ETV Bharat / state

સાઉદી અરેબિયાએ ભારતની સિરામિક ટાઈલ્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી

author img

By

Published : Nov 1, 2019, 2:54 PM IST

મોરબીઃ વિશ્વમાં અલગ ઓળખ ધરાવતો મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ મંદીની ઝપેટમાં છે. વર્ષે 40,000 કરોડ કરતાં વધુ ટર્નઓવર ધરાવતો સિરામિક ઉદ્યોગ હાલ મંદી સામે ઝંઝૂમી રહ્યો છે. તાજેતરમાં સાઉદી અરેબિયાએ ભારતની ટાઈલ્સ પ્રોડક્ટ પર 43 ટકા જેવી તોતિંગ એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી હતી. જયારે સામે આપણા પ્રતિસ્પર્ધી ચીન પર 23 ટકા જેવી એન્ટી ડમ્પિંગ ડયુટી લગાવી છે. જેની અસર વિદેશી હુંડીયામણ અને ભારતના અર્થતંત્ર પર પણ થશે. તો મોરબીના સિરામિક ઉદ્યોગને એન્ટી ડમ્પિંગ ડ્યુટીથી ભારે નુકસાન થશે.

સાઉદી અરેબિયાએ ભારતની સિરામિક ટાઈલ્સ પર તોતિંગ એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી

સાઉદી અરેબિયા દ્વારા ગલ્ફના દેશોમાં એન્ટી ડમ્પીંગ ડ્યૂટી લગાવવા માટેના ડ્યૂટીની ટકાવારી જે સામે આવી છે તે મોરબીના સીરામીક ઉધોગ માટે મૃત્યુઘંટ સમાન છે. ચાઇનાની બે ત્રણ કંપનીને બાદ કરતા ચાઇના ઉપર 23.5% તેમજ ભારતની ત્રણ કંપનીને બાદ કરતા 42.9% ડ્યૂટી જે કંપનીએ ફાઈલ કરેલી હોય તેમના ઉપર લાગશે. એટલે કે 20% વધુ ડ્યૂટી ભારતની ટાઇલ્સ ઉપર લાગશે.

ભારતમાંથી ફક્ત એક જ કંપની એક્સપોર્ટ કરી શકે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે. હાલ મોરબીનો સિરામિક ઉદ્યોગ 4000 કરોડની નિકાસ ગલ્ફના દેશોમાં કરે છે, ત્યારે એક્સપોર્ટને અસર થશે. સિરામિક ઉદ્યોગને બચાવવા માટે સરકાર પણ સહકાર આપશે તેવી આશા ઉદ્યોગકારોએ વ્યક્ત કરી છે

