ETV Bharat / state

મોરબીના 193 શિક્ષકોને પરીક્ષામાં ગેરરીતિ બદલ અપાઈ નોટિસ

author img

By

Published : Dec 6, 2019, 1:52 AM IST

મોરબી: જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા પરીક્ષા દરમિયાન 98 જેટલી શાળાઓની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ગેરરીતિ જોવા મળતા 193 જેટલા શિક્ષકોને નોટિસો ફટકારવામાં આવી છે. નોટિસોમાં તમામ શિક્ષકોને 10 દિવસમાં ખુલાસો રજૂ કરવા જણાવાયું હોવાનું જાણવા મળ્યું છે.

Morbi
Morbi

મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં તાજેતરમાં પ્રથમ સત્રની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં શિક્ષકોએ વિવિધ નિયમોનું પાલન કરવાનું રહે છે. લેશન ડાયરી નિભાવવી, એકમ કસોટી સમયસર તપાસીને વિદ્યાર્થીના વાલી પાસે સહી કરાવીને તેને પરત મેળવવી, પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તેની તકેદારી રાખવા સહીતની કામગીરી શિક્ષકોએ કરવાની હોય છે.

મોરબીના 193 શિક્ષકોને પરીક્ષામાં ગેરરીતિ બદલ અપાઈ નોટિસ

આ પરીક્ષા દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓએ 98 જેટલી શાળાઓની સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી. જે દરમિયાન અમુક શિક્ષકો તો જાતે જ વિદ્યાર્થીઓને જવાબો લખાવતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત અન્ય ગેરરીતિ પણ જોવા મળી હતી. જે બદલ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી દ્વારા 193 જેટલા શિક્ષકોને નોટિસો પાઠવવામાં આવી છે. તેમજ આ નોટિસમાં શિક્ષકોને 10 દિવસમાં ખુલાસો રજૂ કરવા જણાવાયું છે.

Intro:gj_mrb_03_teachers_notice_visual_avb_gj10004
gj_mrb_03_teachers_notice_bite_avb_gj10004
gj_mrb_03_teachers_notice_script_avb_gj10004

gj_mrb_03_teachers_notice_avb_gj10004
Body:મોરબી જિલ્લાના 193 શિક્ષકોને પરીક્ષામાં ગેરરીતિ બદલ અપાઈ નોટિસો

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા પરીક્ષા દરમિયાન ૯૮ જેટલી શાળાઓની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ગેરરીતિ જોવા મળતા ૧૯૩ જેટલા શિક્ષકોને નોટિસો ફટકારવામાં આવી છે.નોટિસોમાં તમામ શિક્ષકોને દિવસ ૧૦માં ખુલાસો રજૂ કરવા જણાવાયું હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં તાજેતરમાં પ્રથમ સત્રની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં શિક્ષકોએ વિવિધ નિયમોનું પાલન કરવાનું રહે છે. લેશન ડાયરી નિભાવવી, એકમ કસોટી સમયસર તપાસીને વિદ્યાર્થીના વાલી પાસે સહી કરાવીને તેને પરત મેળવવી, પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તેની તકેદારી રાખવા સહીતની કામગીરી શિક્ષકોએ કરવાની હોય છે.આ પરીક્ષા દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓએ ૯૮ જેટલી શાળાઓની સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી. જે દરમિયાન અમુક શિક્ષકો તો જાતે જ વિદ્યાર્થીઓને જવાબો લખાવતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત અન્ય ગેરરીતિ પણ જોવા મળી હતી. જે બદલ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી દ્વારા ૧૯૩ જેટલા શિક્ષકોને નોટિસો પાઠવવામાં આવી છે. આ નોટિસમાં શિક્ષકોને ૧૦ દિવસમાં ખુલાસો રજૂ કરવા જણાવાયું છે.

બાઈટ : મયુર પારેખ, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મોરબી
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.