ETV Bharat / state

Problem Of Water : મોરબી જિલ્લાના માળિયા તાલુકાના બગસરા ગામમાં પાણીની તંગી

author img

By

Published : Jun 11, 2021, 1:53 PM IST

બગસરા ગામમાં પાણીની તંગી
બગસરા ગામમાં પાણીની તંગી

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના બગસરા ગામ (bagasara village)માં પાણીની તંગી (Water problem) જોવા મળી રહી છે. પુરતું પાણી મળતું ના હોય જેથી ગ્રામજનો મુશ્કેલી અનુભવી રહ્યા છે. જે મામલે ગ્રામજનો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવ્યા છતાં પણ સમસ્યા હલ ન થતા ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

  • બગસરામાં 20 દિવસથી 2 કલાક અથવા 4 કલાક પાણી આવે
  • ગામમાં 2,000ની વસ્તી અને 700 માલઢોર
  • પાણી પૂરવઠા કચેરી ખાતે મહિલાઓ ધરણા કરશે

મોરબી : બગસરા ગામ (bagasara village)માં છેલ્લા 20 દિવસથી નાનાભેલા ગામથી આવતું પાણી બે દિવસે 2 કલાક અથવા 4 કલાક આવે છે. નાનાભેલાથી બગસરા પાઈપ દ્વારા અપાતું પાણી જે ગામમાં આવે છે. તેનાથી આખા ગામને પાણી વિતરણ બંધ છે. દરિયાકાંઠે આવેલ મીઠા ઉત્પાદનકર્તા પાણીના ટેન્કર રોજ ભરી આપે છે.

આ પણ વાંચો : નખત્રાણા તાલુકાના મુરૂ ગામના લોકો પાણીની સમસ્યાથી પરેશાન

5 દિવસ પછી પાણી પૂરવઠા કચેરી ખાતે મહિલાઓ ધરણા કરશે

બગસરા ગામ (bagasara village)ને પાણીની મોટી હાલાકી ભોગવવી (Water problem) પડે છે. ગામમાં 2,000ની વસ્તી અને માલઢોર 700 જેટલા છે અને બે દિવસ સુધી પાણી મળતું નથી. અપૂરતા પ્રમાણમાં પાણી આવે છે. પાણી પૂરવઠા બોર્ડને ફોન કરવામાં આવે ત્યારે ઉપરથી પાણી આવતું નથી અથવા લાઈટ નથી એવા ઉડાઉ જવાબ મળે છે. જેથી બગસરા ગામ (bagasara village)ને પૂરતા પ્રમાણમાં પાણી નહિ આપવામાં આવે તો 5 દિવસ પછી પાણી પૂરવઠા કચેરી ખાતે મહિલાઓ ધરણા કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

આ પણ વાંચો : ભર ઉનાળામાં ભુજ નગરપાલિકાના વોર્ડ નં 1 અને 2 માં પાણીની તંગી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.