ETV Bharat / state

દીવા તળે અંધારુઃ વાંકાનેરમાં વઘાસિયા ટોલ પ્લાઝા નજીક ધમધમે છે ગેરકાયદેસર ટોલનાકુ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 4, 2023, 8:33 PM IST

Updated : Dec 4, 2023, 9:13 PM IST

વાંકાનેર તાલુકાના વઘાસિયા ટોલ પ્લાઝાની નજીક જ ગેરકાયેદસર ટોલનાકુ ધમધમી રહ્યું છે. વાહન ચાલકો ઓછા નાણાં ચૂકવીને આ ટોલનાકાનો ભરપૂર ઉપયોગ પણ કરી રહ્યા છે. વાંચો વિગતવાર... Morbi Vankaner Vaghasiya Toll Plaza Illegal Toll Plaza

વાંકાનેરમાં વઘાસિયા ટોલ પ્લાઝા નજીક ધમધમે છે ગેરકાયદેસર ટોલનાકુ
વાંકાનેરમાં વઘાસિયા ટોલ પ્લાઝા નજીક ધમધમે છે ગેરકાયદેસર ટોલનાકુ

વાહન ચાલકો ઓછા નાણાં ચૂકવીને આ ટોલનાકાનો ભરપૂર ઉપયોગ કરે છે

મોરબીઃ ઘણીવાર "દીવા નીચે અંધારુ" કહેવત સાર્થક કરતી ઘટનાઓ ઘટે છે. આવી જ એક ઘટના મોરબીના વાંકાનેરમાં બની છે. વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝા નજીક જ ગેરકાયદેસર ટોલનાકુ ધમધમે છે. વાહન ચાલકો પણ ઓછા નાણાં ચૂકવીને આ ટોલનાકાનો ઉપયોગ કરી બાયપાસ થઈ જાય છે. સ્ટ્રેન્જ બટ ટ્રુ તો એ છે કે વઘાસિયા ટોલ પ્લાઝાની અત્યંત નજીક આ ગેરકાયદેસર વેપાર ફુલ્યો ફાલ્યો છે, તેમ છતા શા માટે કોઈ કાયદાકીય પગલા લેવાયા નથી ?

દોઢ વર્ષથી કાળો વેપારઃ વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝાની નજીક એક ગેરકાયદેસર ટોલનાકુ બનાવી દેવામાં આવ્યું છે. એક બંધ પડેલ ફેક્ટરીના કમ્પાઉન્ડમાંથી વાહન ચાલકો પાસેથી નાણાં ઉઘરાવી તેમને ટોલ પ્લાઝાની બાયપાસ કરી દેવામાં આવી રહ્યા છે. ટોલ પ્લાઝા પાસેની વ્હાઈટ હાઉસ નામક બંધ પડેલ ફેક્ટરીના કમ્પાઉન્ડમાં એક નકલી ટોલનાકુ ઊભું કરી દેવાયું છે. આ ટોલનાકા પરના માણસો વાહન ચાલકો પાસેથી ગેરકાયદેસર અને ઓછા નાણાં ઉઘરાવી વાહન પસાર થવા દે છે. વાહન ચાલકોને પણ ઓછી ટોલ ફી ભરવી પડતા ગેલમાં છે. તેઓ આ ગેરકાયદેસર ટોલનાકાનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે છે. આ ગેરકાયદેસર ટોલનાકુ અસામાજિક અને માથાભારે તત્વો દ્વારા ચલાવવામાં આવતું હોવાના પ્રાથમિક અહેવાલ મળ્યા છે. આ તત્વો રોજના હજારો કમાઈ લે છે જ્યારે વઘાસિયા ટોલ પ્લાઝાને રોજના હજારોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

કાયદેસર કાર્યવાહીઃ આ ગેરકાયદેસર ટોલનાકાના સમાચાર ફેલાઈ જતા હાલ પૂરતો ફેક્ટરીનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર પણ હવે આળસ મરડીને બેઠું થયું છે. કલેક્ટર દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. જેમાં ડીવાયએસપીની પણ મદદ લેવામાં આવશે. એક ખાસ ટીમ સ્થળની રુબરુ મુલાકાત લઈ કલેક્ટરને રિપોર્ટ સોંપશે. ત્યારબાદ આ ગેરકાયદેસ ટોલનાકુ ચલાવતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગેરકાયદેસર ટોલનાકા મામલાની તપાસ વાંકાનેર પ્રાંત અધિકારીને સોંપી દેવામાં આવી છે. જેમાં ડીવાયએસપી લેવલના અધિકારીની પણ મદદ લેવાશે. એક ટીમ સ્થળ પર રુબરુ મુલાકાત કરી રિપોર્ટ રજૂ કરશે. ત્યારબાદ આરોપીઓ વિરુદ્ધ કડક પગલા ભરવામાં આવશે...જી.ટી. પંડ્યા(કલેક્ટર, મોરબી)

  1. Bharuch Crime News: હાનિકારક કેમિકલ વેસ્ટ નિકાલ કૌભાંડના મૂળ આરોપીની ધરપકડ કરાઈ
  2. Ahmedabad Crime: સ્પાના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હવે અમદાવાદમાં નહીં ચાલે, પોલીસ તૈયાર કર્યો એક્શન પ્લાન
Last Updated : Dec 4, 2023, 9:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.