ETV Bharat / state

મોરબીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા રેલી યોજાઈ

author img

By

Published : Sep 26, 2019, 3:02 PM IST

મોરબી: ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિકરા પ્રથમ અમૃતિયાની આગેવાનીમાં શહેરના રવાપર રોડ ઉપર આવેલા બાપા સીતારામ ચોકથી “પ્લાસ્ટિક મુક્ત મોરબી” જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીની સેલ્ફ ફાયનાન્સ સ્કુલોના વિદ્યાર્થીઓ, સ્ટાફ તેમજ સંચાલકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

મોરબીમાં “પ્લાસ્ટિક મુક્ત મોરબી” જનજાગૃતિ રેલી યોજાઈ

પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આહવાન કરવામા આવ્યુ છે. ત્યારે, મોરબી માળીયાના માજી ધારાસભ્યના દિકરા પ્રથમ અમૃતિયાએ આ અભિયાન મોરબી શહેરમાં વધુ અસરકારક નીવડે અને લોકો સ્વંય જાગૃત થઈને પ્લાસ્ટિકનો વપરાશ ટાળે તેવા હેતુસર જનજાગૃતિ રેલીનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા માટે તેમજ મોરબીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે નારા લગાવ્યા હતા. પ્લાસ્ટિક મુક્ત મોરબીના નારાથી શહેરના માર્ગો ગુંજી ઉઠયા હતા.

મોરબીમાં “પ્લાસ્ટિક મુક્ત મોરબી” જનજાગૃતિ રેલી યોજાઈ

શહેરના નહેરુ ગેટ ચોકમાં વિદ્યાર્થીઓની સભાને સંબોધતા માજી ધારાસભ્યે લોકોને પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા માટે અનુરોધ કર્યો હતો. જ્યારે તેમના દીકરા પ્રથમે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, આગામી દિવસોમાં જો પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ નહી કરવામાં આવે તો તેના માઠા પરિણામો આવે તેવી શક્યતા છે. જેથી જમીનના રક્ષણ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવામાં આવે તે જરૂરી નહિ પરંતુ અનિવાર્ય છે.

Intro:gj_02_plastic_jagruti_reli_visual_avb_gj10004
gj_02_plastic_jagruti_reli_bite_avb_gj10004
gj_02_plastic_jagruti_reli_script_avb_gj10004
approved by desk
gj_02_plastic_jagruti_reli_gj10004
Body:માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દીકરા પ્રથમ અમૃતિયાની આગેવાની આજે શહેરના રવાપર રોડ ઉપર આવેલા બાપા સીતારામ ચોકથી “પ્લાસ્ટિક મુક્ત મોરબી” જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીની મોટાભાગની સેલ્ફ ફાયનાન્સ સ્કુલોના વિદ્યાર્થીઓ, સ્ટાફ તેમજ સંચાલકો મોટી સંખ્યામાં જોડાયા હતા. “પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આહવાન કર્યું છે ત્યારે મોરબી માળીયાના માજી ધારાસભ્યના દીકરા પ્રથમ અમૃતિયાએ આ અભિયાન મોરબી શહેરમાં વધુ અસરકારક નીવડે અને લોકો સ્વંય જાગૃત થઈને પ્લાસ્ટિકનો વપરશ બંધ કરે તેવા હેતુસર જન જાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું જેમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા માટે તેમજ મોરબીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે નારા લગાવ્યા હતા જેથી કરીને પલ્સ્તિક મુક્ત મોરબીના નારાથી શહેરના માર્ગો ગુંજી ઉઠયા હતા
શહેરના નહેરુ ગેટ ચોકમાં વિદ્યાર્થીઓની સભાને સંબોધતા માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લોકોને પ્લાસ્ટીકનો ઉદ્યોગ ટાળવા માટે અનુરોધ કર્યો હતો જો કે, તેના દીકરા પ્રથમે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, આગામી દિવસોમાં જો પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ નહી કરવામાં આવે તો તેના માઠા પરિણામો આવે તેવી શક્યતા છે જેથી જમીનના રક્ષણ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવામાં આવે તે જરૂરી નહિ પરંતુ અનિવાર્ય છે

બાઈટ : પ્રથમ અમૃતિયા, માજી ધારાસભ્યના પુત્ર
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.