ETV Bharat / state

શ્રમિકોના ઓરડીમાંથી મોબાઈલની ચોરી કરનારો મુરતિયો મળી ગ્યો

author img

By

Published : Dec 17, 2022, 6:27 PM IST

મોરબીમાં શ્રમિકોની ઓરડીમાંથી મોબાઈલની (stealing mobile in Morbi) ચોરી કરનારને પોલીસે ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસે મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Rangpar village stealing mobile)

શ્રમિકોના ઓરડીમાંથી મોબાઈલની ચોરી કરનારો મુરતિયો મળી ગ્યો
શ્રમિકોના ઓરડીમાંથી મોબાઈલની ચોરી કરનારો મુરતિયો મળી ગ્યો

મોરબી : શહેરના રંગપર ગામની સીમમાં સ્મશાન જવાના રસ્તે સિરામિકમાં (stealing mobile in Morbi) મજુર ઓરડીમાંથી બે મોબાઈલની ચોરી થયાની ધટના સામે આવી હતી. જે મામલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરતા એક શખ્સને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. (Rangpar village stealing mobile)

આ પણ વાંચો ટ્રકોમાંથી રિફાઈન્ડ ઓઇલ અને લોખંડના સળિયા ચોરી નેટવર્કનો પર્દાફાશ, સુરત LCBએ 9 આરોપીની ધરપકડ કરી

શું છે સમગ્ર મામલો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના PI કે.એ. વાળાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ. પંકજભા ગઢડા તેમજ દેવશી મોરી પેટ્રોલિંગમાં હતા. એ સમયે તેમને આરોપી અંગે ચોક્કસ બાતમી હતી. જેના આધરે પો.હેડ કોન્સ. દિનેશ બાવળીયા સહિતનાં સર્વેલન્સ સ્ટાફે મોરબી તાલુકાના જેતપુર ગામની સીમ, પાવડીયાળી કેનાલ નજીક આવેલા માર્કેટ પાસેથી સિરામીક ઇન્ડસ્ટ્રીઝના લેબર કવાર્ટરમાં રાત્રી દરમિયાન મોબાઇલ ચોરી (Mobile theft case) કરનાર મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ લીજાજ સિરામીકની મજુરોની ઓરડીમાં રહેતા આરોપી સુગ્રીવકુમાર ચમારની ધરપકડ કરી હતી. (Mobile theft in Morbi Ceramics)

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન

આ પણ વાંચો તસ્કરોનો કાળો ત્રાસ, શહેરમાં એક બાદ એક ટૂટે છે દુકાનોના તાળા

આરોપી પાસે મુદામાલને જપ્ત કર્યો આરોપી સુગ્રીવકુમાર ચમાર પાસેથી પોલીસે થ્રીડી કલરનો ઓપો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિંમત રૂપિયા 15,000, લીલા કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિંમત રૂપિયા 10,000 એમ બે મોબાઇલ મળી રૂપિયા 25,000ના મુદામાલને જપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શિયાળો શરૂ થતાં રાજ્યમાં ચોરોનો ભારે ત્રાસ (Morbi Crime News) જોવા મળતો હોય છે. પરતું પોલીસની કડક તપાસના કારણે આ ચોરો વધુ બચી શકતા નથી. ત્યારે મોરબીમાં મોબાઈલ ચોરીની ધરપકડ કરતા વિસ્તારમાં હાશકારો થયો છે. (Mobile stolen from workers room in Rangpar village)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.