ETV Bharat / state

મોરબી જિ.પંચાયતના માજી કારોબારી ચેરમેન વિરુદ્વ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ

author img

By

Published : Oct 5, 2019, 11:30 AM IST

મોરબી : જીલ્લા પંચાયતના તત્કાલીન કારોબારી ચેરમેન સામે 3 લાખની લાંચ કેસમાં ગુનો નોંધાયો હતો. ધરપકડથી બચવા ચેરમેન કિશોરભાઈ ચીખલીયા ફરાર થઈ ગયા હતાં. પોલીસે શોધખોળ કરી હોવા છતાં તેમનો પતો લાગ્યો નથી. જેથી મોરબી કોર્ટે આરોપી વિરુદ્વ બિનજામીનપત્ર વોરંટ ઈસ્યુ કર્યુ છે. આ લાંચ કેસ અઢી વર્ષ જુનો છે.

મોરબી જિ.પંચાયતના માજી કારોબારી ચેરમેન વિરુદ્વ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ

વર્ષ 2017માં મોરબી જિલ્લા પંચાયતના તત્કાલીન કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયાએ ખેતીની જમીન બિનખેતીમાં તબ્દીલ કરવા 3 લાખની લાંચ માગી હતી. જેની ફરીયાદ મળતાં એસીબી તેમના વિરુદ્વ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કલમ 7 (એ), 13 (2) મુજબ ગુનો દાખલ કર્યો હતો.

આ લાંચ કેસમાં પોતાની ધરપકડ ટાળવા તેઓ નાસી ગયા હતા. જેથી આ કેસની તપાસ ચલાવતા એસીબી પીઆઈ એમ બી જાની દ્વારા આરોપીના ઘરે તેમજ તમામ સ્થળોએ તપાસ કરવા છતાં તેઓ મળતા નહોતા. જેને પગલે રાજકોટ મદદનીશ નિયામક એચ પી દોશીના માર્ગદર્શન હેઠળ મોરબી એડીશનલ સેશન્સ કોર્ટમાં ACB ટીમે રજૂઆત કરતા કોર્ટ દ્વારા રજૂઆત ગાહ્ય રાખી આરોપી કિશોર પ્રેમજીભાઈ ચીખલીયાનું સીઆરપીસી કલમ 70 મુજબ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ કાઢ્યું છે.

જીલ્લા પંચાયતના તત્કાલીન કારોબારી ચેરમેન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ

કિશોર ચીખલીયા સામે ધરપકડ વોરંટ ઈસ્યુ થવાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કિશોર ચીકલીયા કેમ પોલીસ ધરપકડથી ભાગી રહ્યા છે તે અંગે જિલ્લાભરમાં અનેક અટકળો ચાલી રહી છે.

Intro:gj_mrb_01_kishor_chikhaliya_vorant_visual_av_gj10004
gj_mrb_01_kishor_chikhaliya_vorant_script_av_gj10004

gj_mrb_01_kishor_chikhaliya_vorant_gj10004
Body:મોરબીજીલ્લા પંચાયતના તત્કાલીન કારોબારી ચેરમેન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ
મોરબી જીલ્લા પંચાયતના તત્કાલીન કારોબારી ચેરમેન સામે 3 લાખની લાંચ કેસમાં ગુન્હો નોંધાયા બાદ એસીબી ટીમે શોધખોળ ચલાવી હતી જોકે તત્કાલીન ચેરમેનનો પત્તો લાગ્યો નથી ત્યારે મોરબી કોર્ટમાંથી આરોપી વિરુદ્ધ બિનજામીનલાયક વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે
મોરબી એસીબી ટીમે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કલમ ૭ (એ), ૧૩ (૨) મુજબ ગત તા. ૨૦ ના રોજ હાલના જીલ્લા પંચાયત પ્રમુખ અને તત્કાલીન કારોબારી ચેરમેન કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયા વિરુદ્ધ 3 લાખની લાંચ માંગણી કરવા બદલ ગુન્હો નોંધ્યો હતો અને લાંચ કેસમાં ફરિયાદ બળથી પોતાની ધરપકડ ટાળવા તેઓ નાસી ગયા હોય જેથી આ કેસની તપાસ ચલાવતા એસીબી પીઆઈ એમ બી જાની દ્વારા આરોપીના ઘરે અને મળી આવવા સંભવ હોય તે તમામ સ્થળોએ તપાસ કરવા છતાં કિશોર ચીખલીયાનો પત્તો લાગ્યો નથી જેને પગલે રાજકોટ મદદનીશ નિયામક એચ પી દોશીના માર્ગદર્શન હેઠળ મોરબી એડીશનલ સેશન્સ કોર્ટમાં એસીબી ટીમે રજૂઆત કરતા કોર્ટ દ્વારા રજૂઆત ગાહ્ય રાખી આરોપી કિશોર પ્રેમજીભાઈ ચીખલીયાનું સીઆરપીસી કલમ ૭૦ મુજબ બિનજામીનલાયક ધરપકડ વોરંટ કાઢેલ છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.