ETV Bharat / state

કોરોનાની સંભવિત લહેરના પહોંચી વળવા કલેકટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

author img

By

Published : Dec 27, 2022, 12:51 PM IST

Updated : Dec 27, 2022, 1:15 PM IST

મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને (morbi corona update) લઈને જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી (meeting of Morbi Collector with administration) હતી. સંભવિત કોરોનાની કહેરને (possible wave of Corona) પહોંચી વળવા માટે આરોગ્ય તંત્ર દ્વારા વ્યવસ્થાને લઈને સમીક્ષા કરવામાં આવી (meeting of DM and administration to prevent Corona) હતી.

meeting of DM and administration to prevent Corona
meeting of DM and administration to prevent Corona

મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને લઈને જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક

મોરબી: મોરબી કલેકટર કચેરી ખાતે સંભવિત કોરોનાની (morbi corona update) લહેરને પહોચી વળવા માટે જીલ્લા કલેકટર જી.ટી પંડ્યાના (Morbi District Collector GT Pandya) અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું (meeting of Morbi Collector with administration) હતું. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી, એસપી, ડીડીઓ, મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં કેટલા બેડ, ઓક્સિજન પ્લાન્ટ, પીએચસી અને સીએચસીમાં કેવી વ્યવસ્થા તે અંગે ચર્ચા કરવામાં આવી (meeting of DM and administration to prevent Corona) હતી.

આ પણ વાંચો શું શતાબ્દી મહોત્સવમાં કોરોના ગાઈડલાઈનનું પાલન થાય છે ?

'બેઠકમાં અત્યાર સુધી એક પણ કોરોનોનો પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. નિયમિત રીતે ટેસ્ટિંગ અને વેકસીનેશન થઈ રહ્યું છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના કોરોના ટેસ્ટ (Corona test of people with suspicious symptoms) કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને કોરોનાની સંભવિત લહેરને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ (civil hospital of morbi) તેમજ ખાનગી હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સહિતની તમામ વ્યવસ્થા છે અને આગોતરી તમામ તૈયારીઓ કરી લેવાય છે.' મોરબી જિલ્લા કલેકટર

કોરોનાને લઈને તૈયારીઓ પૂર્ણ

'હવે RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને વેકસીનેશન પણ થઈ રહ્યું છે. સેકન્ડ અને થર્ડ વેવમાં સિવિલ અને ખાનગી સહિત જિલ્લામાં કુલ 1750 બેડ ઉપલબ્ધ હતા. તેમાંથી 1300 ઓક્સિજનવાળા બેડ હતા. આ તમામ બેડ હવે નવી લહેર આવે તો તેમાં ઉપયોગમાં લઇ શકાય તેમ છે. સિવિલમાં બે ઓક્સિજન પ્લાન્ટમાંથી એક બંધ હોય તેની ઉપર રજુઆત કરાઈ જેથી ટૂંક સમયમાં તે પણ શરુ થઇ જશે.' આરોગ્ય અધિકારી ડો.બાવરવા

સમગ્ર ગુજરાત સજ્જ: ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં લગભગ દરેક જિલ્લામાં કોરોનાની સ્થિતિને લઈને સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. અનેક જગ્યાએ મોકડ્રિલ પણ આયોજન કરવામાં આવ્યું (MockDrill of corona situation) હતું. સાવચેતીના પગલે વિદેશ પ્રવાસ કરનારના ટેસ્ટિંગ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. સમગ્ર ગુજરાત હાલ ટેસ્ટિંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટના ધોરણે સજ્જ (Testing tracing and treatment) છે.

આ પણ વાંચો રાજકોટ કલેક્ટરે સિવિલ હોસ્પિટલમાં કરી બેઠક, કોરોનાની સ્થિતિ અંગે કરી સમીક્ષા

ચોંકાવનારી બાબત એ છે કે મોરબી જિલ્લામાં કોરોના વેક્સિનના ત્રીજા ડોઝ માટે 7.99 લાખ લોકો લાયક હતા, જેમાંથી માત્ર 4.98 લાખ લોકોએ અગાઉ વેક્સિન લીધી હતી. જો કે ફરી એકવાર લોકો વેક્સિન લેવા દોડતા થતાં આજે જિલ્લામાં 65 લોકોએ ડોઝ લીધો હતો જોકે પૂરતો સ્ટોક ન હોવાથી સિવિલમાં તેમજ અન્ય પીએચસી, સીએચસીમાં ગયેલા લોકોને પાછા જવાનો વારો આવ્યો હતો.

Last Updated :Dec 27, 2022, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.