- રેન્જ IG સંદીપ સિંઘનું મોરબીમાં વાર્ષિક ઇન્સપેકશન
- ગુનાના રેટમાં આવ્યો ઘટાડો
- કોરોનાકાળમાં જિલ્લા પોલીસની કામગીરી બિરદાવી
મોરબીમાં જિલ્લામાં રાજકોટ રેન્જના IG પી.સંદીપ.સિંઘ વાર્ષિક ઇન્સ્પેસક્શન માટે આવ્યા હતા. આ દરમિયાન તેમણે વિવિધ પોલીસ મથકનું નિરીક્ષણ તેમજ જિલ્લામાં એક વર્ષ દરમિયાન પોલીસ દ્વારા ગુનાખોરી બાબતમાં કેટલો સુધારો આવ્યો છે તે અંગે તપાસ કરી હતી
છેડતીના બનાવોમાં વધારો થયો
રેન્જ IG સંદીપ સિંઘે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. જે જગ્યાઓ ઉપર સુધારાની જરૂર છે, તે અંગેના સૂચનો કરવામાં આવ્યા હતા. અમૂક પોલીસ સ્ટેશનમાં છેડતીના બનાવો વધારે છે, જ્યારે અમૂકમાં ઇજાના ગુના વધુ છે. આવા કિસ્સામાં કડકમાં કડક પગલાં લેવા સૂચન આપવામાં આવ્યું છે.
કોરોના કાળમાં જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી
અમૂક પોલીસ સ્ટેશન એવા છે કે, જ્યાં ઘરફોડ ચોરીના ગુનાઓ વધ્યા છે. આ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ કરવા સૂચના આપવામાં આવી હતી. વધુમાં હિસ્ટ્રીશીટરના નિરંતર રાતના લોકેશન લેવા અને ચેક કરવાની સૂચના આપવામાં આવી છે.
પ્રોહિબિશન અને જુગારમાં કામગીરી સારી
મોરબીમાં આવેલા રેન્જ IGએ જણાવ્યું કે, મોરબી જિલ્લા પોલીસની પ્રોહિબિશન અને જુગારમાં કામગીરી સારી છે. તેમણે અહીંયા કોવિડની કામગીરીની સમીક્ષા કરી હતી અને વધુમાં તેમણે જણાવ્યું કે, કોવિડ અંગેની કામગીરી પણ ખૂબ સારી રહી છે. આ ઉપરાંત 25 ડિસેમ્બર અને 31 ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે. જેથી પોલીસ પણ વિવિધ પોઈન્ટ પર ચેકિંગ હાથ ધરશે.
કૅન્ટીન અને નવા પોલીસ સ્ટેશનનું ઉદ્ધાટન
રેન્જ IGના હસ્તે આજે શનિવારે મોરબીના શનાળા રોડ પર નિર્મિત પોલીસ ચોકી અને એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓની સુવિધા માટે ઉપલબ્ધ કરાવેલ સી.પી.સી કૅન્ટીન બિલ્ડીંગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા, પ્રો.IPS એમ.આર.ગુપ્તા, DySp રાધિકા ભરાઈ, આઈ.એમ પઠાણ સહિતના અધિકારી હાજર રહ્યા હતા.