ETV Bharat / state

કોંગ્રેસના સ્થાપના દિવસે કોંગ્રેસના પંજાને પાંચ પ્રકારની વૃતિ-પ્રવૃતિ અને વિકૃતિ છોડી દેવી જોઈએઃ ભરત પંડ્યા

author img

By

Published : Dec 28, 2019, 3:14 PM IST

Updated : Dec 28, 2019, 7:30 PM IST

મોરબીઃ કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદા અધિનિયમ લાવ્યા બાદ દેશમાં તેનો વિરોધ અને સમર્થન બંને જોવા મળી રહ્યા છે. જેમાં શનિવારના નાગરિક સમિતિ મોરબી દ્વારા વિશાળ જનસમર્થન રેલી યોજાઈ હતી. જે રેલી શહેરના માર્કેટિંગ યાર્ડથી શરુ થઈને શહેરના નવા બસ સ્ટેન્ડ, શનાળા રોડ અને ગાંધી ચોક થઈને નહેરુ ગેઇટ ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.

morbi
મોરબીમાં CAAના સમર્થનમાં વિશાળ જનસમર્થન રેલી યોજાઈ

CAAના સમર્થનમાં યોજાયેલી વિશાળ જનસમર્થન રેલીમાં ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, માજી પ્રધાન જયંતીભાઈ કવાડિયા, માજી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા સહિતના અગ્રણીઓ તેમજ મોરબીની નાની મોટી સેવાભાવી અને સામાજિક સંસ્થાઓ, વ્યાપારી સંગઠનો, સિરામિક એસોસિએશન, મોરબી કલોક એસોસિએશન સહિતની સંસ્થાઓ જોડાઈ હતી.

મોરબીમાં CAAના સમર્થનમાં વિશાળ જનસમર્થન રેલી યોજાઈ

વિશાળ જનસમર્થન રેલીમાં તિરંગા ધ્વજ સાથે વિદ્યાર્થીઓ, આગેવાનો, યુવાનો સહિતના નગરજનો જોડાયા હતા અને રેલીમાં 'વંદે માતરમ અને ભારત માતા કી જય'ના નારા ગુંજ્યા હતા. વિશાળ જનસમર્થન રેલીને પગલે ટ્રાફિકના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, શનિવારે મોરબી જનસમર્થન રેલીમાં જોડાયેલા ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનો સ્થાપના દિવસ છે, ત્યારે ગાંધીજીની ઈચ્છા અનુસાર કોંગ્રેસનું વિસર્જન કરી નાખવું જોઈએ. કોંગ્રેસ ભલે ભાજપ વિરોધ કાર્યક્રમ આપે પરંતુ, દેશ વિરોધી કાર્યક્રમો ના આપવા જોઈએ અને રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

સાંસદ મોહનભાઈ કુંડારિયાએ કાયદા સમાજ વિરોધી ના હોય અને અન્ય દેશના નાગરિકોને નાગરિકતા આપવા માટે છે. કોઈની નાગરિકતા છીનવી લેવા માટે નથી તેમ જણાવ્યું હતું.

Intro:gj_mrb_01_caa_samarthan_reli_bite_01_avbb_gj10004
gj_mrb_01_caa_samarthan_reli_bite_02_avbb_gj10004
gj_mrb_01_caa_samarthan_reli_visual_avbb_gj10004
gj_mrb_01_caa_samarthan_reli_script_avbb_gj10004

gj_mrb_01_caa_samarthan_reli_avbb_gj10004
Body:મોરબીમાં સીએએના સમર્થનમાં વિશાલ જનસમર્થન રેલી યોજાઈ
         કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન અધિનિયમ લાવ્યા બાદ દેશમાં તેનો વિરોધ અને સમર્થન બંને જોવા મળી રહ્યા છે જેમાં આજે નાગરિક સમિતિ મોરબી દ્વારા વિશાલ જનસમર્થન રેલી યોજાઈ હતી જે રેલી શહેરના માર્કેટિંગ યાર્ડથી શરુ થઈને શહેરના નવા બસ સ્ટેન્ડ, શનાળા રોડ અને ગાંધી ચોક થઈને નહેરુ ગેઇટ ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી સીએએના સમર્થનમાં યોજાયેલી વિશાલ જનસમર્થન રેલીમાં ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, માજી મંત્રી જયંતીભાઈ કવાડિયા, માજી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા સહિતના અગ્રણીઓ તેમજ મોરબીની નાની મોટી સેવાભાવી અને સામાજિક સંસ્થાઓ, વ્યાપારી સંગઠનો, મોરબી સિરામિક એસો, મોરબી કલોક એસો સહિતની સંસ્થાઓ જોડાઈ હતી વિશાલ જનસમર્થન રેલીમાં તિરંગા ધ્વજ સાથે વિદ્યાર્થીઓ, આગેવાનો, યુવાનો સહિતના નગરજનો જોડાયા હતા અને રેલીમાં વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા ગુંજ્યા હતા વિશાલ જનસમર્થન રેલીને પગલે ટ્રાફિકના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો આજે મોરબી જનસમર્થન રેલીમાં જોડાયેલ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે ત્યારે ગાંધીજીની ઈચ્છા અનુસાર કોંગ્રેસનું વિસર્જન કરી નાખવું જોઈએ, કોંગ્રેસ ભલે ભાજપ વિરોધ કાર્યક્રમ આપે પરંતુ દેશ વિરોધી કાર્યક્રમો ના આપવા જોઈએ અને રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા તો સાંસદ મોહનભાઈ કુંડારિયાએ બીલ સમાજ વિરોધી ના હોય અને અન્ય દેશના લોકોને નાગરિકોને નાગરિકતા આપવા માટે છે કોઈની નાગરિકતા છીનવી લેવા માટે નથી તેમ જણાવ્યું હતું

બાઈટ ૧ : ભરત પંડ્યા – પ્રવક્તા, પ્રદેશ ભાજપ
બાઈટ ૨ : મોહનભાઈ કુંડારિયા – સાંસદ
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
Last Updated : Dec 28, 2019, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.