ETV Bharat / state

Morbi bridge Collapse: 1262 પાનાની ચાર્જશીટ રજુ, જયસુખ પટેલનો આરોપી તરીકે નામ ઉમેરાયું

author img

By

Published : Jan 27, 2023, 6:53 PM IST

દિવાળીની રજાઓમાં મોરબીની ઐતિહાસિક ધરોહર સમાન ઝૂલતો પુલની મજા લોકો માણી રહ્યા હતા ત્યારે ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ નાગરિકોના જીવ લેવાયા હતા. જે દુર્ઘટના મામલે પોલીસે આજે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી છે. જેમાં આરોપી તરીકે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલનું નામ ઉમેરવામાં આવ્યું છે.

Charge Sheet Against Jaysukh Patel MD in morbi bridge tragedy
Charge Sheet Against Jaysukh Patel MD in morbi bridge tragedy

મોરબી: મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના મેનેજર સહીત નવ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવાયા હતા. જે બનાવને 3 માસ જેટલો સમય થવા આવ્યો છે ત્યારે મોરબી પોલીસે આજે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. જે ચાર્જશીટમાં 10 આરોપીના નામ છે અગાઉ નવ આરોપી ઝડપાઈ ચુક્યા છે અને જયસુખ પટેલનું નામ આરોપી તરીકે ઉમેરાયું હતું. જેની વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ ઈશ્યુ થઇ ચુક્યું છે અને તેઓએ આગોતરા જામીન અરજી કરી હોય જેમાં મુદત પડી છે. દરમિયાન પોલીસે આજે કોર્ટમાં 1262 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી છે.

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં 1262 પાનાની ચાર્જશીટ રજુ,
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં 1262 પાનાની ચાર્જશીટ રજુ,

મૃતકોના પરિવારના વકીલે શું કહ્યું?: ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં મૃતકોના પરિવારનો કેસ મોરબીના સીનીયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા લડી રહ્યા છે. જેઓએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે મૃતકોના પરિવાર વતી તેઓ જયસુખ પટેલની જામીન અરજી રદ થાય તે માટેનો કેસ લડી રહ્યા છે. આજે તપાસ ચલાવતા અધિકારીએ ચાર્જશીટ રજુ કરી છે. જેમાં 9 આરોપી પકડાઈ ચુકેલા દર્શાવ્યા છે તો જયસુખ પટેલ ફરાર હોવાનું ફોજદારી કેસ નં 675/23 ની ચાર્જશીટમાં દર્શાવ્યું છે. જે કેસમાં અન્ય આરોપીના નામો ખુલે અથવા તો જયસુખ પટેલની ધરપકડ બાદ પૂછપરછમાં અન્ય નામો ખુલે તો તે માટે તપાસ અધિકારી પુરવણી ચાર્જશીટ કરશે કેસમાં 300 થી 400 સાક્ષીઓ તરીકે લેવામાં આવ્યા છે અને 1200 થી વધુ પાનાંની ચાર્જશીટ પોલીસે ફાઈલ કરી છે.

આ પણ વાંચો Mineral water: મિનરલ વોટરના નામે મિલાવટ, પ્યુરીફિકેશન પ્લાન્ટ માલિકને 23 લાખનો દંડ

જયસુખ પટેલ તપાસ દરમિયાન મળી ના આવ્યા હોવાનું ચાર્જશીટમાં: મોરબી પોલીસે ઝૂલતો પુલ દુર્ઘટનામાં આજે પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકના ગુના નં 2003/2023 ની ઈ.પી.કલમ 304, 308, 336, 337, 338 અને 114 મુજબ ગુનો નોંધી પોલીસે નવ આરોપીની ધરપડક કરી હતી. જે તમામ આરોપીઓના સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટે જામીન નામંજૂર કરેલ છે. જેથી તમામ આરોપી હાલ જ્યુડીશ્યલ કસ્ટડી હેઠળ મોરબી સબ જેલમાં છે.

આ પણ વાંચો Hostel girl suicide case: પ્રધાન બાવળિયાની હોસ્ટેલમાં આપઘાત મામલે ગૃહ રાજ્ય પ્રધાનને સચોટ કારણ શોધવા પત્ર

કુલ 367 ઇસમોને સાહેદો તરીકે દર્શાવવામાં આવ્યા: જે કેસની તપાસમાં ઝુલતા પુલનું સંચાલન કરતી ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ રહે મોરબી વાળા વિરુદ્ધ તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળી આવતા તેમના સંભવિત આશ્રય સ્થાનો પર તપાસ કરાવતા મળી આવ્યા ના હોય જેથી નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ 70 મુજ્બનું વોરંટ મેળવ્યું છે. તેમજ અટક કરેલ નવ આરોપીઓ અને પકડવાના એક આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાં આજે ચાર્જશીટ નંબર 30/2023 તથા સી.સી.નંબર 675/2023 થી દાખલ કરવામાં આવેલ છે. જે ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપ મોરબીના મેનેજીંગ ડીરેક્ટરને લાલ્શાહીથી દર્શાવવામાં આવેલ છે જે ચાર્જશીટમાં કુલ 367 ઇસમોને સાહેદો તરીકે દર્શાવવામાં આવ્યા છે કુલ 1262 પેજનું ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.