ETV Bharat / state

મોરબીના ઉદ્યોગપતિઓની નવી પહેલ, ચીની માલ-સામાન બંધ કરો

author img

By

Published : Jul 6, 2020, 4:11 PM IST

ભારત-ચીન સરહદમાં થયેલા ઘર્ષણમાં ભારતના 20 વીર જવાનો શહીદ થયા હતા. જે બાદ સમગ્ર દેશમાં ચીન સામે રોષ ફાટી નીકળ્યો છે. બીજી તરફ ચીનની માલ-સામાનનો બહિષ્કાર પણ થઈ રહ્યો છે, ત્યારે મોરબીના ઘડિયાળ ઉદ્યોગ પણ આત્મનિર્ભર બનીને ચીનની આયાત બંધ કરી ચીનને સબક શીખવવાનો નિર્ણય લીધો છે.

ઘડિયાળ ઉદ્યોગ
ઘડિયાળ ઉદ્યોગ

મોરબીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને મજબુત કરવા તેમજ ચીનથી આવતા અબજો રૂપિયાના માલની આયાત બંધ કરવા મોરબીના અગ્રણી ઉદ્યોગપતિએ પહેલ કરી છે. મોરબીના ઓરેવા ગૃપના જયસુખભાઈ પટેલના નેતૃત્વમાં ઘડિયાળ ઉદ્યોગે ચીનની આયાત બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ વિચારને ઘડિયાળ ઉદ્યોગ સાથે સંકળાયેલ 150 ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્વીકારી લઈને બધા સાથે મળીને સંગઠન તૈયાર કરવામાં આવ્યું છે.

મોરબી બની શકે છે ઈન્ડસ્ટ્રીયલ હબ
  • મોરબી બની શકે છે ઈન્ડસ્ટ્રીયલ હબ
  • ઘડિયાળ ઉદ્યોગ સાથે સંકળાયેલા 150 ઇન્ડસ્ટ્રીઝ નહીં કરે ચીનથી આયાત
  • પ્લાસ્ટિક આઈટમ, ઇલેક્ટ્રિક આઈટમ, મેન્યુફેકચરીંગનો 50 વર્ષથી વધુનો અનુભવ
  • પ્રોડક્ટ ડીઝાઇનથી માંડીને પેકિંગ સુધીની તમામે તમામ ઇન્ડસ્ટ્રીઝ મોરબીમાં ઉપલબ્ધ
  • ચાઈના જેવી જ વસ્તુ તેનાથી સારી ક્વોલીટી અને સારા રેટમાં તૈયાર થશે
  • ચીનથી આયાત બંધ કરી દેશની અંદર જ અકલ્પનીય રોજગારીનું સર્જન થશે

આ સંગઠન દેશની સરકાર દેશના દરેક ઈમ્પોર્ટર અને દેશની મલ્ટીનેશનલ કંપનીઓને અપીલ કરે છે કે, ચીનથી ડાયરેક્ટ કમ્પલીટ ફિનિશ પ્રોડક્ટ ઈમ્પોર્ટ કરવાને બદલે મોરબીનો સંપર્ક કરો ચાઈના જેવી જ વસ્તુ તેનાથી સારી ક્વોલીટી અને સારા રેટમાં મોરબીમાં તૈયાર કરી આપશું.

આ અદભુત અભિયાન અંગે ઓરેવા ગૃપના જયસુખભાઈ પટેલે જણાવ્યું હતું કે, મોરબીના ઉદ્યોગપતિઓ પાસે પ્લાસ્ટિક આઈટમ, ઇલેક્ટ્રિક આઈટમ, મેન્યુફેકચરીંગનો 50 વર્ષથી વધુનો અનુભવ છે. પ્રોડક્ટ ડીઝાઇનથી માંડીને પેકિંગ સુધીની તમામે તમામ ઇન્ડસ્ટ્રીઝ મોરબીમાં ઉપલબ્ધ છે. આમ ચીનથી આયાત બંધ કરી દેશની અંદર જ અકલ્પનીય રોજગારીનું સર્જન થશે. જયસુખભાઈ પટેલે કેન્દ્ર સરકાર તેમજ અનેક મલ્ટીનેશનલ કંપનીઓ અને દેશના ઈમ્પોર્ટરો સાથે કમ્યુનિકેશન કરીને આ અભિયાન શરૂ કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.