.વ.૨૧)ને ઝડપી પાડ્યો હતો. તેના સિવાયનાં અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.