ETV Bharat / state

Gujarat Govt Notice : મોરબી નગરપાલિકા સુપરસીડ કરવા સરકારે નોટિસ ફટકારી

author img

By

Published : Jan 20, 2023, 3:28 PM IST

Gujarat Govt Notice : મોરબી નગરપાલિકા સુપરસીડ કરવા સરકારે નોટિસ ફટકારી
Gujarat Govt Notice : મોરબી નગરપાલિકા સુપરસીડ કરવા સરકારે નોટિસ ફટકારી

મોરબીનો ઝૂલતો પુલ દુર્ઘટના કેસ (Morbi Bridge Collapse Case )ની હાઈકોર્ટમાં સુનાવણી (Gujarat High Court Hearing )ચાલી રહી છે. જેમાં મોરબી નગરપાલિકા સુપરસીડ કરવાની હિલચાલ છે. સરકારે મોરબી નગરપાલિકાને નોટિસ (Gujarat Govt Notice to Morbi Municipality )ફટકારી નગરપાલિકા સુપરસીડ કેમ ના કરવી તેનો જવાબ આપવા એક સપ્તાહની મુદત આપી છે.

મોરબી મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા સર્જાયેલી દુર્ઘટનાના આફટર શોક હજુ શમ્યા નથી અને હાઈકોર્ટ સુધી થયેલી કાર્યવાહી બાદ મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાની હિલચાલ જોવા મળતી રહી છે. જેમાં આજે સરકારે મોરબી નગરપાલિકાને નોટિસ ફટકારીને નગરપાલિકા સુપરસીડ કેમ ના કરવી તેનો જવાબ આપવા એક સપ્તાહની મુદત આપી છે અને તા. 25 સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.

આ પણ વાંચો Morbi Bridge Collapse Case : હાઇકોર્ટના આદેશનું પાલન કરતી હોવાનું સરકારનો દાવો

ગઇકાલે હાઇકોર્ટે સરકારનું નાક દાબ્યું હતું : ગુજરાત હાઇકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટના મામલાને લઈને ગુરુવારે સુનાવણી (Morbi Bridge Collapse Case ) યોજાઇ હતી. જે સુનાવણીમાં (Gujarat High Court Hearing ) સરકાર દ્વારા નવેસરથી એફિડેવિટ ( Gujarat Govt Notice to Morbi Municipality ) રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રજૂઆત કરી હતી કે સરકાર હાઇકોર્ટની કાર્યવાહી અને કામગીરીને લઈને આદેશ પ્રમાણે કાર્ય કરી રહી છે અને મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા વિશે કાર્યવાહીની ખાતરી આપી હતી.

હાઈકોર્ટમાં ચાલી રહી છે સુનાવણી : પ્રાપ્ત વિગતો મુજબ મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડ્યાને અઢી માસનો સમય વીતી ચુક્યો છે. દરમિયાન ઝૂલતો પુલ તૂટી પડતા હાઈકોર્ટમાં સુઓમોટો હેઠળ સુનાવણી કેસની સુનાવણી ચાલી રહી છે. જેમાં અગાઉ સરકાર પક્ષે નગરપાલિકા સુપરસીડ કરવામાં આવશે તેવું કોર્ટને જણાવ્યું હતું. જોકે સરકારે તે જવાબ રજુ કર્યાના આટલા દિવસો વીત્યા બાદ પણ સુપરસીડ અંગે કોઈ હિલચાલ જોવા મળતી ન હતી.

આ પણ વાંચો મોરબી ઝૂલતા પુલ હોનારતને લઇ જામનગરના પરિવારનો ચોંકાવનારો દાવો

સુપરસીડ કરવાની ચર્ચા : દરમિયાન અચાનક નગરપાલિકા સુપરસીડ બાબતે હલચલ જોવા મળી હતી. જેમાં સરકાર પક્ષે શહેરી વિકાસ વિભાગ દ્વારા નગરપાલિકાને નોટિસ આપવામાં આવી છે. જે નોટીસમાં નગરપાલિકાને સુપરસીડ કેમ ના કરવી તે અંગે તા. 25 સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે ઝૂલતો પુલ દુર્ઘટનાને પગલે નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મોરબી નગરપાલિકા સુપરસીડ કરવામાં આવશે તેવી ચોરે ને ચોકે ચર્ચાઓ પણ લાંબા સમયથી ચાલી રહી હતી.

એક સપ્તાહમાં જવાબ રજૂ કરવા જણાવ્યું : મોરબી નગરપાલિકાને નોટીસ મળી છે ત્યારે તાકીદે સામાન્ય સભા બોલાવવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જેમાં તમામ સભ્યોના અભિપ્રાય મેળવીને તા. 25 સુધીમાં આ અંગે જવાબ આપવાનો છે. ત્યારે હવે નગરપાલિકાની સામાન્ય સભા ક્યારે બોલાવાય છે અને તેમાં સભ્યો કેવો અભિપ્રાય આપે છે તેમજ બાદમાં શહેરી વિકાસ વિભાગ કેવી કાર્યવાહી કરે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.