ETV Bharat / state

Morbi Bridge Collapse: જયસુખ પટેલે જેલમાં ઉજવવી પડશે ધૂળેટી, કોર્ટે જામીન અરજી ફગાવી

author img

By

Published : Mar 7, 2023, 7:06 PM IST

મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને કોર્ટે ફરી ઝટકો આપ્યો છે. કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. એટલે હવે ધૂળેટીના તહેવારમાં પણ તે જેલમાં જ રહેશે.

Morbi Bridge Collapse: જયસુખ પટેલે જેલમાં ઉજવવી પડશે ધૂળેટી, કોર્ટે જામીન અરજી ફગાવી
Morbi Bridge Collapse: જયસુખ પટેલે જેલમાં ઉજવવી પડશે ધૂળેટી, કોર્ટે જામીન અરજી ફગાવી

મોરબીઃ જિલ્લામાં ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં 135થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારે પોલીસે આ મામલે ઓરેવા ગૃપના એમડી જયસુખ પટેલ સહિત 10 આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે આ મામલે મુખ્ય આરોપી જયસુખ પટેલને કોર્ટે ફરી ઝટકો આપ્યો છે. આરોપીએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દેતા જયસુખ પટેલે હજી પણ જેલમાં જ રહેવું પડશે.

આ પણ વાંચોઃ High Court: કાઉન્સિલર સરકારી અધિકારીઓ સાથે અભદ્ર ભાષામાં દૂર્વ્યવહાર કરે એ ગેરવર્તણૂક સમાનઃ HCનો ચૂકાદો

કોર્ટે ફગાવી જામીન અરજીઃ મોરબી બ્રિજ દુર્ઘટનાનો મુખ્ય આરોપી જયસુખ પટેલ છેલ્લા 27 દિવસથી જેલમાં બંધ છે. ત્યારે તેણે ફરી જામીન અરજી પર મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં કરી હતી. તો કોર્ટે આજે તેની જામીન અરજી ફગાવી દીધી હતી.

4 માર્ચે કોર્ટમાં સુનવણી થઈ હતીઃ જયસુખ પટેલે મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી, જેની સુનાવણી 4 માર્ચે થઈ હતી. તે દરમિયાન બંને પક્ષના વકીલોએ સામસામી દલીલો રજૂ કરી હતી. જયસુખ પટેલના વકીલે હાઈકોર્ટના આદેશનો હવાલો આપીને દલીલ રજૂ કરી હતી કે, બેન્કનું કામ અને પીડિતોને વળતર ચૂકવવા જયસુખ પટેલને વચગાળાના જામીન મંજૂર કરવા જોઈએ. તો સામે સરકારી વકીલે દલીલો રજૂ કરી હતી કે, જયસુખ પટેલ ત્રણ માસથી ભાગતા ફરતા હતા. તેમ જ એક માસથી જેલમાં બંધ છે, છતાં કંપનીનો વહીવટ ચાલે છે એટલે જયસુખ પટેલનું બહાર આવવું જરૂરી નથી. ત્યાર બાદ નામદાર મોરબી કોર્ટે 7મી માર્ચે ફેંસલો કરવાનું મુકરર કર્યું હતું. તો આજે મોરબી ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટમાં વચગાળાના જામીન માટેની અરજીને નામંજૂર કરી હતી.

આ પણ વાંચોઃ Gujarat High court : કોર્ટની ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા બાબતે સુરત કમિશનર શાલીન અગ્રવાલએ કોર્ટમાં બિનશરતી માફી માંગી

હાઈકોર્ટે 10-10 લાખ મૃતકોના પરિવારજનોને ચુકવવા કર્યો છે આદેશઃ આ પહેલા મોરબી પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે ઓરેવા કંપનીને મૃતકના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો. ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા દરેક પીડિતોને 2-2 લાખ રૂપિયા ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો. ચૂકાદો સંભળાવતી વખતે ગુજરાત હાઈકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે, વળતર ચૂકવવાથી પોલીસ કાર્યવાહીમાંથી રાહત મળશે તેમ કંપનીએ માનવું જોઈએ નહીં. કેસની કાર્યવાહી અને વળતરને કોઈ સંબંધ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.