ETV Bharat / state

વાંકાનેર નગરપાલિકામાં બળવાખોરોએ ભાજપ પાસેથી પાલિકા છીનવી

author img

By

Published : Mar 16, 2021, 10:39 PM IST

વાંકાનેર નગરપાલિકાની ચુંટણીમાં ભાજપે 28 માંથી 24 બેઠકો જીતીને ભારે બહુમતી મેળવી હતી. જેથી સ્વાભાવિક ભાજપનું શાસન નક્કી માનવામાં આવતું હતું. જોકે આજે મંગળવારે પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પૂર્વે મોટો ખેલ થઇ જતા ભાજપે પાલિકા ગુમાવવાનો વારો આવ્યો છે. 16 સદસ્યોની બગાવતને પગલે વાંકાનેર પાલિકામાં અપક્ષના હાથમાં શાસનની ધુરા જોવા મળી છે.

વાંકાનેર નગરપાલિકામાં બળવાખોરોએ ભાજપ પાસેથી પાલિકા છીનવી
વાંકાનેર નગરપાલિકામાં બળવાખોરોએ ભાજપ પાસેથી પાલિકા છીનવી

  • ભાજપે વાંકાનેર પાલીકા ગુમાવી
  • 16 સભ્યોની બગાવતથી ભાજપને મેળવેલી સત્તા ભારે ગુમાવવાનો વારો આવ્યો
  • વાંકાનેર નગરપાલિકાની ચુંટણીમાં ભાજપે 28 માંથી 24 બેઠકો જીતી હતી

મોરબીઃ વાંકાનેર નગરપાલિકાની ચુંટણીમાં ભાજપે 28 માંથી 24 બેઠકો જીતીને ભારે બહુમતી મેળવી હતી. વાંકાનેર નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. જોકે, પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી પૂર્વે 16 સદસ્યોએ બગાવત કરી હતી અને આજે મંગળવારે પાલિકામાં ચૂંટણી સમયે બહુમતીથી ચૂંટાયેલા સભ્યોએ પ્રમુખ તરીકે જયશ્રીબેન સેજપાલ અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાનું નામ મવડી મંડળ અને જિલ્લા ભાજપ સમક્ષ સૂચવ્યૂં હતું. પરંતુ આંતરિક ખેંચતાણમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા બહુમતી સભ્યોની માંગણીથી વિપરીત પ્રમુખ તરીકે રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે જયશ્રીબેન ભરતભાઈ સુરેલાનો મેન્ડેડ આપતા વાંકાનેર પાલિકામાં રાજકીય ભૂકંપ જોવા મળ્યો હતો. ભાજપે વાંકાનેર પાલિકા ગુમાવી દીધી છે. વાંકાનેર નગરપાલિકામાં ઇન્ચાર્જ વાંકાનેર પ્રાંત અધિકારી ગંગાસિંગના અધ્યક્ષસ્થાને પ્રમુખ, ઉપ પ્રમુખ સહિતના હોદેદારોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ 28 સભ્યો પૈકી ત્રણ સભ્યો ગેરહાજર રહેતા 25 સભ્યોએ મતદાન કર્યું હતું.

આ પણ વાંચોઃ વાંકાનેર પાલિકા પ્રમુખની ચૂંટણી પૂર્વે ભડકો, 16 સદસ્યોએ રાજીનામાં આપ્યા

પ્રમુખ તરીકે જયશ્રીબેન સેજપાલ અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા વિજેતા જાહેર થયા

જેમાં ભાજપના પાર્ટી આદેશ મુજબ પ્રમુખ તરીકે રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે જયશ્રીબેન ભરતભાઈ સુરેલાની ચૂંટણી થતા જીતુભાઇ સોમાણી અને અગાઉ રાજીનામુ ધરી દેનારા રમેશભાઈ વોરાએ પાર્ટીના આદેશ મેન્ડેડ મુજબ ભાજપના સત્તાવાર ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું હતું, પરંતુ ભાજપના અન્ય 15 સભ્યોએ પાર્ટી આદેશનો અનાદર કરતા ભાજપ લઘુમતીમાં મુકાઈ ગયું હતું અને 15 બાગી સભ્યોના મતો મળતા પ્રમુખ તરીકે જયશ્રીબેન સેજપાલ અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા વિજેતા જાહેર થયા હતા.

વાંકાનેર નગરપાલિકામાં બળવાખોરોએ ભાજપ પાસેથી પાલિકા છીનવી

મોરબી પાલિકાનો ઈતિહાસ વાંકાનેરમાં પુનરાવર્તિત થયો

મોરબી નગરપાલિકાની વર્ષ 2015 માં યોજાયેલી ચુંટણીમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. મોરબી પાલિકાની 52 માંથી 32 બેઠકો જીતેલા કોંગ્રેસ પક્ષને બાગી સભ્યો ભારે પડ્યા હતા અને બાગી સભ્યોએ અલગ સમિતિ રચીને કોંગ્રેસનો જીતનો કોળીયો છીનવી લીધો હતો, ત્યારે સવા પાંચ વર્ષ બાદ વાંકાનેર નગરપાલિકામાં એ જ ઈતિહાસનું પુનરાવર્તન થયેલું જોવા મળ્યું હતું. આ વખતે ભાજપે સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.