ETV Bharat / state

Robbery in Morbi: આંગડીયા કર્મચારીને માર મારી 1.19 કરોડની લૂંટ પ્રકરણમાં ત્રણ ઝડપાયા

author img

By

Published : Apr 7, 2022, 9:52 PM IST

મોરબીના દલવાડી સર્કલ(Dalwadi Circle of Morbi) નજીક લૂંટની ઘટના બની હતી. આ ઘટનામાં આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી લૂંટ ચલાવવામાં આવી છે. લૂંટારૂઓએ તલવારથી હુમલો કરી લૂંટ ચલાવી હતી. તેમા શકસોને LCB ટીમે ઝડપી લઈને રોકડ રૂપિયા 79.74 લાખ, ગુનામાં વપરાયેલ કાર અને મોબાઈલ સહીત 86.77 લાખનો મુદામાલ રીકવર(Stolen Items Recovered) કરાયો છે.

Robbery in Morbi: આંગડીયા કર્મચારીને માર મારી 1.19 કરોડની લૂંટ પ્રકરણમાં ત્રણ ઝડપાયા
Robbery in Morbi: આંગડીયા કર્મચારીને માર મારી 1.19 કરોડની લૂંટ પ્રકરણમાં ત્રણ ઝડપાયા

મોરબી: આંગડીયા પેઢીના કર્મચારીને તલવાર બતાવી ગિલોલથી પથ્થરો મારી 1.19 કરોડની ધોળે દિવસે લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. ત્રણ શકસોને LCB ટીમે ઝડપી લઈને રોકડ રૂપિયા 79.74 લાખ, ગુનામાં વપરાયેલ કાર અને મોબાઈલ સહીત 86.77 લાખનો મુદામાલ રીકવર કરાયો છે. તેથી આ કિસ્સાને લઈને વદુ તપાસ હાથ ધરાઈ છે.

ત્રણ શકસોને LCB ટીમે ઝડપી લઈને રોકડ રૂપિયા 79.74 લાખ, ગુનામાં વપરાયેલ કાર અને મોબાઈલ સહીત 86.77 લાખનો મુદામાલ રીકવર કરાયો છે. તેથી આ કિસ્સાને લઈને વદુ તપાસ હાથ ધરાઈ છે.

કાર, રોકડ રકમ અને મોબાઈલ સહિતનો મુદામાલ રીકવર - મોરબીની V પટેલ આંગડીયા પેઢીના કર્મચારી મનીષ પટેલ સહિતના બે કર્મચારીને માર મારી શનાળા બાયપાસ નજીકથી 1,19,50,000ની રોકડની લૂંટ કરી ચાર શક્સો કારમાં બેસીને ફરાર થયા ગટા હતા. આ બનાવ મામલે રાજકોટ રેંજ IG સંદીપસિંહની સુચનાથી પૂર્વ SP સુબોધ ઓડેદરા અને હાલના SP રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ ગુનાનો ભેદ ઉકેલવા કાર્યરત થયા હતા. આ દરમિયાન લૂંટના બનાવમાં મળેલ મુદામાલની બટવારા માટે ત્રણ શક્સો વાંકાનેર વીડી વિસ્તારમાં(Wankaner VD area) દલડી ગામની આસપાસ આવવાના હોવાની બાતમીને પગલે LCB ટીમે વોચ ગોઠવી(LCB team set the watch) હતી. આ બનાવમાં આરોપી મહમદ અલી ઉર્ફે પરવેઝ અલ્લારખા મુસા ચૌહાણ , સવસી હકાભાઇ ગરાભડીયા અને સુરેશ મથુર ગરાભડીયા એમ ત્રણ આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો: Robbery in Morbi Angadiya : મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી 1.20 કરોડની લૂંટ ચલાવી

કેવી રીતે ગુનાનો ભેદ ઉકેલાયો ? - આરોપીઓની ઓળખ મેળવવા મોરબી એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ, એસઓજી, મોરબી તાલુકા ઉપરાંત મોરબી એ ડીવીઝન અને ટંકારા પોલીસના અધિકારીઓની ટીમો બનાવી ગુનામાં વપરાયેલ હુન્ડાઈ વેન્યુ કારની તપાસમાં અલગ અલગ વિસ્તારમાં તપાસ કરતા હોય દરમિયાન બાતમીદારો મારફત બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલ આરોપી જાવીદ અલ્લારખા ચૌહાણ રહે રાજકોટ વાળો જે સોમનાથ ટ્રાવેલ્સમાં ડ્રાઈવર/ક્લીનર તરીકે નોકરી કરે છે તેના સગા ભાઈ પરવેઝ અલ્લારખા ચૌહાણ રહે રાજકોટ વાળાને ટીપ આપી હતી જેને મિત્ર પંકજની મદદથી કાવતરું રચ્યું હતું અને પંકજે નાના માત્રા ગામના સુરેશ કોળી, સવશી કોળી અને ત્રણ અજાણ્યા શક્સોનો સંપર્ક કરી બનાવને અંજામ આપ્યો હતો તેવી માહિતી મળી હતી અને ભાગબટાઈ માટે ત્રણ શક્સો રોકડ સાથે આવતા એલસીબી ટીમે દબોચી લીધા હતા.