સાઉદી અરેબિયાએ ભારતની સિરામિક ટાઈલ્સ પર તોતિંગ એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી
મોરબીના સિરામિક ઉદ્યોગને સાઉદી અરેબિયામાં 20 ટકા વધુ ડ્યુટી ભરવી પડે તો ઉદ્યોગનું એક્સપોર્ટ બંધ થઇ જશે. ચીનની પ્રોડક્ટ 20 ટકા સસ્તી થશે, જેથી સરકાર ઉદ્યોગને રાહત આપે તે જરૂરી છે. સરકાર એક્સપોર્ટ રીફંડની ટકાવારીમાં વધારો કરી શકે છે તેમજ સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસને GSTમાં સમાવી તેમજ ગેસના ભાવોમાં રાહત આપીને પણ ઉદ્યોગને મદદ કરી શકે છે. સરકાર જો ઉદ્યોગને મદદ નહિ કરે તો ગલ્ફના સાત દેશોમાં મોરબીના સિરામિક ઉદ્યોગનું 4000 કરોડનું એક્સપોર્ટ બંધ થશે અને સીધો ફાયદો ચીનને થશે. જેથી સરકાર ઉદ્યોગને બચાવવા યોગ્ય પગલા ભરે તેવી માંગ ઉદ્યોગકારો અને એસોસીએશનના અગ્રણીઓ કરી રહયા છે
Intro:gj_mrb_01_ceramic_industry_dumping_duty_bite_01_pkg_gj10004
gj_mrb_01_ceramic_industry_dumping_duty_bite_02_pkg_gj10004
gj_mrb_01_ceramic_industry_dumping_duty_visual_01_pkg_gj10004
gj_mrb_01_ceramic_industry_dumping_duty_visual_02_pkg_gj10004
gj_mrb_01_ceramic_industry_dumping_duty_script_pkg_gj10004
approved by desk
gj_mrb_01_ceramic_industry_dumping_duty_pkg_gj10004
Body:એન્કર :
         મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વમાં પોતાની ઓળખ ધરાવે છે વર્ષે ૪૦,૦૦૦ કરોડ કરતા વધુ ટર્નઓવર ધરાવતો સિરામિક ઉદ્યોગ હાલ મંદીની ઝપેટમાં આવ્યો છે આટલું ઓછું હોય તેમ તાજેતરમાં સાઉદી અરેબિયાએ ભારતની ટાઈલ્સ પ્રોડક્ટ પર ૪૩ ટકા જેવી તોતિંગ એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી છે જયારે સામે આપણા પ્રતિસ્પર્ધી ચીન પર ૨૩ ટકા જેવી એન્ટી ડમ્પિંગ ડયુટી લગાવી છે જેથી ૨૦ ટકા વધુ ડ્યુટી ભારતના અને મોરબીના સિરામિક ઉદ્યોગની કમર તોડી નાખશે અને ભારતના એક્સપોર્ટને મોટી અસર થશે જેની અસર વિદેશી હુંડીયામણ અને ભારતના અર્થતંત્ર પર પણ થશે તો આવો જોઈએ મોરબીના સિરામિક ઉદ્યોગને એન્ટી ડમ્પિંગ ડ્યુટીથી કેવી અસર થશે અને ઉદ્યોગને કેટલું નુકશાન થશે આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં.....
વીઓ : ૧
         સાઉદી અરેબિયા દ્વારા ગલ્ફના દેશોમાં એન્ટી ડમ્પીંગ ડ્યૂટી લગાવવા માટેના ડ્યૂટીની ટકાવારી જે સામે આવી છે તે મોરબીના સીરામીક ઉધોગ માટે મૃત્યુઘંટ સમાન છે. ચાઇનાની બે ત્રણ કંપનીને બાદ કરતા ચાઇના ઉપર 23.5% તેમજ ભારતની ત્રણ કંપની ને બાદ કરતા 42.9% ડ્યૂટી જે કંપની એ ફાઈલ કરેલ તેમના ઉપર લાગશે એટલે કે 20% વધુ ડ્યૂટી ભારતની ટાઇલ્સ ઉપર લાગશે એટલે ભારતમાંથી ફક્ત એક જ કંપની એક્સપોર્ટ કરી શકે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે હાલ મોરબીનો સિરામિક ઉદ્યોગ ૪૦૦૦ કરોડની નિકાસ ગલ્ફના દેશોમાં કરે છે ત્યારે એક્સપોર્ટને અસર થશે તો આ મામલે સિરામિક એસો પ્રમુખ જણાવે છે કે ૧૦ દિવસમાં આ અંગે રજૂઆત કરવાની હોય જેથી સરકારને રજૂઆત કરશું અને સિરામિક ઉદ્યોગને બચાવવા માટે સરકાર પણ સહકાર આપશે તેવી આશા ઉદ્યોગકારોએ વ્યક્ત કરી છે
બાઈટ ૧ : નીલેશ જેતપરિયા – પ્રમુખ, મોરબી વોલ ટાઈલ્સ એસો
વીઓ : ૨
         મોરબીના સિરામિક ઉદ્યોગને સાઉદી અરેબિયામાં ૨૦ ટકા વધુ ડ્યુટી ભરવી પડે તો ઉદ્યોગનું એક્સપોર્ટ બંધ થઇ જશે ચીનની પ્રોડક્ટ ૨૦ ટકા સસ્તી થશે જેથી સરકાર ઉદ્યોગને રાહત આપે તે જરૂરી છે સરકાર એક્સપોર્ટ રીફંડની ટકાવારીમાં વધારો કરી સકે છે તેમજ સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસને જીએસટીમાં સમાવી તેમજ ગેસના ભાવોમાં રાહત આપીને પણ ઉદ્યોગને મદદ કરી સકે છે સરકાર જો ઉદ્યોગને મદદ નહિ કરે તો ગલ્ફના સાત દેશોમાં મોરબીના સિરામિક ઉદ્યોગનું ૪૦૦૦ કરોડનું એક્સપોર્ટ બંધ થશે અને સીધો ફાયદો ચીનને થશે જેથી સરકાર ઉદ્યોગને બચાવવા યોગ્ય પગલા ભરે તેવી માંગ ઉદ્યોગકારો અને એસોસીએશનના અગ્રણીઓ કરી રહયા છે
બાઈટ ૨ : કિરીટભાઈ પટેલ – પ્રમુખ, મોરબી સેનેટરીવેર્સ એસો
વીઓ : 3
         મોરબીના સિરામિક ઉદ્યોગને એક બાદ એક ફટકા પડી રહ્યા છે અગાઉ એનજીટીના આદેશ બાદ કોલગેસ પ્રતિબંધ અમલવારી કરી હતી જેથી કોસ્ટિંગ ઉચું ગયું હતું ત્યારબાદ પ્રદુષણ ફેલાવવા બદલ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરોડોના દંડ ફટકારવામાં આવ્યા છે સાથે વૈશ્વિક મંદીની અસર પણ ઉદ્યોગ પર જોવા મળતી હતી તેવા સંજોગોમાં સાઉદી અરેબિયાની ડમ્પિંગ ડ્યુટીથી ઉદ્યોગ ચોતરફી ભીંસમાં આવ્યો છે અને ઉદ્યોગની હાલક ડોલક સ્થિતિ જોવા મળી રહી છે

Conclusion:
રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.