Morbi Bridge Collapse Case : હાઇકોર્ટના આદેશનું પાલન કરતી હોવાનું સરકારનો દાવો

author img

By

Published : Jan 19, 2023, 9:19 PM IST

Morbi Bridge Collapse Case : હાઇકોર્ટના આદેશનું પાલન કરતી હોવાનું સરકારનો દાવો

ગુજરાત હાઇકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટના મામલાને લઈને સુનાવણી (Morbi Bridge Collapse Case ) યોજાઇ હતી. આજની સુનાવણીમાં (Gujarat High Court Hearing ) સરકાર દ્વારા નવેસરથી એફિડેવિટ (Affidavit by Gujarat Govt ) રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રજૂઆત કરી છે કે સરકાર હાઇકોર્ટની કાર્યવાહી અને કામગીરીને લઈને આદેશ પ્રમાણે કાર્ય કરી રહી છે.

અમદાવાદ મોરબી બ્રિજ દુર્ઘટના મામલાને લઈને હાઇકોર્ટે જે સુઓમોટો લીધી હતી તે અંગે આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઇકોર્ટમાં આજે સરકાર દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા એફિડેવિટમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે સરકાર હાઇકોર્ટના કાર્યવાહી અને કામગીરીને લઈને કાર્ય કરી રહી છે.

આ પણ વાંચો મોરબી બાર એસોસિએશનનો મોટો નિર્ણય, ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપીઓનો કેસ નહીં લડે

સરકાર દ્વારા નવેસરથી એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું મોરબી બ્રિજ દુર્ઘટનામાં જ્યાં લોકો 100થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતાં. તેને લઈને હાઇકોર્ટમાં જે સુનાવણી ચાલી રહી છે. તેમાં આજે સરકાર દ્વારા નવેસરથી એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું. આ એફિડેવિટમાં સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે કોર્ટના નિર્દેશોના પાલન માટે સરકાર કાર્યવાહી કરી રહી છે. રાજ્યના બ્રિજના નિરીક્ષણની કામગીરી ચાલી રહી છે. આ સાથે જ ખામીવાળા બ્રિજ બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. જર્જરિત બ્રિજનું સમારકામ પણ ચાલુ કરવામાં આવ્યું છે. હાઇકોર્ટના નિર્દેશ મુજબ કામગીરી અને કાર્યવાહી ચાલી રહી છે. જવાબદાર લોકો સામે પગલાં લેવામાં આવી રહ્યા છે એવો સરકાર દ્વારા એફિડેવિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તમામ બ્રિજનો સર્વે મહત્વનું છે કે ગત સુનાવણીમાં હાઇકોર્ટે સરકારને મહત્વનો હુકમ કર્યો હતો કે રાજ્યના તમામ બ્રિજનો સર્વે કરવામાં આવે અને તમામ બ્રિજ યુઝ કરવા માટે ફીટ છે કે નહીં એ સર્ટિફિકેટ પણ રજૂ કરવામાં આવે. જે બ્રિજમાં મરામત કરવાની હોય એ તત્કાલ રીપેર કરવામાં આવે અને દસ દિવસમાં આ કામગીરી પૂર્ણ કરી રિપોર્ટ રજૂ કરવા માટે કોર્ટે હુકમ કર્યો હતો. આ સાથે જ કોર્ટના આ હુકમનો પાલન કરતા સરકાર દ્વારા આજે મહત્વનો એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો મોરબી ઝૂલતા પુલ હોનારતને લઇ જામનગરના પરિવારનો ચોંકાવનારો દાવો

એફિડેવિટ સામે નારાજગી મહત્વનું છે કે ગત સુનાવણીમાં સરકાર દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું . તેને લઈને હાઇકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ગૃહ સચિવને આદેશ કર્યો હતો કે સરકાર દ્વારા જે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે તે હુકમસરનું નથી અને તેમ જ તેમાં સરકારે આ ઘટનાને લઈને કોઈ પણ પગલાં લીધા નથી. તેથી નવેસરથી એફિડેવિટ રજૂ કરવામાં આવે. આ સમગ્ર કોર્ટના હુકમને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા એફિડેવિટ રજૂ કરીને કોર્ટને તમામ બાબતોથી અવગત કરી હતી.

નગરપાલિકા સુપરસીડ કરવાની વાત જોકે મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને મોરબી નગરપાલિકાને સુપર સીડ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. તેને લઈને હવે સરકારે પણ મોરબી નગરપાલિકા પાસે જવાબ માંગ્યો છે અને કહ્યું છે કે શા માટે મોરબી નગરપાલિકાની સુપર સીડ કરવામાં ન આવે તેનો જવાબ રજૂ કરો. કારણકે હાઇકોર્ટ દ્વારા પણ મોરબી નગરપાલિકાને સુપર સીડ કરવામાં આવે તેવો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે મોરબી નગરપાલિકાના અમુક સભ્ય દ્વારા આ વાતને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે આ બ્રિજ દુર્ઘટનાને લઈને તેમાં તેમનો કોઈ હાથ નથી. તેથી જે તે જવાબદાર અધિકારીઓ કે વ્યક્તિઓને જ આમાં સામેલ કરવામાં આવે. પરંતુ હવે સરકારે પણ મોરબી નગરપાલિકાને સુપર સીડ કરવા માટે થઈને જવાબ માંગ્યો છે. હવે આ સમગ્ર મામલે આગામી સુનાવણી સપ્તાહે હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.