ETV Bharat / state

મોરબી: પરિણીતાનો હાથ પકડીને કહ્યું:'ડાયા થયા ઉપાડી જવી છે” ધમકી આપી

author img

By

Published : Dec 26, 2022, 1:34 PM IST

મોરબી શહેરમાં રહેતી પરિણીતાએ મોરબી બી ડીવીઝન(Morbi B Division Police) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે એક વર્ષ પૂર્વે તેમના પતિ-સાસુને પૈસાની આવશ્યકતા હતી. જેથી તેમણે ઘર નજીક રહેતા આરોપી તોફીક ઇબ્રાહીમભાઇ ચાનીયા અવનર નવાર તેમના ઘરે આવતો હતો અને પૈસાની લેતી-દેતી કરતો હતો. એ વખતે તોફીક પરિણીતા સામે ખરાબ નજરથી જોતો હતો

મોરબી: પરિણીતાનો હાથ પકડીને કહ્યું:'ડાયા થયા ઉપાડી જવી છે” ધમકી આપી
મોરબી: પરિણીતાનો હાથ પકડીને કહ્યું:'ડાયા થયા ઉપાડી જવી છે” ધમકી આપી

મોરબી શહેરના એક પરિવારના ઘરમાં ૩ શખ્સો ધુસીને અપશબ્દો બોલી, છરી બતાવી પરિણીતાનો હાથ પકડીને 'ડાયા થયા તો જાનથી પતાવી દઇશ' તેવી ધમકી (Threaten Case filed ) આપી હતી. આ ઉપરાંત પરિણીતાના સસરાને પણ ઢોર માર માર્યો હતો. સમગ્ર મામલે પરિણીતાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

પોલીસમાં ફરિયાદ મોરબી શહેરમાં રહેતી પરિણીતાએ (Morbi Crime) મોરબી બી ડીવીઝન (Morbi B Division Police) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે એક વર્ષ પૂર્વે તેમના પતિ-સાસુને પૈસાની આવશ્યકતા હતી. જેથી તેમણે ઘર નજીક રહેતા આરોપી તોફીક ઇબ્રાહીમભાઇ ચાનીયા અવનર નવાર તેમના ઘરે આવતો હતો અને પૈસાની લેતી-દેતી કરતો હતો. એ વખતે તોફીક પરિણીતા સામે ખરાબ (Morbi city B police station) નજરથી જોતો હતો અને અવાર-નવાર ઘરે આવી છડતો હતો. પરિણીતાએ આ વાત સાસરિયાને કરતાં પરિવારે તોફિક સાથેનો વ્યવહાર ઓછો કરી નાખ્યો હતો. તેમ છતા કયારેક કયારેક તોફીક ઘરે આવ્યા કરતો. એક દિવસ તોફીક ઘરે આવ્યો હતો અને તેણે પરિણીતાને કહ્યું હતું કે,'તુ મને બહુ ગમે છે, મારે તારી સાથે લગ્ન કરવા છે' તેમ કહેતા પરિણીતાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો.

ક્રિસમસના દિવસે જે બાદ તારીખ 25 ના રોજ પરિણીતા, તેમના સાસુ-સસરા, દિયર અને પાડોશી હાજર હતા. એ સમયે આરોપી તોફિક તેની સાથે બે અજાણ્યા શખ્સોને લઈને સફેદ રંગની કારમાં આવ્યો હતો. અને પરિણીતાના ઘરમાં ઘૂસીને બેફામ વાણીવિલાસ કરી અપશબ્દો બોલ્યા હતા.. જેથી પરિણીતાના સસરાએ ગાળ ન બોલવા જણાવતા તોફીકે કહ્યું હતું કે, 'તમને હમણાં બવ હવા આવી ગઈ છે તમારી હવા કાઢી નાખવી છે' તેમ કહી વધારે ગાળો બોલી હતી અને પોતાના પૅન્ટના નેફામાથી એક છરી કાઢીને કહ્યું હતું કે, વધારે ડાયા થયા છો તો જાનથી પતાવી દઇશ' તે ધમકી આપીને પરિણીતાના સસરા સાથે ઝપાઝપી કરી તેમને ઢોરમાર માર્યો હતો. જેથી ઘરમાં ઉપસ્થિત સર્વે વચ્ચે પડતાં તોફિકે પરિણીતાનો હાથ પકડી લીધો હતો અને કહ્યું હતું કે, વધારે ડાયા થયા તો તમારી વહુને ઉપાડી જવી જોઇશે' તેમ કહીને ફરી અપશબ્દો બોલ્યા હતા અને ત્યાથી નાસી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.