ETV Bharat / state

મોરબી એસટી ડેપોને દિવાળી ફળી, 8 જ દિવસમાં કરી આટલા રૂપિયાની ધરખમ કમાણી

author img

By

Published : Nov 10, 2021, 10:15 PM IST

મોરબી એસટી ડેપોને દિવાળી ફળી, 8 જ દિવસમાં કરી આટલા રૂપિયાની ધરખમ કમાણી
મોરબી એસટી ડેપોને દિવાળી ફળી, 8 જ દિવસમાં કરી આટલા રૂપિયાની ધરખમ કમાણી

દિવાળીના તહેવારો (Diwali Festive Season) દરમિયાન આ વખતે એસટી વિભાગ (ST Department)ને સારી એવી આવક થઈ છે. એટલું જ નહીં, મોરબી (Morbi)ના ઇતિહાસમાં એસટી વિભાગની આ વખતની આવક સૌથી સારી રહી છે. મોરબી એસટી ડેપોએ 8 દિવસમાં જ રૂપિયા 35.25 લાખ રૂપિયાની આવક કરીને સરકારી તિજોરી છલકાવી છે.

  • દર વખત કરતા આ વખતે ધરખમ આવક થઈ
  • દિવાળી દરમિયાન 35 લાખથી વધુની આવક થઇ
  • એડવાન્સ બુકિંગની યોજના પણ ફળીભૂત

મોરબી: એસટી ડેપોને આ વખતે દિવાળી ફળીભૂત થઈ છે. દિવાળી (Diwali)ના સમગ્ર તહેવારોમાં મોરબી એસટી ડેપો (Morbi ST Depot)એ 8 દિવસમાં જ રૂપિયા 35.25 લાખ રૂપિયાની આવક કરીને સરકારી તિજોરી છલકાવી છે. આ ઉપરાંત એડવાન્સ બુકિંગની યોજના પણ ફળીભૂત થઈ હતી.

એસટી વિભાગે એક્સ્ટ્રા બસો દોડાવી હતી

મોરબીમાં દિવાળી નિમિત્તે મોટાભાગના લોકો બહારગામ, પોતાના સગા-સ્નેહીઓના ઘરે કે ધાર્મિક સ્થળ અથવા પર્યટન સ્થળે જતા હોય છે. દિવાળીના તહેવારને કારણે દાહોદ, ગોધરા અને પંચમહાલ તરફના ખેતમજૂરો મોરબીથી ખાસ દિવાળી નિમિત્તે વતન જતા હોય છે. આ ટ્રાફિકના ઘસરાને પહોંચી વળવા મોરબી એસટી ડેપોએ દાહોદ, ગોધરા અને પંચમહાલ, અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર સહિતના રૂટ ઉપર એક્સ્ટ્રા બસો દોડાવી હતી.

એડવાન્સ બુકિંગના કારણે વધુ ફાયદો

દિવાળીના તહેવારો દરમિયાન એસટી બસો હાઉસફુલ રહેતા એસટી તંત્રને 8 દિવસમાં રૂપિયા 35,25,123ની આવક થઈ છે. આ વખતે એસટી તંત્ર દ્વારા એડવાન્સ બુકિંગની યોજના અમલમાં મુકવામાં આવી હતી, જેમાં જે સ્થળે બુકિંગ કરાયું હોય ત્યાંથી બસ પિકઅપ કરીને ઉપડતી હતી, જેમાં 52 ટ્રીપનું એડવાન્સ બુકિંગ થઈ ગયું હતું.

મોરબીના ઇતિહાસની એસટી ડેપોની સૌથી સારી આવક થઈ

એસટી ડેપો મેનેજર દિલીપ શામળા, એસટી ડ્રાઇવર, કંડક્ટર, વહિવટી સ્ટાફ સહિત સમગ્ર એસટી સ્ટાફ અને ભારતીય મજૂર સંઘના પ્રમુખ સહિતના સતત સેવા માટે ખડેપગ રહ્યા હતા, તેથી આ વખતે મોરબીના ઇતિહાસમાં દિવાળી દરમિયાન એસટી ડેપોને સારી એવી આવક થઈ છે.

આ પણ વાંચો: નડીયાદમાં રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ પર શિક્ષણ, કાનુની સલાહ અંગે જન જાગૃતિ રેલી યોજાઈ

આ પણ વાંચો: રાજકોટમાં 16 દુકાનો પર દરોડા, 42 કિલો અખાદ્ય પદાર્થ ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.