ETV Bharat / state

મોરબીમાં કોરોનાની સ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગરના અધિકારી સિવિલ હોસ્પિટલની મુલાકાતે

author img

By

Published : Apr 8, 2021, 12:39 PM IST

ગાંધીનગરના અધિકારીએ મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
ગાંધીનગરના અધિકારીએ મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા થોડા સમયથી કોરોનાની સ્થિતિ બેકાબૂ બની હોવાથી ગાંધીનગરથી અધિકારી સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. જેની સાથે જિલ્લા કલેક્ટર, ડેપ્યૂટી DDO અને આરોગ્ય અધિકારીઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

  • મોરબીમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ
  • ગાંધીનગરના અધિકારીએ લીધી સિવિલ હોસ્પિટલની મુલાકાત
  • મોરબી જિલ્લા કલેક્ટર પણ રહ્યા હાજર

મોરબીઃ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ગાંધીનગરના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. ગાંધીનગરથી આવેલા અધિકારી બારોટ તેમજ કલેક્ટર જે. બી. પટેલ સહિતના અધિકારીઓ સિવિલની મુલાકાતે પહોંચ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

ગાંધીનગરના અધિકારીએ મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
  • હાલ 250 દર્દીઓ સારવાર હેઠળ

સિવિલની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં બેડ વધારવા સહિતની સુવિધાઓ માટે સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં 100 બેડ તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ બેડ માટે મંજૂરી આપી હોવાથી હાલ 250 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

  • મોરબી જિલ્લાના અન્ય સમાચાર

આ પણ વાંચોઃ મોરબીમાં કોરોનાની સ્થિતિને લઈને કાંતિલાલ અમૃતીયાના કલેક્ટરને સવાલ

મોરબીમાં રામરાજ જેવી સ્થિતિમાં કોરોનાના દર્દીઓને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં જગ્યા ન મળવાથી ભટકવાનો વારો આવ્યો છે અને હવે સ્મશાનમાં પણ વેઇટિંગ જેવી સ્થિતિ નિર્માણ થતા બુધવારે જિલ્લા કલેક્ટર સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા. જ્યાં પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર વચ્ચે શાબ્દિક ટપાટપી થતાં કાનાભાઇએ અસલ કલર બતાવતા સનસનાટી મચી ગઈ છે.

આ પણ વાંચોઃ મોરબીની સિરામિક ફેક્ટરીના પ્લાન્ટમાં દર્દીને ટ્રીટમેન્ટ અપાતી હોવાનો વીડિયો વાયરલ

મોરબીમાં કોરોના કહેર વચ્ચે એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કોરોના દર્દીને સિરામિક ફેક્ટરીના પ્લાન્ટમાં જ સારવાર આપવામાં આવતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરવા લાગ્યો હતો અને લોકો વાયરલ વીડિયો જોયા બાદ ગભરાવવા પણ લાગ્યા હતા. મોરબીમાં કોરોના કહેરની સ્થિતિ અંગે અનેક ચર્ચા જોવા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.