ETV Bharat / state

Morbi Bridge Collapse: મુખ્ય આરોપી જયસુખ પટેલ જેલહવાલે, પૂછપરછમાં બહાર આવેલી માહિતી અંગે પોલીસ મૌન

author img

By

Published : Feb 8, 2023, 6:27 PM IST

મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલને ફરી જેલભેગો કરાયો છે. પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા હતા, જે આજે પૂર્ણ થતાં તેને ફરી કોર્ટમાં રજૂ કરાયો હતો.

Morbi Bridge Collapse: મુખ્ય આરોપી જયસુખ પટેલ જેલભેગો, પૂછપરછમાં કઈ માહિતી બહાર આવી તે કહેવા પોલીસ તૈયાર જ નથી
Morbi Bridge Collapse: મુખ્ય આરોપી જયસુખ પટેલ જેલભેગો, પૂછપરછમાં કઈ માહિતી બહાર આવી તે કહેવા પોલીસ તૈયાર જ નથી

ભૂગર્ભમાં ઉતરી ગયેલ જયસુખ પટેલને જેલ

મોરબીઃ ઑક્ટોબર 2022માં મોરબી બ્રિજ દુર્ઘટનાએ રાજ્ય સહિત સમગ્ર દેશને હચમચાવી નાખી હતી. ત્યારે આ કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલ કોર્ટ સમક્ષ હાજર થયા બાદ પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા હતા. જોકે, આજે તેના રિમાન્ડ પૂર્ણ થતાં આરોપી જયસુખ પટેલને રજૂ કરાતા તેને ફરી જેલહવાલે કરાયો છે.

આ પણ વાંચોઃ Morbi Bridge Collapse Case: પુરાવા નથી તેવો જવાબ આપતા SIT એ રીપોર્ટ મોકલ્યો

રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટમાં રજુ કર્યા બાદ જેલહવાલેઃ ઓરેવા ગૃપના એમડી જયસુખ પટેલને પોલીસે કોર્ટમાં રજૂ 8 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપી જયસુખ પટેલની વિવિધ મુદે પૂછપરછ કરી તપાસ ચલાવી હતી. આજે રિમાન્ડ પૂર્ણ થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં ફર્ધર રિમાન્ડની માગણી કરવામાં આવી ન હોવાથી કોર્ટે આરોપી જયસુખ પટેલને જેલહવાલે કર્યો છે.

ભૂગર્ભમાં ઉતરી ગયેલ જયસુખ પટેલને જેલઃ દુર્ઘટના બાદ જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને ચાર્જશીટ ફાઈલ થયા બાદ તેને આગોતરા જામીન માટે અરજી કરી હતી. તેમ જ 31ના રોજ જયસુખ પટેલ કોર્ટમાં હાજર થયો હતો અને કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરાયો હતો. ત્યારબાદ પોલીસે તેનો કબજો લઈને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જે આજે પૂર્ણ થયા બાદ જેલહવાલે કરાયો છે. જયસુખ પટેલ પાટીદાર સમાજના મોભી અને ઉદ્યોગપતિ છે, જેમને જેલવાસ ભોગવવો પડ્યો છે.

રિમાન્ડ દરમિયાન બહાર આવેલા વિગતો બાબતે પોલીસ મૌનઃ જયસુખ પટેલના પોલીસે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, પરંતુ રિમાન્ડ દરમિયાન કઈ કઈ માહિતી બહાર આવી? તપાસમાં અન્ય કોઈના નામ ખૂલ્યા છે કે નહીં કે કોઈ પણ વાત પોલીસ કહેવા તૈયાર નથી. તો ઝૂલતા પુલ દુર્ઘટના બની ત્યાંથી આજ દિન સુધી પોલીસ કે કોઈ નેતા ઝૂલતા પુલ દુર્ધટના બાબતે મૌન સેવી રહ્યા છે, પરંતુ અહી સવાલ એ છે કે, ઝૂલતા પૂલ દુર્ઘટનામં જયસુખ પટેલની જવાબદારી છે. તેની સાથે પાલિકાના પદાધિકારી અને અધિકાઓની પણ જવાબદારી છે કે નહીં. તેમ જ અન્ય કોણ કોણ જવાબદાર છે. તે અંગે પણ પોલીસ મૌન સેવી રહી છે.

આ પણ વાંચોઃ Morbi Bridge Collapse: મોરબી દુર્ઘટનાને પૂર્ણ થયા 3 મહિના, અત્યાર સુધી શું થયું જાણો સમગ્ર ઘટનાક્રમ

પાલિકા સુપરસીડ થશે કે નહિ તે જોવાનું રહ્યુંઃ મોરબી નગરપાલિકા સુપરસીડ કરવાની તૈયારી સરકાર દ્વારા દર્શાવામાં આવી છે, પંરતુ પાલિકા દ્વારા બહાનાબાજી બનાવીને શહેરી વિકાસ વિભાગ પાસે ડોક્યુમેન્ટ માગ્યા હતા. આ ડોક્યુમેન્ટ શહેરી વિકાસ વિભાગ દ્વારા પાલિકાને સોપીને જવાબ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે પાલિકાના સત્તાધીશો પોતાની સત્તા બચાવવા પ્રયાસો કરી રહ્યા છે. તો બાકીના સભ્યો પણ પાલિકા સુપરસીડ ના થાય અને સત્તા રહે તેવા પ્રયાસો કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.