સંપૂર્ણ માહિતી સાથે લુટનો પ્લાન - લૂંટનો મુખ્ય સુત્રધાર પરવેઝ ચૌહાણને તેના ભાઈ આરોપી અબ્દુલ કાદર ઉર્ફે જાવીદ ચૌહાણ છેલ્લા 15-17 વર્ષથી સોમનાથ ટ્રાવેલ્સમાં નોકરી કરતો હોવાથી આંગડીયા પેઢીની રોકડ રકમના પાર્સલો રાજકોટથી મોરબી જતા હોવાની પૂરી જાણકારી ધરાવતો હતો. જેની ટીપ તેના ભાઈ મહમદ અલી ઉર્ફે પરવેઝને આપી હતી. જે આધારે પરવેઝે તેના મિત્ર પંકજ સાથે મળી કાવતરું રચી બસના રૂટ બાબતે માહિતી આપવાની અને બનાવને અંજામ આપવાની તેમજ વાહનની વ્યવસ્થા પંકજે કરવાની જવાબદારી લીધી હતી.

આ પણ વાંચો: Robbery in Morbi: મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી 1.19 કરોડની લૂંટ, 4 ઈસમો ફરાર

આગાઉ પણ બે વખત લુંટનો પ્રયાસ નિષફળ રહ્યો - આરોપી પંકજ કેશા ગરાભડીયા મુખ્ય સુત્રધાર અને કાવતરું રચનાર આરોપી છે. જે રાજકોટથી નાના માત્રા સુધી ગાડી ચલાવી લઇ જનાર અને અગાઉ બે વખત લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરી ચુક્યો છે. આરોપી સવસી હકા ગરાભડીયા રહે નાના માત્રા વાળો સવશી અને સુરેશ તેમજ અજાણ્યા ત્રણ માણસોને લઈને રાજકોટ સુધી ક્યાય કોઈપણ જગ્યાએ કેમેરામાંના આવે તેવા રસ્તે લઈને આવી રાજકોટથી બનાવ સુધી સાથે રહ્યો હતો. વેન્યુ કાર તેના પિતા હકાભાઇના નામની છે જે પણ અગાઉ બે વખત લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરી ચુક્યો છે જયારે આરોપી સુરેશ મથુર ગરાભડીયા રહે નાના માત્રા વાળો સવશી અને સુરેશ તેમજ અન્યને રાજકોટ સુધી લાવી તેમજ સુરેશે ભોગ બનનાર આંગડીયા કર્મચારીની ગાડીમાંથી પાર્સલ વેન્યુ કારમાં મુક્યું હતું જે પણ અગાઉ બે વખત લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરી ચુક્યો છે.

કાર, રોકડ અને મોબાઈલ સહિતનો મુદામાલ કબજે - આંગડીયા પેઢીના કર્મચારીઓને માર મારી 1.19 કરોડની લૂંટ ચલાવવામાં આવી હતી જે બનાવમાં રોકડ રૂપિયા 79.74 લાખ, હુન્ડાઈ વેન્યુ કાર જીજે 03 એલએમ 8339 કીમત રૂપિયા 7 લાખ અને 1 મોબાઈલ કીમત રૂપિયા 3000નો મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી છે તો લોખંડ પાઈપ અને ગુપ્તી જેવા હથિયારો પણ પોલીસે કબજે લીધા છે

લુટમાં ચાર શક્સો હોવાની શંકા, ત્રણ ઝડપાયા - લૂંટના ગુન્હામાં ફરિયાદીએ ચાર શક્સોઆવ્યા હોવાની કેફિયત આપી હતી જેમાં પોલીસે ત્રણ શક્સોને ઝડપી લીધા છે તો અન્ય ત્રણ આરોપી અબ્દુલકાદર ઉર્ફે જાવીદ અલ્લારખા ચૌહાણ રહે રાજકોટ (ટીપ આપનાર), ઇમરાન અલ્લારખા ચૌહાણ રહે રાજકોટ (ગુન્હામાં કાવત્રામાં સામેલ થઇ મદદ કરનાર) અને પંક્જ્ર કેશાભાઇ ગરાભડીયા રહે નાનામાત્રા તા. વિંછીયા એમ ત્રણ શક્સોને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

લુંટ કરવામાં મોરબીમાં ફાવી ગયા - ઝડપાયેલા આરોપીઓ બાબતે ચોકાવનાર ખુલાસો થયો છે જેમાં આરોપીઓએ પ્રથમ વખત લૂંટના ગુનાને અંજામ આપ્યો નથી અગાઉ બે થી ત્રણ વખત લૂંટનો પ્લાન ઘડ્યો હતો જોકે પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો તો મોરબીમાં તેઓ ફાવી ગયા હતા અને લૂટને અંજામ આપવામાં સફળ રહ્યા હતા જોકે કાનુનનો લાંબો હાથ આરોપી સુધી પહોંચી ગયો છે અને ત્રણ શક્સો ઝડપાઈ ચુક્યા છે તો બાકીના ત્રણને ઝડપી લેવા ટીમો સતત દોડધામ કરી રહી છે.

બસના ડ્રાઈવરની ટીપની મદદથી લુંટનો પ્લાન બનાવ્યો - લૂંટારૂ ગેંગે લૂંટને અંજામ આપતા પહેલા બસના ડ્રાઈવરની ટીપની મદદથી લૂંટનો પ્લાન ઘડ્યો હતો અને રેકી કરી હતી તેમજ રાજકોટમાં જ લૂંટ ચલાવવાનું નક્કી કર્યું હતું પરંતુ આંગડીયા પેઢીએ અન્ય કારમાં આવી પાર્સલ બસમાં ચડાવી દીધા હતા જેથી રાજકોટથી બસનો પીછો કર્યો હતો અને મોરબી પહોંચી આંગડીયા કર્મચારીને પાર્સલ આપતા જ લૂટારૂઓ ત્રાટક્યા હતા અને લૂંટને અંજામ આપ્યો હતો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.