ETV Bharat / state

મોરબીમાં “બેટી બચાવો બેટી પઢાવો” સુત્રને અધિકારી અને પદાધિકારીઓએ સાર્થક કર્યું!

author img

By

Published : Feb 13, 2020, 7:28 PM IST

ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાવો સૂત્ર જયારથી સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવ્યું છે, ત્યારથી દીકરી દીકરાના જન્મદર રેશિયામાં ઘણો ફેર પડ્યો છે અને સરકારના પ્રયાસો તેમજ લોકોમાં જાગૃતિ આવવાથી સ્ત્રી ભૃણ હત્યાના કિસ્સાઓમાં ખાસ ઘટાડો આવ્યો નથી. એટલું જ નહી, પરંતુ લોકોની માનસિકતા બદલાઈ હોવાથી હવે દીકરાની જેમ જ દરેક પરિવાર દીકરીને પણ વધાવી રહ્યો છે. જેથી કરીને દીકરી દીકરાના જન્મદરમાં ઘણા સારા પરિણામ મોરબી જીલ્લામાં સામે આવ્યા છે.

“બેટી બચાવો બેટી પઢાવો” સુત્રને અધિકારી અને પદાધિકારીઓએ સાર્થક કર્યું
“બેટી બચાવો બેટી પઢાવો” સુત્રને અધિકારી અને પદાધિકારીઓએ સાર્થક કર્યું

મોરબી : દેશની જેમ હવે રાજ્યમાં અને જિલ્લાઓના ગામડાઓમાં પણ લોકોની માનસિકતા બદલાઇ ગઇ છે, ત્યારે તેનો આ બદલાવ મોરહી જિલ્લામાં જોવા મળ્યો હતો. જેમાં દીકરા અને દીકરી એમ બંનેના સારા એવા પરિણામો જોવા મળ્યા હતાં. આ અંગે જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતિરાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૯માં જીલ્લામાં કુલ મળીને ૨૨૦૧૫ બાળકોનો જન્મ થયો છે. જેમાં ૧૧૦૦૫ દીકરા અને ૧૧૦૧૫ દીકરીઓનો સમાવેશ થાય છે.

“બેટી બચાવો બેટી પઢાવો” સુત્રને અધિકારી અને પદાધિકારીઓએ સાર્થક કર્યું
ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં એક સમયે દિકરીઓને દુધપીતી કરવી, ત્યજી દેવી સહિતના બનાવો ચિંતાજનક રીતે વધી ગયા હતા. તેવા સમયે સરકાર દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે જે કામગીરી કરવામાં આવી હતી. જેના પરિણામરૂપે આજે મોરબી જીલ્લામાં દીકરી દીકરાના જન્મદર રેશિયા સમાન થઇ ગયો છે અને આવી જ રીતે આગામી દિવસોમાં ગુજરાતના દરેક જીલ્લામાં દીકરી દીકરાના જન્મદરનો રેશિયા સમાન થઇ જશે તેવી લાગણી ભાજપના આગેવાનોએ વ્યક્ત કરેલી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.