ETV Bharat / state

Morbi Crime: પોલીસે બાળકી સાથે અપડલા કરનાર અને બીજા કેસમાં સગીરાના અપહરણકર્તાને કોલકાતાથી ઝડપી લીધો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 5, 2023, 11:49 AM IST

મોરબીની બાળકી સાથે શારીરિક અડપલાનો વધુ એક બનાવ બન્યો છે. તેમજ બીજા એક બનાવમાં સગીરાનું અપહરણ કરી કોલકત્તા નાસી ગયેલા આરોપીને ઝડપી લેવામાં વાંકાનેર પોલીસને સફળતા મળી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક

મોરબી પોલીસે બાળકી સાથે અપડલા કરનારને ઝડપી લીધો
મોરબી પોલીસે બાળકી સાથે અપડલા કરનારને ઝડપી લીધો

મોરબી: સમગ્ર વિશ્વમાં સીરામિક ઉદ્યોગ માટે જાણીતા મોરબીમાં માનવતાને નેવે મુકતી શરમજનક ઘટનાઓનું પ્રમાણ વધતું જાય છે. મહિલા અત્યાચાર અને શોષણના ગુનાઓ અવારનવાર સામે આવતા જાય છે. આવી જ બે ઘટનાથી મોરબીની શાખ ખરડાઈ છે.

4 વર્ષની બાળકી સાથે અડપલાઃ મોરબી શહેરમાં રહેતી 4 વર્ષની બાળકી સાથે શારિરીક અડપલા થયા છે. બાળકીને રમાડવાને બહાને લઈ જઈને નરાધમે આ કૃત્ય આચર્યુ છે. નરાધમ બાળકીને લઈ જતો અને મોબાઈલમાં ન જોવાના વીડિયો ચાલુ કર્યા બાદ બાળકીને અડપલા કરી પોતાની વાસના સંતોષતો હતો. બાળકીના પરિવારે નરાધમ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને નરાધમ જાવેદ પિંજારાની ધરપકડ કરી લીધી છે. પોલીસે સત્વરે કાર્યવાહી કરી તેને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી લીધા છે. સમગ્ર વિસ્તારના નાગરિકો આ નરાધમ પર થુ થુ કરી રહ્યા છે.

દોઢ વર્ષ અગાઉ સગીરાનું અપહરણઃ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દોઢ વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરી કોલકત્તા ભાગી છુટેલા વધુ એક આરોપીને પોલીસ ઝડપી લીધો છે. આ આરોપી કોલકત્તામાં છુપાયો હોવાની બાતમી પોલીસને મળી હતી. વાંકાનેર તાલુકા પોલીસે કોલકત્તા પોલીસની મદદથી આ અપહરણકર્તા ઉમાશંકર ભૂણિયા ને કોલકત્તાથી દબોચી લીધો છે. આ કેસમાં પોલીસે પીડિતાને પણ શોધી કાઢી છે. સમગ્ર કેસ વાંકાનેર તાલુકા સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટરને સોંપવામાં આવ્યો છે. આ કેસને ઉકેલવામાં સામેલ પોલીસ કર્મચારીઓમાં એન.એ. વસાવા, નંદલાલ વરમોરા, ભરતસિંહ ડાભી, ફુલીબેન ઠાકોર અને બકુલભાઈ કાસુન્દ્રા વગેરેનો સમાવેશ થાય છે.

  1. Patan Crime: શંખેશ્વરમાં મંદબુદ્ધી બાળકી પર બળાત્કાર
  2. Patan Rape Case : પલસાણામાં નવ વર્ષીય બાળકી પર બળાત્કાર, આરોપીની ધરપકડ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.